અમદાવાદ: વર્ષ 2017માં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ એ મુસ્લિમ મહિલાઓ માટે શ્રીમદ ચિન્હરૂપ ચુકાદો હતો. આ સામાજિક ચળવળના પરિણામે મુસ્લિમ મહિલાઓના અધિકારોને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા. આ ચળવળ પાછળની એક મુખ્ય વ્યક્તિ એટલે ઝાકિયા સોમન. હવે તેમના પર આધારિત શોર્ટ ફિલ્મને ચારે તરફથી પ્રશંસા મળી રહી છે.30-મિનિટની ફિલ્મ, રીહા (અનલૉક) એક અપમાનજનક લગ્નમાં ફસાયેલી મુસ્લિમ મહિલાની ભાવનાત્મક અને જટિલ સફરને દર્શાવવામાં આવી છે. એક મહિલા પોતાના પરિણીત જીવનમાં કેટલાંક સંઘર્ષો સામે ઝઝૂમી રહી હોય છે. આ દરમિયાન એક ટ્રિપલ તલાક પીડિત મહિલા તેમની પાસે મદદ માગવા માટે આવે છે. આ બંન્ને મહિલાઓના રસ્તાઓ અલગ-અલગ હતા, પરંતુ મંજિલ એક જ હતી. બંન્ને પોતાના જીવનમાં સ્વતંત્રતાની ઝંખના કરી રહી હતી.