પ્રાકૃતિક જીવન એટલે યોગ

યોગશૈલી વાળુ જીવન એટલે સાત્વિક આહાર, સરળ ભાષા, સમજ શક્તિથી ભરપૂર અને માનસિક + શારીરિક સ્વાસ્થ્ય. યોગ એટલે માત્ર આસન, પ્રાણાયામ નહીં. અત્યારના સમયમાં બધા કશેક પહોંચવાની, ઝડપથી કશુંક મેળવવાની હરીફાઈમાં દોડે છે. આ દોડમાં ખોરાકમાં ભેળસેળ થવા લાગી છે અને એ ભેળસેળના કારણે શરીર બગડે છે.

હવામાં પ્રદૂષણ એટલું વધ્યું છે કે ઘણા ખરાને ફેફસાંની તકલીફ થવા લાગી છે. નાના બાળકોને પણ પહેલા ક્યારેય ન સાંભળ્યું હોય એવી તકલીફો આવે છે. તો આ બધાનો ઉપાય શું છે? તો જવાબ છે – દર ત્રણ મહિને ચાર-પાંચ દિવસ યોગિક જીવનશૈલીથી શરીર અને મનનું શુદ્ધિકરણ કરવું જોઈએ.

શહેરની ધાંધલ-ધમાલ, કામના બોજા હેઠળ જીવતો માણસ જલ્દી ઘરડો થઈ જાય છે. જેમકે, નાની ઉંમરે વાળ સફેદ થઈ જાય છે, નાની ઉંમરે ચશ્મા આવે છે તો કોઈને નાની ઉંમરે થાક લાગવા માંડે છે. આ બધું શું છે? આ છે તામસી ખોરાક થી બગડેલું શરીરનું તંત્ર, તો હવે પ્રશ્ન એ થાય કે યોગીક જીવનશૈલી આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે. તો SGVP holistic hospital ના નૈસર્ગિક વાતાવરણ, લીલીછમ ધરતી અને સ્વસ્થ હવા, સ્વચ્છ ખોરાક અને સાથે યોગની શટ્ક્રિયાઓ, પંચકર્મની એક-બે થેરાપી જે તમને જરૂરી હોય એ કરાવીએ.

યોગીક જીવનશૈલીના આ દિવસો દરમિયાન ઉપકરણો વાપરવાના બંધ કરવાના હોય છે. નો મોબાઈલ, નો લેપટોપ, નો ટેબલેટ. રૂટિન જીવનશૈલી કરતાં સાવ જુદી જ રીતનું ટાઈમટેબલ હોય છે. સવારે છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી. બધી જ સગવડો સચવાશે. સ્વાદિષ્ટ ભોજન, નાસ્તો અપાશે.

 

શટ્ક્રિયાઓના ફાયદા:

યોગિક શુદ્ધિ કરણ પ્રક્રિયાઓ યોગનો અભિન્ન ભાગ છે. કારણ કે તે સિસ્ટમમાંથી સચિત ઝેર દૂર કરવામાં મદદ કરે છે. આ ક્રિયાઓ આંખો, શ્ર્વસનતંત્ર, ફૂડ પાઇપ અને પેટના વિસેરા અને આંતરડાને સાફ કરે છે. તે રોગો સામે પ્રતિકાર પણ બનાવે છે, મનને તિક્ષ્ણ કરે છે અને આંતરડાને ધોઈ નાંખે ને તેની સફાઈ કરે છે.

  1. ધોતી :-  જે પાચનના માર્ગ પર કામ કરે છે અને મોઢા અને અન્નનળીનું શુદ્ધિકરણ કરે છે.
  2. વમન ધોતી:- નવશેકુ પાણી 5/6 ગ્લાસ પી એને ઉલટી વાટે બહાર કાઢવાની ક્રિયા. જેમાં પિત્ત, કફ, મ્યુકસ બગાડ નીકળી જાય છે.
  3. વસ્ત્ર ધોતી:- જેમાં મુલાયમ પતલુ કપડું અંદર નાંખી થોડીવાર રાખી મોઢા વાટે બહાર કાઢવાનું હોય છે. જેનાથી toxins ને વિષાણુંઓને આંતરડા માંથી બહાર કાઢે છે.
  4. બસ્તિ :- મોટા આંતરડાની સફાઈ કરે છે.
  5. નેતિ-નસાગ્રે શુધ્ધીકરણ:- ફાયદા- નસકોરા સાફ કરે, શ્વાસ સારી રીતે લઈ શકાય. ગુસ્સો અને હતાશાની લાગણી ઓછી કરે. Pollen અને Allergy ની તકલીફ ઓછી કરી, નાકની શુષ્કતા દૂર કરે. સાઇનસ, માથાનો દુખાવો દૂર કરે.
  6. ત્રાટક :- આંખોનું શુદ્ધિકરણ થાય છે.
  7. નૌલી :- પેટના અવયવોનું શુદ્ધિકરણ થાય છે.
  8. કપાલભાતિ :- Frontal Lobe ની સફાઈ કરે છે.

Frontal Lobe શું કરે? સ્વૈચ્છિક હિલચાલ, અભિવ્યક્ત ભાષા, ઉચ્ચ સ્તરીય કાર્યોના સલચન માટે મહત્વપૂર્ણ છે. જેનાથી સ્વનિરિક્ષણ અને નિયંત્રણ કરવાની ક્ષમતા વધે છે.

મહર્ષિ ઘેરંડ સંહિતા અનુસાર જે લોકોને યોગમાં આગળ વધવું છે, એમણે શટ્કર્મનો અભ્યાસ સૌથી પહેલાં કરવો જોઈએ. ઘેરંડ સંહિતામાં 7 પગથિયા છે, એમાં સૌથી પહેલું પગથિયું શટ્ક્રિયા છે. શરીરનું શુદ્ધિકરણ થાય પછી જ યોગમાં આગળ આસન, પ્રાણાયામ, ધ્યાન તરફ આગળ વધવું જોઈએ. તો સૌ કોઈએ આ યોગિક  જીવનશૈલીનો લાભ લેવો જોઈએ.

“પહેલું સુખ તે જાતે નર્યા”

“સ્વસ્થ હશો તો તમારા સપના પૂરા થશે”