મન એટલે વાયરલેસ ઊર્જા યંત્ર

ઋષિ પતંજલિએ યોગસૂત્રમાં ચાર પદ કે ચાર પ્રકરણ પાડ્યા છે. જેમાં બીજું પ્રકરણ “સાધનપાદ” છે. એમાં અત્યારના સમયમાં ચમત્કાર લાગે એવી વાતો દર્શાવી છે. યોગ વિદ્યાના ગ્રંથોમાં એવા અનેક દાખલા નોંધાયેલા છે કે યોગી પોતાની શક્તિથી માનવ શરીરમાંથી દેવ શરીરમાં બદલાઈ જાય. આવા યોગી જો ધારે તો પોતાના શરીરમાં રહેલા તત્વોમાં ફેરફાર કરીને પરમાણુઓ ને પણ એવા સ્વરૂપમાં ગોઠવી શકે છે, કે માંદગી તો શું પણ મૃત્યુ સુદ્ધાં તેમની પાસે આવી શકતું નથી. આમ થવું જરા પણ અસંભવિત નથી.

ઋષિ પતંજલિએ એવો પણ ઉલ્લેખ કર્યા છે કે યોગીઓ એકલા સૂર્યમાંથી જ નહીં, પરંતુ વનસ્પતિ, અગ્નિ, વાયુ અને મનુષ્યના શરીરમાંથી પણ શક્તિ ખેંચી શકે છે. હવે આ બધું યોગી કરી કઈ રીતે શકે? બસ, માત્ર ને માત્ર યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનથી.

એક બીજું ઉદાહરણ લઈએ. આપણે જગતમાં ચારે તરફ દૂર કે નજીક બધે વીજળીનો પ્રવાહ મોકલી શકીએ છીએ તો એ પ્રવાહ કેવી રીતે વહન કરે છે? very simple. તારની મદદ દ્વારા. પરંતુ તમને એ ખબર છે કે કુદરતમાં તો વગર કોઈ માધ્યમે શક્તિનો પ્રવાહ વહન થાય છે? ખૂબ સરળ ઉદાહરણ જોઈએ તો સૂર્યની ઊર્જા મનુષ્યને પ્રાણીઓને અને વનસ્પતિને કઈ રીતે મળે છે? છે કોઈ તાર? છે કોઈ માધ્યમ?  ના, તો આ કુદરતની શકિતની કમાલ છે.

બીજું ઉદાહરણ લઇએ કે જે આપણને કામમાં લાગશે. ઋષિ પતંજલિ સાધનપાદમાં આગળ જણાવે છે કે મન મક્કમ કરી, કોઈ એક જ ધ્યેય રાખી યોગ કરવામાં આવે તો જીવનમાં ધારેલા કાર્યો તમે કરી શકો. અને એની સોનેરી ચાવી છે, “મનની તાકાત આપણું મન અને ચિત્ત સમતોલ રાખીએ તો આપણી 6th sense , આપણા intuitions Powerful થાય. આપણે જેનો વિચાર કરીએ મનોમન સંદેશો મોકલીએ તો એ સંદેશો પહોંચે છે.

Telepathy શબ્દ તો તમે બધાએ સાંભળ્યો જ હશે, એ શું છે? એ છે મનની તાકાત. આ મનની દૂર સંવેદનની અનુભૂતિ છે. કેવળ મનના વિચારોની આપ-લે ની વાત છે. તો આ જો શક્તિ મેળવવી હોય તો માત્ર યોગ જ મદદરૂપ થઈ શકે. યોગશાસ્ત્ર શરીર + મન અને આત્મા પર કામ કરે છે. મનને સ્થિર કરવું હોય તો ઉશ્વાસ વધારે કાઢીએ, તો મનના વિચારોના વમળો ઓછા થાય. શ્વાસ જેટલો લઈએ તેના કરતાં
વધારે બહાર કાઢવાનો હોય છે.

જો વિચારો ઓછા થાય તો ધ્યાનમાં બેસાય અને મન અને શરીરનું સ્થિરત્વ જાળવી શકાય અને જો કોઈ પણ આસન કરતાં કરતાં સ્થિરત્વ જાળવી શકીએ તો આ મનોબળ મજબૂત કરાય. એક ચિત્તે, એક ધ્યાનથી યોગ કરવા ખૂબ જરૂરી છે.

|| સ્થિરમ્ સુખમ્ આસનમ્ ||

આસનમાં સ્થિરત્વ સાથે સુખની અનુભૂતિ એ સાચો યોગ. અને આ સ્થિતિ આવતા વાર લાગે, પણ અશક્ય નથી.

ત્રિકોણાસન

આસન જોવામાં સરળ છે પરંતુ જ્યારે સાચી રીતે Inner Journey કરીએ ત્યારે આપણું ધ્યાન પગની એડી, પગના પંજા, પગની ટચલી આંગળી પર વજન આવે છે કે નહીં, બંને ઘૂંટી બરાબર છે, એક બાજુ નમી નથી ગઈ ને, ધ્યાન પગના ગોટલા પર, ઢીંચણ પર, જે ઢીંચણ ને લોક કર્યા છે, સાથળ ને સંકોચાઈને પગને સ્થિર, મજબૂત કરી, ધ્યાન હવે Lower Abdominal પાસે જઈ બંને સાથળ એક જ લાઈનમાં હોય એમ ગોઠવી બંને ખભા સહેજ પાછળ રાખી, જમણા પગને બહાર તરફ રાખીને જમણા હાથને ઢીંચણ પર મૂકી, એ સ્થિતિમાં રોકાવાનું છે. અને જો સુખની સ્થિતિ અનુભવવાવી જોઈએ. જેટલું વધારે રોકાઈ એટલું મનોબળ મજબૂત થાય. મનની શક્તિ આવી રીતે વધારી શકાય.

આવી જ રીતે કોઈપણ આસન કરીએ એમાં નાનમાં નાના અવયવ ઉપર ધ્યાન લઈ જઈ એને ગોઠવી, Inner Strength વધારવાની છે. એટલે આપણે આપણા મનની શક્તિને વધારવા યોગ કરવા જોઈએ. પ્રાણાયામમાં શ્વાસ-ઉચ્છ્વાસ ક્રિયા રોજ કરવી જોઈએ.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે.)