પાર્કિન્સનની બિમારીમાં યોગની આ પદ્ધતિ છે ખૂબ અસરકારક

પાર્કિન્સન એક પ્રગતિશીલ (Degenerative)  રોગ છે. તેમાં કંપન, સ્નાયુ બદ્ધતા અને અનૈતિક હલન-ચલન દ્વારા વર્ગીકૃત થયેલ વિકારોનો જૂથ હોય છે. આ કારણે જ શરીરમાં કંપન શરૂ થાય છે, કોઈને હાથ ધૃજયા કરે, કોઈને પગ ધૃજયા કરે, સરખા પગલા ભરી ચાલી ન શકાય. અનૈચ્છિક હલનચલન એટલે હાથ પગ માથું હલાવવું ન હોય પરંતુ આપમેળે હાલ્યા કરે. આ રોગ દિવસેને દિવસે વધ્યા કરે છે. આ રોગમાં શરીરના સ્નાયુઓ કઠોર થઈ જતાં હોય છે. તાણ સ્ટ્રેસમાં વધારો થાય છે સાથે જ ડોપામાઇન સંશ્લેષણનું સ્તર ઘટાડે છે. આ બધી તકલીફમાં યોગ કેવી રીતે મદદરૂપ થાય તે અંગે આજે આપણે જાણીશું.

યોગ શરીર અને મન બંને પર કામ કરે છે. શરીરમાં રહેલી Endocrine Gland ને ઉત્તેજિત કરે છે. શરીરમાં થતાં સ્ત્રાવનું સંતુલન કરે છે અને શરીરના સ્નાયુઓમાં રહેલી જકડાઈ કઠોરતાને દૂર કરે છે.

હા એક વાત ચોક્કસ છે કે પાર્કિન્સન દર્દીની સારવાર આયંગર યોગ દ્વારા વધારે સારી રીતે થઈ શકે છે. સાધનોની મદદથી શરીરને સ્થિર રાખી દર્દ ઉપર કામ કરી શકાય છે. ધીમે ધીમે જે વ્યક્તિઓએ આત્મવિશ્વાસ ગુમાવ્યો છે તેને પાછો લાવી શકાય છે. આવા દર્દીઓ જો યોગ પર વિશ્વાસ, પ્રમાણિકતા અને નિયમિતતાને અનુસરે તો ઘણા સારા પરિણામ લાવી શકાય છે. રોગપ્રતિકારક શક્તિમાં સુધારો અને મજબૂત કરી શકાય છે.

સેતુબંધ સર્વાંગાસન (વિપરીત કારણી): ખભાને પાછળ રાખી આત્મવિશ્વાસ વધારતા બેલ્ટનો ઉપયોગ ખૂબ લાભદાયી રહે છે. શરીરના સ્નાયુઓની શિથિલતા દૂર કરવા પણ ઉપયોગી થઈ પડે છે. પ્રાણાયામ – ગૂંચવણો, અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે, ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે, સાથે કંપન ઘટાડવામાં મદદ કરે છે અને સુખાકારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે. ઉદાસીનતા, હતાશા ઘટાડે છે. મુખ્ય પ્રાણને નિયંત્રણમાં રાખે છે.

પાર્કિન્સનના દર્દીઓ ઉપર મુંબઈમાં આયંગર ઈન્સ્ટીટ્યુટ એ ખુબ સુંદર કામ કર્યું છે. વર્ષોથી હજારો-લાખો દર્દીઓને આયંગર યોગ ઉપયોગી નીવડ્યું છે. હવે અમદાવાદમાં પણ દર્દીઓ માટે ખાસ સાધન સાથે અને ખૂબ ચીવટથી પર્સનલ ધ્યાન આપીને યોગ કરાવાય છે. જેના ઘણા સારા પરિણામ આવ્યા છે. જે વ્યક્તિ પહેલા દિવાલ પકડીને અથવા કોઈનો હાથ પકડીને ચાલી શકતી હતી એ હવે છૂટા હાથે વ્યવસ્થિત ચાલી શકે છે. નીચે આપેલા વીડિયોમાં તમે જોઈ શકશો.

 

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)