હિન્દી કાવ્યોને અનોખા અંદાજમાં રજૂ કરતી ગાયિકા ચીન્મયી

ક્લાસિકલ સિંગર ચીન્મયી ત્રિપાઠી છ વર્ષની હતી જ્યારે તેના માતાપિતાના મિત્ર પરિવારે તેનું ગાયન સાંભળ્યું અને નોંધ્યું. તેમણે ચીન્મયીના માતાપિતાને આગ્રહ કર્યો કે આ બાળકીને ગાયકી શીખવો.પ્રતિભાની પિછાન અને તેનું સંવર્ધન ખૂબ ચીવટથી કરવું પડે તો તેમાંથી ઝગમગતી પ્રતિભા સૌને અજવાળે તે આનું ઉદાહરણ બની છે ચીન્મયી.

ચીન્મયીના માતાપિતા પોતે સાહિત્યિક ક્ષેત્રમાં છે. પિતા સંસ્કૃત સ્કોલર અને માતા હિન્દી શિક્ષક છે. માતાપિતાએ મિત્ર પરિવારની સલાહ સ્વીકારી અને બાળકીના સંગીત શિક્ષણનો પ્રબંધ કર્યો. સમય જતાં ચીન્મયી મધ્યપ્રદેશની સાગર યુનિવર્સિટીમાં સંગીત શીખવા પહોંચી. ચીન્મયીની પ્રારંભિક ઓફચારિક સંગીત તાલીમ શાળા પછી શરુ થઇ હતી પણ તે માને છે કે તેનો સંગીત શીખવાનો સિલસિલો આખી જિંદગી ચાલશે.કોલેજમાં સંગીત શિક્ષણ સાથે ચીન્મયીએ પોતાના ગીતો લખ્યાં અને કંપોઝ પણ કર્યાં. જોકે પાછલાં કેટલાંક સમયથી આવેલો વળાંક તેના માટે સીમાચિહ્નરુપ બન્યો. જ્યારે તેણે પોતાનું એક ગીત મ્યૂઝિ એન્ડ પોએટ્રી પ્રોજેક્ટ હેછળ રીલીઝ કર્યું હતું. આ આલ્બમ હિંદી સાહિત્યના સૌથી વધુ પ્રખ્યાત કવિઓના સર્જનો પર આધારિત છે.

જોકે આ ચીન્મયીનું પહેલું આલબમ નથી. તે પહેલાં પણ બે આલબમ રજૂ કરી ચૂકી છે, જેના નામ છે સુન જરા અને મન બાવરા.3 વર્ષ પહેલાં ચીન્મયીએ સ્પાઇસ રુટ નામનું બેન્ડ શરુ કર્યું હતું. બેન્ડ શરુ કરવું જોકે તેની પ્રાથમિકતા ન હતી. બન્યું હતું એવું કે ચીન્મયી પોચાના દોસ્તો સાથે કેટલાક ગીતોની પ્રેકટિસ કરી રહી હતી અને કેટલુંક સંગીતસર્જન કર્યું. આ કામ બધાંને પસંદ આવ્યું તો ચીન્મયીએ વિચાર્યું કે આપણે એક ટીમ બનાવી શખીએ છીએ. તેમની પંદસ સભ્યોની ટીમ 80 ટકા ગીતો મૂળ ગીતોનું પુનઃસંસ્કરણ કરે છે.

ચીન્મયી સાહિત્યિક કવિતાઓને ગીતના રુપમાં રીક્રિએટ કરવાને લઇને માને છે કે આપણે ક્યારેય કબીર કે બરિવંશરાય બચ્ચનને સ્વતંત્ર સંગીતની દ્રષ્ટિએ સાંભળ્યાં જ નથી હોતાં . એટલે એવા ઘણાં કવિઓ છે ડેમનું સર્જન હિન્દી કવિતાઓના ઔપચારિક ગીતના અંદાડમાં સાંભળવાવાળા લોકો નથી. આ કારણે ચીન્મયી મ્યૂઝિક એન્ડ પોએટ્રી પ્રોજેક્ટ હેઠળ હિન્દી કવિઓ અને લેખકોને પોતાની રીતે સર્જનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહી છે. ચીન્મયી Songdew.com  નામથી મ્યૂઝિક સ્ટ્રિમિંગ વેબસાઇટ પણ ચલાવે છે.જેમાં આર્ટિસ્ટ અને ફેન પાર્ટિસિપેટ કરે છે. એક જ વર્ષમાં તેમાં 25000થી વધુ આર્ટિસ્ટ જોડાઇ ગયાં છે.

આવનારા વર્ષોમાં સંગીતચાહકો તેને અનોખી રીતે જાણે તે જ ચીન્મયી માટે પુરસ્કારરુપ છે. ઊગતી ઉંમરમાં બીજાં ચાલે એ ચીલે ચાલવાં કરતાં એની કેડીમાંથી જ કંઇ નોખું કરી બતાવનાર ચીન્મયી ત્રિપાઠી પ્રશંસાની હકદાર છે.