યુગપુરુષ ડો. કેશવ બલિરામ હેડગેવાર

૧લી એપ્રિલ એટલે યુગપુરુષ ડો.કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ. મિત્રો, વારસો પહેલા અખંડ ભારત -હિન્દૂ રાષ્ટ્રનું જેણે સ્વપ્ન  સેવેલ તેવા આ મહામાનવ નો આજે જન્મ દિવસ છે. ચાલો આજે આ યુગપુરુષ  વિશે થોડું જાણવાનો પ્રયાસ કરીએ. ડોક્ટરજીના નામથી જાણીતા કેશવજીના જીવન પાર મરાઠા રાજ્ય અને શિવાજીના વીરતાપૂર્ણ કાર્યોની અમિટ છાપ અંકાયેલ હતી. બેંગ-ભંગની ચળવળની વિરુદ્ધ છેડવામાં આવેલ રાષ્ટ્રીય આંદોલનથી તે પ્રભાવિત થયા હતા. ડો. કેશવ બલિરામ હેડગેવાર (૧લી એપ્રિલ ૧૮૮૯ – ૨૧ જૂને ૧૯૪૦), એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ.એસ.)ના સ્થાપક અને સરસંઘચાલક હતા. તેઓ ડોક્ટરજીના હુલામણા નામે જાણીતા હતા. તેમને ૧૯૨૫માં નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ.એસ.)ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ  હિન્દુત્વની વિચારધારા ધરાવતા એક ભારતની સંકલ્પનાનો પ્રસાર કરવાનો હતો.

શરૂઆત નું જીવન :

તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૬ની ચૈત્ર સુદ પ્રતિપદા (એકમ) (૧લી એપ્રિલ ૧૮૮૯)ના દિવસે નાગપુરના મરાઠી દેશસ્થ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બલિરામ પંત હેડગેવાર અને માતાનું નામ રેવતી હતું. તેઓનો પરિવાર એક સામાન્ય પરિવાર હતો. જયારે હેડગેવાર ૧૩ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા બંને પ્લેગનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. તેમના મોટIભાઈ મહાદેવ પંત અને સીતારામ પંતે તેમને મોટો કર્યો અને તેમને યોગ્ય અભ્યાસની સવલત પુરી પાડી.

કેશવ બલિરામ હેડગેવાર યુગપુરુષ હોવા ઉપરાંત કુશળ સંગઠનકરતા  હતા. કોઈપણ કાર્યના આયોજન – સંયોજનમાં તેમની પ્રતિભા અભૂતપૂર્વ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સખાઓના સંચાલનમાં તેમની એટલી કુશળતા હતી કે તેમના બનાવેલા નિયમો આજે પણ પ્રાસંગિક છે. આ મહાપુરુષના જીવન પર તેમના આજના જન્મદિને દ્રષ્ટિપાત કરતા આપણને એવું શીખવે છે કે, હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રહેવું જોઈએ.

મહાપુરુષોની જીવનકથા આપણને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. મહાપુરુષો પોતાના વ્યક્તિત્વ કે પોતાની મહત્વાકાંક્ષાઓનો ત્યાગ કરીને સમગ્ર માનગ સમાજના કલ્યાણ માટે પોતાના જીવનની આહુતિ આપતા હોય છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકોને જોયા પછી સ્વાભાવિક છે કે આ સંઘઠનનો પાયો નાંખનાર વ્યક્તિ વિશે પણ જાણવું જરૂરી છે. ડો.કેશવ બલિરામ હેડગેવારનું જીવન એ રાષ્ટ્રભક્તિનો પર્યાય છે. તેમની જ પરિકલ્પના અને ત્યાગથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નિર્માણ થયું.

ડો.હેડગેવાર વ્યક્તિગત પ્રચાર અને પ્રસારથી દૂર રહેલા. ૧૯૦૨માં નાગપુરમાં પ્લેગની મહામારી ફેલાઈ હતી. બલિરામ અને તેમના પત્ની સમાજસેવામાં ખુબ જોરશોરથી લાગી ગયા. મૃતક વ્યક્તિઓના અંતિમ સંસ્કાર કરવામાં બલિરામ અને તેમના પત્નીએ રાત દિવસ જોયા વગર કાર્ય કર્યું અને કુદરતને તેવું મંજુર હશે-પતિ પત્ની બંને મહામારીની ઝપટમાં આવી ગયા અને બંને એક જ દિવસે મૃત્યુ પામ્યા.

મહારાણી વિક્ટોરિયાના રાજ્યાભિષેક (૨૨ જૂને, ૧૮૯૭)ના ૬૦ વર્ષ પુરા હોવા પર સમગ્ર ભારતમાં તેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે કેશવે તેના સાથીઓને કહ્યું કે મહારાણી વિક્ટોરિયા ઇંગ્લેન્ડની છે. અપને શું કામ ખુશી મનાવવી જોઈએ? તે આપણી મહારાણી ક્યાં છે? ત્યારબાદ ૧૯૦૧માં એડવર્ડ સાયમનના રાજ્યાભિષેકનો પણ કેશવ અને તેના સાથીઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો. નાગપુર સ્થિત શિવરામ ગુરુના અખાડામાંથી રાષ્ટ્ર ભક્તિની પ્રેરણા મળી.

ભારત હિન્દૂ રાષ્ટ્ર હોવાનું ઘોષિત કરનારા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્ય સરસંઘચાલક ડો.કેશવરાવ બલિરામ હેડગેવારનો જન્મ નાગપુરના એક બ્રાહ્મણ પરિવારમાં ૧ એપ્રિલ, ૧૮૮૯ના રોજ થયો હતો. ડો.હેડગેવાર નાનપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિના હતા અને અંગ્રેજોની ગુલામીની સ્થિતિથી ખુબ જ ઘૃણા કરતા હતા. કેશવરાવ બલિરામ હેડગેવારના પિતાનું નામ પંડિત બલિરામ પંત હેડગેવાર હતું અને તેમના માતાનું નામ રેવતીબાઈ હતું. તેમનું બાળપણ ખુબ લાડ-પ્રેમમાં પસાર થયું હતું. તેમના બે મોટા ભાઈ હતા. તેમના નામ મહાદેવ અને સીતારામ હતા.

ડો. હેડગેવાર પોતાના મોટાભાઈઓથી ખુબ જ વધારે પ્રેરિત હતા. તેમના સૌથી મોટા ભાઈ મહાદેવ પણ શસ્ત્રોના સારા જ્ઞાતા હતા અને તેની સાથે તેઓ મલ્લયુદ્ધની કાળમાં પણ ઘણા માહેર હતા. તે રોજ અખાડામાં જઈને ખુદ તો વ્યાયામ કરતા જ હતા, ગલી-મહોલ્લાના બાળકોને પણ એકઠા કરીને તેમને કુશ્તીના દાવપેચ શીખવતા હતા.

કેશવરાવ બલિરામ હેડગેવારના માનસપટલ પાર પણ મોટા ભાઈ મહાદેવના વિચારોનો ઊંડો પરાભવ રહ્યો હતો. પરંતુ તેઓ મોટાભાઈની સરખામણીએ બાળપણથી જ ક્રાંતિકારી વિચારોના હતા. તેનું પરિણામ એ આવ્યું કે તેઓ મેડીકલનો અભ્યાસ કરવા માટે કોલકાત્તા ગયા અને ત્યાંથી તેમને કોલકાત્તા મેડિકલ કોલેજ પ્રથમ શ્રેણીમાં મેડિકલની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી.

૧૯૧૦માં જયારે મેડિકલના અભ્યાસ માટે કોલકાત્તા ગયા તો તે સમયે દેશની મોટી ક્રાંતિકારી સંસ્થા અનુશીલન સમિતિમાં તેઓ જોડાયા હતા. ૧૯૧૫માં નાગપુર પાંચ ફર્યા બાદ ડો.હેડગેવાર કૉંગ્રેશ માં સક્રિય થઇ ગયા અને કેટલાક સમયમાં વિદર્ભની પ્રાંતીય કોંગ્રેસના સચિવ પણ બની ગયા હતા. ૧૯૨૦માં જયારે નાગપુરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્તરનું અધિવેશન થયું. તેમને કૉંગેસમાં પહેલીવાર પૂર્ણ સ્વતંત્રતાને લક્ષ્ય બનાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો અને તે પારીત થઇ શક્યો હતો.

૧૯૨૧માં કોંગ્રેસે અસહયોગ આંદોલનમાં સત્યાગ્રહ કરીને ધરપકડ વ્હોરી હતી અને તેમને એક વર્ષની જેલ પણ થઇ હતી. ડો.હેડગેવાર ત્યાં સુધીમાં તો ઘણા લોકપ્રિય થઇ ચુક્યા હતા. હેડગેવારની મુક્તિ પાર સ્વાગત માટે આયોજિત સભાને મોતીલાલ નહેરુ અને હકીમ અજકલ ખાન જેવા દિગ્ગજોએ સંબોધિત કરી હતી.

૧૯૧૬માં હેડગેવાર કોંગ્રેસ અધિવેશનમાં સામેલ થવા માટે લખનૌ ગયા હતા. તેઓ લખનૌ ની યુવા ટોળીના સંપર્કમાં આવ્યા. બાદમાં ડો.હેડગેવારનો કોંગ્રેસથી મોહભંગ થયો અને નાગપુરમાં સંઘની સ્થાપના કરી હતી. દુનિયામાં હજારો સંગઠનો રોજ બને છે. કેટલાક ડૅશ વર્ષ જીવતા રહે છે, તો કેટલાક વિસ વર્ષ. કેટલીક સંસ્થાઓ તેનાથી આગળ પણ ચાલે છે. પરંતુ તેમ છતાં ખુરશી અને સંપત્તિ વિવાદમાં પોતાના ઉદ્દેશ્યથી ભટકી જાય છે. ઘણીવાર તે કોઈની જાગીર બનીને રહી જાય છે. પરંતુ ડો.કેશવ બલિરામ હેડગેવારે ૧૯૨૫ના વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનનો પાયો નાખ્યો હતો, તે એક તરફ ભારતના દરેક ખૂણે પહોંચતી  કરી છે અને બીજી તરફ દુનિયામાં જે દેશોમાં હિન્દુઓની વસ્તી છે, ત્યાં પણ અસ્તિત્વમાં છે. દરેક વ્યવસાયમાં કામ કરનારા સ્વયંસેવકો વિભિન્ન સંગઠન અને સંસ્થાઓ બનાવીને કામ કરી રહ્યા છે. સામાજિક કાર્યકર્તાઓ હોય અથવા રાજકોય વ્યક્તિ, સચ્ચાઈ તો એ છે કે સંઘની અસર દરેક વ્યક્તિમાં છે. જેણે કારણે આજે દુનિયાના દરેક ખૂણામાં સંઘની સાથે જોડાયેલા વ્યક્તિ મળી જાય છે, આ લોકો સંઘના વખાણ કરતા રહે છે.

જયારે તેઓ નાગપુરની નીલ સીટી હાઈ સ્કૂલ માં ભણતા હતા ત્યારે બ્રિટિશ રાજ દ્વારા પ્રતિબંધિત ‘વંદે માતરમ’ ગાવા બદલ તેમને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જેણે પરિણામે તેમને આગળનો અભ્યાસ યવતમાલ અને પુણેની રાષ્ટ્રીય શાળામાં કર્યો. મેટ્રિક સુધીનો અભ્યાસ કાર્ય  પછી ૧૯૧૦માં તેમને બી.એસ.મુંજે (હિન્દૂ મહાસભાના પ્રમુખ)એ તેમને વૈદકીય અભ્યાસ માટે કોલકાત્તા મોકલ્યા. જૂને ૧૯૧૪માં તેમને એલ.એમ.એસ.ની પરીક્ષા પાસ કરી અને એક વર્ષની શિખાઉ તાલીમ લઇ ૧૯૧૫માં તેઓ નાગપુર આવ્યા. પરંતુ, યુવાન કેશવ દેશભક્તિના ઉત્સાહ માટે ઉભી કરાયેલી આવી સંસ્થાઓને કેવી રીતે સહન કરી શકે? યવત્માલ ખરેખર રાષ્ટ્રીય જાગૃતિનું પ્રેરણાદાયી કેન્દ્ર બન્યું હતું. પાઠ્ય ઉપરાંત અભ્યાસ, કેશવ જેવા છોકરાઓ ઉત્સાહથી સામાયિક વાંચે છે જેમ કે ‘કાલઃ’, ‘કેસરી’, ‘ભાલા’, ‘દેશસેવક’ વગેરે. જેમ વિદ્યા-ગ્રહ ૩ અને ૩.૫ વર્ષના ઉત્તમ અભ્યાસક્રમો આપે છે. ‘વંદે માતરમ’ નું જન્મસ્થળ બંગાળમાં વધુ અભ્યાસ માટે આગળ વધવાની તૈયારી કેશવનું દેશભક્તિનું હૃદય ક્રાંતિકારીઓ અને કેન્દ્રના તે મધપૂડાઓના દર્શન માટે તરસ્યું હતું.

ડો. હેડગેવાર ધ યુગ નિર્માતા :

ડો.હેડગેવાર બોલવા કરતા કાર્ય કરવામાં માનતા હતા. તેમના લખાણો બહુ જૂજ જોવા મળશે. ડો. હેડગેવારને વીસમી સદીના યુધિષ્ઠિર કહી શકાય. એક યુગપુરુષ તરીકે અને એક મહામાનવ તરીકે તેમણે પોતાની જાત હિન્દૂ રાષ્ટ્રનું નિર્માણ કરવા સમર્પિત કરી.  તેમની હિમતવાન છતાં પ્રિયા વ્યક્તિત્વને કારણે, કેશવને બધા વિદ્યાર્થીઓ દ્વારા પણ ગમ્યું. તેઓ તેમના અભ્યાસ અને નમ્રતાને કારણે શિક્ષકોના પ્રિય હતા.

દેશમાં સરકારી સંસ્થાઓમાંથી હાંકી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને ચાલુ રાખવા માટે મદદ કરવા માટે તેમના અભ્યાસ બંગાળમાં, ખાસ કરીને બાબુ ઔરોબિંદો ઘોસ, રાસબહેરી જેવા નેતાઓ ધોઝ, બેરિસ્ટર સુરેન્દ્રનાથ બંધોપાધ્યાય અને અન્ય લોકોએ રાષ્ટ્રીય સ્થાપના કરી હતી. યુનિવર્સિટીએ  સિલેબિ દોરવા, પરીક્ષાઓ યોજવા અને એવોર્ડ આપવા માટે વિદ્યા-ગૃહ તરીકે ઓળખાતું હતું.

રાષ્ટ્રીય  સવયંસેવક સંઘની સ્થાપના :

૧૯૨૦ના દશકમાં હેડગેવારે રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) માં સક્રિય ભૂમિકા ભજવી હતી,  પણ તેની નીતિઓ અને આંતરિક ખટપટો તેમને ગમી નહિ. ૧૯૨૩માં ફાટી નીકળેલા હિન્દૂ મુસ્લિમ દંગાઓને કારણે એક નવા રાષ્ટ્ર-નિર્માણની સંકલ્પના તેમના વિચારોમાં આકાર પામી. લોકમાન્ય બાળગંગાધાર તિલક અને સ્વાતંત્ર્યવીર સાવરકરના લખાણોની તેમના પાર ઊંડી અસર પડી. તેમનો વિચાર હતો કે હિન્દુઓનો સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનાં પાયા પાર ભારતીય રાષ્ટ્રવાદ રચાવો જોઈએ.

વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંઘઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ભલે મહારાષ્ટ્રમાં થઇ હોય પરંતુ માત્ર કેટલાક વર્ષો બાદ તેની પટકથા કાશીમાં લખવામાં આવી હતી. તેનું પરિણામ એ આવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડો.કેશવ બલિરામ હેડગેવાર એ વર્ષ ૧૯૩૧માં ૧૧ માર્ચના રોજ કાશી આવ્યા હતા અને ૧૩ માર્ચના રોજ ત્યાં શાખા લગાવી હતી, સંઘનું ૯ દાયકા પૂર્વનું કાશીથી પ્રારંભ થયેલું જોડાણ દિન પ્રતિદિન વિસ્તરણ કરી રહ્યું છે અને હાલમાં દેશના સુધી મોટા સ્વયંસેવકોના સંઘ તરીકે પ્રસ્થાપિત થયું છે. ડો. હેડગેવાર એ ધન ધનેશ્વર મંદિર પ્રાઇસરમાં સાંજે લગતી શાખા શરુ કરી, શખામ આ પ્રારંભમાં મોટા ભાગે પ્રૌઢ વર્ગ જોડાતો હતો, ડો. હેડગેવાર કાશીમાં અંદાજે  ૨૨ દિવસ રહીને રોજ સંઘ ને વધુ મજબૂત કરવા માટે લોકોને મળતાં  હતા. લોકોને સંઘમાં જોડ્યા બાદ તન-મન-ધનથી સંઘનું કાર્ય કરવા માટે શબ્દાવલી તૈયારી કરીને પ્રતિજ્ઞા પણ કરાવી. આ દરમિયાન કાશીમાં પ્રથમ સંઘચાલકની જવાબદારી બાબા સાહેબ દામલેને સોંપવામાં આવી, નોંધનીય છે કે ડો.કેશવ બલિરામ હેડગેવારે ૧૯૨૫ના વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનનો પાયો નાખ્યો હતો, તે એક તરફ ભારતના દરેક ખૂણે પહોંચી ચૂક્યું છે અને બીજી તરફ દુનિયામાં જે દેશોમાં હિન્દુઓની વસ્તી છે, ત્યાં પણ અસ્તિત્વમાં છે.

ડો. હેડગેવારે પોતાનું સમગ્ર જીવન અસ્ત્રાની સેવામાં સમર્પિત કરેલ ક્રાંતિકારીઓ, કોંગ્રેસ અને હિન્દૂ મહાસભા તમામની સાથે તેમના સંબંધો સારા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના ૧૯૨૦ના અધિપેક્શનમાં તે કોંગ્રેસ સેવાદળ ના સર્વોદય પદાધિકારી હતા. ૧૯૨૯માં સત્યગ્રહ માં ભાગ લેવા બાદલ તેમને જેલવાસ તહ્યો હતો.

હેડગેવારનું સ્પષ્ટ પાને માનવું હતું કે, હિન્દુઓએ દબાઈને રહેવું જોઈએ નહિ. તેમને એવું અનુભવેલું કે હિંદુઓ પરસ્પર વિભાજીત હતા જે આજે પણ છે, જ્યાં સુધી હિંદુઓમાં એકતા નહિ આવે અને સૈનિકો ચિત ઉત્સાહ નહિ આવે ત્યાં સુધી ઉન્નતિ અશક્ય છે. ૧૯૨૫ માં ૨૯મી સેપ્ટેમ્બરે રાષ્ટ્રીય સ્વયં સેવક સિન્ધની સ્થાપના કરીને તેમને કહ્યું, “કોઈ વ્યક્તિ કે ભગવાન નહિ, કેસરી ઘ્વાજ સંઘ નો ગુરુ છે. સંધના સ્વયંસેવક ગુરુદક્ષિણાના રૂપે સાંઢને આર્થિક  સહાય કરી શકે અને સાર સંઘ ચાલાક તેના મુખ્ય સમાહર્તા રહેશે.

“સ્વયંસેવકની કલ્પના “

સ્વયંસેવકો જેઓ પોતાની મરજીથી અને પ્રતીક્ષા કાર્ય વિના દેશની સેવા કરવા આતુર છે. “એક સ્વયંસેવક તે છે જે સર્વાંગી ઉત્કર્ષ માટે પ્રેમપૂર્વક પોતાનો જીવ આપે છે રાષ્ટ્ર.  આવા સ્વયંસેવકોને બનાવવું અને ઘાટ બનાવવું એ સંઘનું લક્ષ્ય છે. આ  છે સંઘમાં “સ્વયંસેવક” અને  “નેતા” વચ્ચેનો તફાવત.  બધા સ્વયંસેવકો છીએ અને તેથી સમાન છે. બધાને સમાન પ્રેમ એન્ડ આદર  કરીએ છીએ. આ હકીકતમાં સંઘની આવી નોંધપાત્ર વૃદ્ધિનું રહસ્ય છે કોઈપણ સહાય, પૈસા અથવા પ્રસિદ્ધિ વિના ટૂંકા ગાળા માં પ્રગતિ .”

૧૯૩૯ની આર.એસ.એસ.ની મિટિંગમાં હેડગેવાર અને તેમના અન્ય અનુયાયીઓ

૧૯૨૫માં વિજયા દશમીને દિવસે હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ હિન્દૂ સમાજના સંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પુનર્જીવન દઈ સમાજનું પુનર્ગઠન કરવાનો અને તેના દ્વારા દેશને વિદેશી અધિપત્યથી છોડાવવાનો હતો. તેમને આ સંગઠન માટે ‘રાષ્ટ્રીય’ શબ્દ પસંદ કર્યો કેમકે તેઓ હિન્દૂ તરીકેની ઓળખને રાષ્ટ્રીયતા સાથે પ્રતિપાદિત કરવા ધIરતા હતા. આ વાતની પુષ્ટિ તેમની શાખાની સભાને અંતે ગવાતી પ્રાર્થના દ્વારા થઇ શકે છે. ૧૯૩૬માં તેમને સંસ્થાની મહિલાશIખાની શરૂઆત કરી.

ભૈયાજી દાની, બાબા સાહેબ આપ્ટે, બાળાસાહેબ દેઓરસ અને મધુકર રાવ ભાગવત આદિ તેમના શરૂઆતી અનુયાયીઓ હતા, નાગપુર અને આસપાસના ક્ષેત્રોમાં સંઘ શક્તિશાળી બનવા લાગ્યો અને અમુક સમયમાં તે અન્ય પ્રાંતોમાં પણ ફેલાવા લાગ્યો. હેડગેવાર ઘણી જગ્યાએ ફર્યા અને યુવકોને સંઘના કાર્યમાં સહભાગી થવા આમંત્રણ આપતા. ધીમે ધીમે તેમના ઓળખીતાઓ તેમને પ્રેમ થી ડોક્ટરજી ના હુલામણા નામે સંબોધવા લાગ્યા. તેમની હાકલ થતા સંઘના સ્વયંસેવકો અભ્યાસ માટે કાશી અને લખનઉ જેવા શહેરોમાં ગયા અને ત્યાં પણ સંઘની શાખાઓ સ્થાપી. નાગપુર પછી અન્ય સ્થળોએ સંઘની શાખા સ્થાપીને પુરા દેશમાં તેનો વિસ્તાર કરવામાં આવ્યો

ગાંધીજી સંઘની મુલાકાતે

1934 ની ૨૩મી ડિસેમ્બરે જ્યારે ગાંધીજીએ વર્ધા શાખાની મુલાકાત લીધી ત્યારે તેમને સંઘના સ્વયંસેવકોની નિષ્ઠાના  વખાણ કર્યા, ઉપરાંત તેમને જોયું કે ત્યાં અસ્પૃશ્યતાનું નામનિશાન નહોતું. તેમણે ડોક્ટર સાહેબને ખૂબ જ અદ્ભુત કહી શકાય તેવું સંગઠન બનાવવા માટે ધન્યવાદ આપ્યા. દેખીતી રીતે ગાંધીજીને આશ્ચર્યથી લેવામાં આવ્યા હતા. તે જ આશ્ચર્યજનક સ્વરમાં તેmમને કહ્યું, “હું જોઉં છું – તમે છો અપરિણીત! બહુ સારું. તે તમે પ્રાપ્ત કરેલી સફળતાની નોંધપાત્ર ડિગ્રીને સમજાવે છે આવા ટૂંકા ગાળામાં!

અંતે, ડોક્ટરજીએ કહ્યું, “મેં સંભવત તમારો વધુ સમય લીધો છે. મને કોઈ શંકા નથી કે, તમારા આશીર્વાદ સાથે, અમારા પ્રયત્નો સફળ થશે. અમને હવે તમારી રાજા લેવાની મંજૂરી આપો.

ગાંધીજી વિદાય આપવા માટે દરવાજે આવ્યા અને કહ્યું, “ડોક્ટરજી, તમારા પાત્ર સાથે અને ઈમાનદારી, તેમાં કોઈ શંકા નથી કે તમે સફળ થશો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પછી રાજનૈતિક પ્રવૃત્તિઓ :

૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પછી હેડગેવારે , સંઘને ભારતીય સ્વતંત્રતા ચળવળથી દૂર રાખ્યો. બ્રિટિશ વિરોધી જાહેર જાય એવી કોઈ પણ રાજનૈતિક પ્રવૃત્તિથી સંઘ દૂર રહ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લેખક સી.પી.ભીષિકાર લખે છે કે, “સંઘની સ્થાપના પછી, ડૉક્ટર સાહેબે તેમના ભાષાનો માત્ર હિન્દૂ સંગઠન પર જ કેન્દ્રિત રાખ્યા હતા. તેમાં સરકાર ઉપર સીધી ટિપ્પણીઓ નહિવત હતી.”

૧૯૨૯ના લાહોરઅધિવેશનમાં જયારે મહાસભા (કોંગ્રેસ)એ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો અને ૨૬ જાન્યુઆરી ૧૯૩૦નો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ત્યારે હેડગેવારે સંઘની શાખાઓ માટે પરિપત્ર જાહેર કર્યું જેમાં તેમને તે દિવસે ત્રિરંગા ઘ્વાજને બદલે ભગવો ઝંડો ફરકાવી પ્રાર્થના કરવાનું જણાવ્યું હતું. માત્ર ૧૯૩૦ના વર્ષે જ સંઘે ૨૬ જાન્યુઆરી ઉજવી, ત્યાર બાદ આ ઉજવણી બંધ થઇ. પરંતુ દેશમાં ૨૬ જાન્યુઆરી ઉજવાતી રહી અને પ્રાયઃ તેના પરિણામ સ્વરૂપ લોકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતો. સી.પી.ભીષિકાર આગળ જણાવે છે કે (એપ્રિલ ૧૯૩૦માં), મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ સત્યાગ્રહ કરવાની હાકલ પડી હતી. ગાંધીજીએ જાતે દાંડી યાત્રા કરી મીઠાનો સત્યાગ્રહ કર્યો. આમI ડો. હેડગેવારે નિજી ધોરણે ભાગ લેવાનું નક્કી કર્યું અને સંઘને સત્તાવાર રીતે સ્વાતંત્ર્ય ચળવળથી દૂર રાખ્યો. તેમને દરેક સ્થળે માહિતી મોકલાવી કે સંઘ સત્યાગ્રહમાં ભાગ નહિ લે. તેમ છતાં જે લોકો નિજી ધોરણે ભાગ લેવા માંગે તમને પાર કોઈ રોક નથી, આની અર્થ એવો થયો કે સંઘનો કોઈ પણ જવાબદાર કાર્યકર સત્યાગ્રહમાં ભાગ ના લઇ શકે.

ભારતમાં સ્વતંત્ર સંગ્રામમાં પાત્ર-પ્રક્રિયાઓની ભૂમિકા મૂળ મહત્વપૂર્ણ હતી અને પત્રકારિતા નો ઉપયોગ શાસ્ત્રના રૂપ માં કરવામાં આવતો. વર્તમાન સમયમ આ ડિજિટલ પ્લેટફોર્મ, સોશ્યિલ મીડિયા પણ મૂળ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. નારાયણરાવ વૈદ્ય, એ બી કોળાત્કાર અને ડો.હેડગેવારે “સ્વતંત્ર” નામના મરાઠી દૈનિકનો પ્રારંભ કર્યો. ડો. હેડગેવારના કુશળ સંપાદન કાર્ય થાકી તે મૂળ લોકપ્રિય છાપું બની ગયું. હિન્દુત્વ હિન્દુસ્તાનની પરિકલ્પના શ્પશ્ટ કરવા તથા રાષ્ટ્ર કલ્યાણ હેતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઇ.

હેડગેવાર હંમેશા ભાર મુક્ત કે ૧૯૩૦ની સવિનય કાનુન ભંગની ચળવળમાં તેમને અંગત રીતે ભાગ લીધો હતો,  ના કે આર.એસ.એસ કાર્યકર તરીકે. તેઓ આર.એસ.એસ.ને રાજનીતિથી દૂર રાખવા માંગતા હતા.

જાન્યુઆરી ૧૯૩૩ માં સંક્રાંતિની ઉજવણી. તેમનેસંઘના કાર્યની પ્રશંસા કરી.તે પ્રસંગે સંઘની નીતિને સખ્તાઈથી સમજાવતી વખતે ડોક્ટરજીએ કહ્યું:

”સંઘ રાજકારણથી અલગ છે. તે હિન્દૂ સમાજને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે અને નફરત કોઈ માટે નહીં. હિન્દૂ સમાજ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અસ્તિત્વમાં આવ્યો છે. સંઘ કોંગ્રેસ સાથે સહકાર આપશે.સંઘ એટલે હિન્દુઓની સંઘઠિત શક્તિ. હિન્દૂ કોઈ ધર્મ નથી, એ જીવન જીવવાની રીત છે. એટલે હિન્દુઓનું સંગઠિત થવું ખુબ જરૂરી હતું. ડો.હેડગેવારનું સ્પષ્ટપણે માનવું હતું કે, શક્તિ સંગઠનમાં છે. આથી તેમણે હિન્દુઓની અજેય શક્તિને એક સંગઠનના માધ્યમથી એકત્રિત કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી.

૧૯૨૨માં વીર સાવરકરે હિન્દુત્વ નામના એ સંદર્ભ ગ્રંથ ની રચના પણ કરી હતી. હિન્દૂ રાષ્ટ્રની પરિકલ્પના  ખુબ જ શ્પશ્ટ હતી. વિવેકાનંદ ની પણ રાષ્ટ્ર માટેની અવધારણા આવી જ હતી. વિશુદ્ધ દેશભક્તિ થી પ્રેરિત, વ્યક્તિગત અહંકારથી મુક્ત, શિસ્તબદ્ધ તથા સંસ્કારી લોકોનું સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ.

ડો.હેડગેવારે સંઘના સભ્યપદ માટે કોઈ ફી રાખી ના હતી. અન્ય સંગઠનો આર્થિક સ્વાવલંબન મેળવવા માટે સાદ્રશ્ય ફી લઈને સભ્ય બનાવતા. કાળક્રમે સંઘ શિક્ષા વર્ગ/અધિકારી પ્રશિક્ષણ શિબિર વેગેરેના ઉપક્રમે સંઘનો વિસ્તાર વધતો ગયો. આ પ્રશિક્ષણની શરૂઆત (ઓ.ટી.સી.) ૧૯૨૯માં થઇ. સંઘની સ્થાપના ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે થઇ. ત્યારબાદ સંઘનો વિસ્તાર વધારવા (પ્રચારક) જે સંઘઠનની મુખ્ય ધરી છે તેમાં લોકો જોડાવા મંડ્યા.

૧૯૩૯માં સંઘની એક મહત્વપૂર્ણ બેઠકમાં સંઘના નિયમો, સંઘની પ્રાર્થના, પ્રતિજ્ઞા વગેરે નક્કી કરવામાં આવ્યા. સંઘનું સૂત્રબદ્ધ સંચાલન કરવા માટે ડો.હેડગેવારને સરસંઘચાલક ના પદ પર બિરાજવાનો સામુહિક રીતે સામુહિક રીતે નિર્ણય લેવાય છે. ત્યારબાદ સહકાર્યવાદ (મહાસચિવ) અને સરસેનાપતિ બે પદોની ઘોષણા થાય છે.

ડો.હેડગેવારના શબ્દોમાં, “પ્રત્યેક ભારતીય, ભલે તે કોઈ ધર્મ માં માનતા હોય, હિન્દૂ છે. તમામ ભારતીય હિન્દૂ છે અને તેમની એ ફરજ છે કે રાષ્ટ્ર ને પ્રતિ વફાદાર રહે.”

સંઘ સ્વયંસેવકો માટે છ ઉત્સવો પસંદ કાર્ય છે. વિજયાદશમી, મઅકરસંક્રાંતિ, વર્ષ-પ્રતિપદા, ગુરુ પૂર્ણિમા અને રક્ષાબંધન. દરેકે શાખાઓમાં આ ઉત્સવો મનાવવામાં આવે છે. આ ઉપરાંત હિન્દૂ સામ્રાજ્ય દિવસ પણ મનાવવામાં આવે.

સંઘની પ્રાર્થના શરૂઆતમાં હિન્દી-મરાઠી મિશ્રિત હતી. ત્યારબાદ ૧૯૩૯માં સંસ્કૃત ભાષામાં રચેલી પ્રાર્થના અને આદેશો બન્યા.

તેમ છતાં સંઘના આદર્શ તેમજ શાખા દ્ધારા તેના વાસ્તવિકતાની કલ્પના  કરવામાં આવી હતી અને ડોક્ટરજી દ્ધારા કામ કરવામાં આવ્યું હતું , તેમણે સંઘને તેમની વ્યક્તિગત  રચના તરીકે કયારેય માન્ય ન હતા . તે  હંમેશા તેને એક સામૂહિક પ્રયાસ તરીકે વર્ણવતા કહ્યું ,” એમ સંઘની શરૂઆત  કરી છે .” પરંતુ તેની ખાતરી કરવા માટે  સરળ કામગીરી , કેન્દ્રીયકરણ અને દિશા  નિર્દેશન  કરવી અનિવાર્ય હતું. આ માટે કારણસર, doctor જી ને  યોજાયેલા બાયથકમાં સંસ્થાના . ઔપચારિક  ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેમણૅ સંઘના કાર્યોની અધ્યક્ષતા માટે વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકોને આમત્રંણ આપ્યું. જાણ વિરોધને એકત્ર કરવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ડોક્ટરજીએ માટે ક્રુસેડ  શરુ કરી  અસંખ્ય પ્લેટફોર્મ પરથી સંઘ દર્શનનો પ્રચાર. સી.પી.ના  ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સર મોરોપંત જોશીને અધ્યક્ષસ્થાને આમંત્રણ અપાયું હતું.

નિર્ણાયક રાષ્ટ્રીય મુદ્દા અંગે સંઘની નીતિ  સ્પષ્ટ પ્રકાશ પડે છે:”હિન્દુ સંસ્કૃતિ એ હિન્દુસ્તાનનો જીવન શ્વાસ છે.તેથી તે સ્પષ્ટ છેક જો હિન્દુસ્તાન છે સુરક્ષિત રહેવા માટે, અપને પહેલા હિન્દુ સંસ્કૃતિનું પોષણ કરવું જોઈએ. જો હિન્દુ સંસ્કૃતિ નાશ પામશે. હિન્દુસ્તાન પોતેજ, અને જો હિન્દુ સમાજનું અસ્તિત્વ બંધ થઈ જાય, તો તે ભાગ્યે જ યોગ્ય રહેશે.

જાન્યુઆરી ૧૯૩૩ માં સંક્રાંતિની ઉજવણી. તેમનેસંઘના કાર્યની પ્રશંસા કરી.તે પ્રસંગે સંઘની નીતિને સખ્તાઈથી સમજાવતી વખતે ડોક્ટરજીએ કહ્યું:

”સંઘ રાજકારણથી અલગ છે. તે હિન્દૂ સમાજને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે અને નફરત કોઈ માટે નહીં. સરકારના આદેશથી મને આશ્ચર્ય થઇ છે.

વિજ્યા દશમી 23 ઓક્ટોમ્બર 1928 ના રોજ ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી હતી યુનિફોર્મમાં સ્વયસેવકોની પરેડ અને ભાગીદારી દ્ધારા વધારાની ચમક હસ્તગત કરી. વિઠ્ઠલભાઈ  પટેલના  કદના રાષ્ટ્રીય નેતાઓ. કેટલાક પાંચથી છસો સ્વંયસેવકો  પરેડમાં ભાગ લીધો હતો . તેમના ઉચ્ચ  શિસ્તબદ્વથી વિઠ્ઠલભાઈ પટેલ ભારે આનંદિત થયા.

ડોક્ટરજી સિનિયર રાષ્ટ્રીય સહનિભૂતિ , સદ્રવના  અને સહકાર મેળવવા માટે ઉત્સુક હતા નેતાઓ. આ અંતને ધ્યાનમાં  રાખીને  તેઓ કોલકતામાં  સુભાષચંદ્ર  બોઝને  મળ્યા (1928) .ડોક્ટરજી તે સમયે કેન્દ્રીય પ્રાંતની કાર્યકારી  સમિતિના સભ્ય હતા. અખિલ ભારતીય કોંગ્રેસનું એકમ, અને તેના વાષિક  સત્રમાં  ભાગ  લેવા  કલકતા ગયો હતો. સુભાષ તે સમયે  કલકત્તાના મેયર હતા. માત્ર દસ  મિનિટ માટે ફાળવવામાં આવી હતી. ડોક્ટરજીની તેમની સાથે મુલાકાત. પરંતુ  એકવાર તે બંને વાર્તાલાપના  પ્રવાહમાં આવી ગયા. ઘડિયાળ બેમાંથી કોઈએ  પણ તેની નોંધ લેતા  નથી. ત્યાં વિસ્તૃત ચર્ચા થઈ હતી અને મંતવ્યોની  આપ-લે. ડોક્ટરજીના શોધ  પ્રશ્નોના જવાબો અને સવિનય વિચારણા થ સુભાષને deeply  પ્રભાવિત કર્યા. અંતે ડોક્ટરજીએ સુભાષને તેમનો સંધને સક્રિય  સમર્થન વધારવા વિનંતી કરી

સુભાસબાબુએ જવાબ  આપ્યો, ” ડોક્ટરજી , તેમ જે કહ્યું છે તેનાથી હું સંપૂર્ણ સંમત છું . તેમાં કોઈ શંકા નથી . તમારું રાષ્ટ્રને મુક્ત કરવાની એકમાત્ર અસરકારક પદ્ધતિ છે. પરંતુ હું પહેલેથી જ ખુબ જ vyast vyasbbbbbbvyast છું. એજ રીતે ૧૯૨૫માં ડૉક્ટર જી સુભાષ ચંદ્ર બોઝને કલકત્તા માં મળેલા. સુભાષચંદ્ર સંઘ અને તેની કાર્યશૈલીથી ખૂબ પ્રભાવિત થયેલા.

પંડિત મદન મોહન માલવિયાજી પણ એક પ્રખર રાષ્ટ્ર ભક્ત હતા. ડોક્ટરજીએ તેમને એક વખત મોહિતે વાળાની શાળા માં આમંત્રણ આપ્યું. તેમને ડોક્ટરજીને કહેલું, “ડૉક્ટર સાહેબ મને લોકો “રાજવી  ભિખારી” તરીકે બોલાવે છે. જો આપ પરવાનગી આપો તો હું સંઘ માટે પણ અનુદાન એકઠું કરવા લાગી જાઉં .” ડૉક્ટર સાહેબે તેમને જવાબ આપ્યો, “પંડિતજી સંઘ ને પૈસાની નહિ, આપના આશિરવાદની જરૂર છે.”

આ સામહદીને પંડિતજીને ખૂબ આશ્ચર્ય થયેલું તેમને કહ્યું ડૉક્ટર સાહેબે તમારો અભિગમ જુદો છે. તમે હૃદયને અને માનવીય અભિગમને પ્રથમ સ્થાન આપેલું છે. જે મને આજીવન યાદ રહેશે.

પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન દરમિયાન જાહેરાત કરી  કે,  ભારત એક હિન્દૂ રાષ્ટ્ર છે. ભાગવતે જાહેરાત કરી, “અમે બધું બદલી શકીએ છીએ. તમામ વિચારધારાઓ બદલી શકાય છે. પરંતુ માત્ર એક ચીજ ના બદલી શકાય, એ એવી છે કે ‘ભારત એક હિન્દૂ રાષ્ટ્ર છે.”

-ડો.હેડગેવાર જ્યાં સુધી કોંગ્રેસનું સ્વરૂપ રાષ્ટ્રીય હતું ત્યાં સુધી કોંગ્રેસના સભ્ય હતા, જ્યારથી કોંગ્રેસ એક પાર્ટીનું સ્વરૂપ થઇ ગઈ ત્યારે તેમણે કોંગ્રેસ નું સભ્યપદ છોડી દીધું. ડો.હેડગેવારના શબ્દોમાં “હિન્દુસ્તાન એ કોઈ સ્થાન, જમીન નો ટુકડો નથી, એક રાષ્ટ્ર છે. આ હિન્દૂ રાષ્ટ્ર  છે, સંસ્કૃતિ, ધર્મ, ઇતિહાસ અને પરંપરાથી રાષ્ટ્ર બને છે.” ઇતિહાસના પ્રથમ પાને પણ આનું નામ હિન્દુસ્તાન, આર્યાવર્ત, ભરતખંડ છે. હિંદુઓ જન્મથી ઉદાર છે. આ દેશમાં એવી હસ્તીઓ થઇ ગઈ છે કે જે કવચ અને કુંડળ આપીને પણ પોતાના જીવનનો અંત સુનિશ્ચિત કરે છે.

આત્મભાવત સર્વભૂતેષુ જેવી ઉદાર વૃત્તિ હિન્દુઓની છે. વિદેશી લોકો અહીં આવી શકે છે. પરંતુ તેઓએ એ સમજવું જોઈએ કે તે હિન્દુઓના હિન્દુસ્તાનમાં છે.”

સંઘની પ્રવૃત્તિઓને બિરદાવનારા અન્ય કોંગ્રેસીઓમાં જવાહરલાલ નહેરુ, જયપ્રકાશ નારાયણ, પ્રણવ મુખરજી વાગે મુખ્ય છે.

મૃત્યુ અને વારસો :

જીવનના પાછલાં ભાગમાં તેમની તબિયત બગાડવા લાગી. તેમને પ્રાયઃ પીઠનો દુખાવો રહેતો. તેમને સંઘની સત્તાઓ એમ.એસ.ગોલવલકરને સોંપી, જેઓ આગળ જતા રાષ્ટ્રીય સવયંસેવક સંઘના સંઘચાલક બન્યા. ૧૯૪૦માં ગરમ પાણીના ઝરાના ઉપચાર માટે તેમને બિહારના રાજગૃહીમાં લઇ જવામાં આવ્યા.

ડો.કેશવરાવ બલિરામ હેડગેવાર ૧૯૨૫થી ૧૯૪૦ એટલે કે પોતાના જીવનના આખરી શ્વાસ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પણ રહ્યા છે. ૨૧ જૂને-૧૯૪૦ના રોજ ડો. હેડગેવારનું નાગપુરમાં નિધન થયું હતું. તેમની સમાધિ રેશમબાગ નાગપુરમાં આવેલી છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. આર.એસ.એસ. આજે જે સ્થિતિમાં છે, તેના માટે ડો. હેડગેવારે પોતાના તન, મન અને ધન જ નહિ, પણ જીવનના ક્ષણ-ક્ષણ આપીને જે કિંમત ચૂકવી છે તેને સમાજનું આ મૂલ્ય સ્થાપિત થયું છે કે સંગઠક હોય તો ડો. હેડગેવાર જેવા હોય.

૧૯૪૦માં તેમને સંઘ શિક્ષા વર્ગમાં સ્વયંસેવકોને છેલ્લું ઉદબોધન કર્યું. તેમાં તેમને જણાવ્યું કે, ‘આજે હું મારી આંખ સમક્ષ એક સક્ષમ હિન્દૂ રાષ્ટ્ર જોઈ રહ્યો છુ.’

આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે મૂલ્યો, સંસ્કારો, શિસ્તબદ્ધતા, એકતા, સમાજ માટે સક્રિય ભૂમિકા નિભાવવાની ભાવના છે તે સર્વ ગુ ણો  ડો.કેશવ બલિરામ હેડગેવારને કારણે જ શાખાના દરેક સ્વયંસેવકોમાં જોવા મળે છે.

આમ ડૉક્ટર સાહેબે સન્યાસીના કપડા ઘાતક ના કરવા છતાં, એક સામાન્ય માણસની જેવી જિંદગી જીવીને પણ દેશ માટે પથદર્શક બની રહ્યા. ડૉક્ટર સાહેબે સામાજિક કાર્યકરોની એક આખી પેઢી જેની રાગે રાગમાં રાષ્ટ્ર ભક્તિ ભરી હોય તેવી પેઢી તૈય્યાર કરી. અને તેમને રોપેલું બીજ આજે પેટ વૃક્ષ બનીને તેમની કલ્પનાઓ સાકાર કરવા કટિબદ્ધ છે. પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરવાનું હોવાથી ડો.કેશવે નક્કી કર્યું હતું કે આજીવન લગ્ન ના કરવા.

ડો.હેડગેવારે દેશભક્તિના જે ૧૦ સૂત્રો બતાવ્યા છે તે નીચે મુજબ છે….

૧. દેશભક્તિનો અર્થ – જે ધરતી અને સમાજ માટે જન્મ લીધો હોય તે ભૂમિ માટે આપણા માં આત્મીયતા અને પ્રેમ હોવો જોઈએ.

૨. સમાજમાં આપનો જન્મ થયો હોય તેની પરંપરા અને સંસ્કૃતિના પ્રત્યે પ્રેમ, સન્માન અને અંદર હોવો જોઈએ.

૩. સમાજના જીવન મૂલ્યો પ્રતિ વિવેકપૂર્વક નિષ્ઠા હોવી જોઈએ.

૪. સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સંપૂર્ણ સમર્પણની ભાવના હોવી જોઈએ.

૫. સમષ્ટિગત દૃષ્ટિકોણ જે બધાના હિતમાં હોય.

૬. સાંસારિક પ્રલોભનો થી દૂર રહીને માતૃભૂમિની સેવા કરવી.

૭. વ્યક્તિગત હિતોને પ્રાધાન્ય ના આપીને રાષ્ટ્ર કલ્યાણ ની ભાવના ને પ્રાધાન્ય એવું.

૮. માતૃભૂમિ માટે પરમાર્થમાં લિન રહેવું.

૯. સમાજ અને રાષ્ટ્રને સર્વોપરી માનીને તેની આરાધના કરવી.

૧૦. સમગ્ર સમાજમાં એકાત્મતાની ભાવના નો પ્રચાર-પ્રસાર કરવો.

 

સરસંઘચાલક :

૧. ડો.હેડગેવાર – ૧૯૨૫ થી ૧૯૩૦ અને  ૧૯૩૧ થી ૧૯૪૦

૨.લક્ષ્મણ વાસુદેવ પરાંજપે – ૧૯૩૦ થી ૧૯૩૧

૩. માધવ સદાશિવ ગોલવલકર – ૧૯૪૦ થી ૧૯૭૩

૪. મધુકર દત્તાત્રેય દેવરસ – ૧૯૭૩ થી ૧૯૯૪

૫. રાજેન્દ્ર સિંહ – ૧૯૯૪ થી ૨૦૦૦

૬. કુ. પલ્લી સીતારામૈયા સુદર્શન – ૨૦૦૦ થી ૨૦૦૯

૭. મોહન મધુકર ભાગવત – ૨૦૦૯ થી ……

 

સંઘની મુખ્ય રાષ્ટ્રીય સંસ્થાઓ –

-ભારતીય જનતા  પાર્ટી, -ભારતીય મજુર સંઘ, -અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, -વનવાસી કલ્યાણ આશ્રમ, -કિસાન સંઘ, -સ્વદેશી જાગરણ મંચ, -સામાજિક સમરસતા મંચ, -ભારતીય ઇતિહાસ સંશોધન સમિતિ, -સેવાભારતી, -વિદ્યાભારતી, -સંસ્કાર ભારતી, -ક્રીડાભારતી, -સહકાર ભરતી અને ભારતીય વિકાસ પરિષદ

 

તેમનું નામ અપાયેલ સંસ્થાઓ :

  • શ્રી કેશવ કો-ઓપેરાટીવે સોસાયટી લિ. જૂનાગઢ, ગુજરાત
  • ડો.હેડગેવાર ઇન્સ્ટિટ્યૂટે ઓફ મેડિકલ સાયન્સસ એન્ડ રિસેર્ચ (ધીમસર), અમરાવતી
  • ડો.હેડગેવાર શિક્ષણ પ્રતિસ્ઠા ન, અહમેદનગર
  • ડો.હેડગેવાર હાઇ સ્કૂલ, ગોવા
  • ડો.હેડગેવાર આરોગ્ય સંસ્થાન, કારકરદુમાં, ન્યૂ દિલ્હી
  • ડો.હેડગેવાર હોસ્પિટલ, ઔરંગાબાદ

 

આવો આપણે આજના તેમના જન્મદિવસે આ યુગપુરુષે સેવેલા સ્વપ્નને સાકાર કરવા અખંડ ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માતામાં આપણાથી થઇ શકે તેટલું યોગદાન આપીયે.

(ડો. મયંક ત્રિવેદી- લાઈબ્રેરીયન, એમ.એસ. યુનિવર્સિટી)