મળો સોફિયાને… સાઉદી અરેબિયાનું નાગરિકત્વ મેળવનાર પ્રથમ રોબોટને

એનું નામ સોફિયા છે. એ દેખાવે એકદમ હોલીવૂડ અભિનેત્રી ઓડ્રે હેપબર્ન જેવી લાગે છે અને વાતચીત કરતી વખતે ચહેરા પર હાવભાવ પણ પ્રદર્શિત કરે છે. એની પાસે દરેક સવાલનો જવાબ છે. આ છે, સાઉદી અરેબિયાનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર પ્રથમ રોબોટ.

સોફિયા, એ માનવ સ્વરૂપનો રોબોટ છે જે હેન્સન રોબોટિક્સ કંપનીએ બનાવ્યો છે.

ગયા મંગળવારે સાઉદી અરેબિયાના પાટનગર રિયાધમાં એક પરિષદમાં બિઝનેસ ક્ષેત્રના લેખક, પત્રકાર અને કાર્યક્રમના મોડરેટર એન્ડ્રૂ રોસ સોર્કિને એનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

હ્યુમનોઈડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટ – સોફિયાએ પોતાને નાગરિકત્વ આપવા બદલ સાઉદી અરેબિયાની સરકારને થેંક્યૂ કહીને એનો આભાર માન્યો હતો.

કોઈ વ્યક્તિને કોઈ દેશનું નાગરિકત્વ આપવામાં આવે એ તો સામાન્ય બાબત છે, પણ કોઈ દેશ રોબોટને નાગરિકત્વ આપે એવો દુનિયામાં આ પહેલો જ પ્રસંગ બન્યો છે. સોફિયાએ પોતાનાં અભિવાદન સંબોધનમાં કહ્યું કે, હું મારાં આ વિશિષ્ટ ગૌરવ બદલ સ્વયંને ખૂબ સમ્માનિત મહેસુસ કરું છું. કોઈ રોબોટને નાગરિકત્વ દ્વારા ઓળખવામાં આવે એવું આ પહેલી જ વાર બન્યું છે અને આ ઐતિહાસિક પ્રસંગ છે.

તે પરિષદ ભાવિ મૂડીરોકાણને લગતી હતી, જેમાં ૮૫ દેશોના ઈન્વેસ્ટરોએ ભાગ લીધો હતો.

સોફિયા રોબોટ શું કામ કરે થે?

સોફિયા રોબોટની વિશેષતા એ છે કે તે કોઈ વ્યક્તિના દૈનિક કાર્યક્રમો કરી આપવા ઉપરાંત સવાલના જવાબ પણ આપી શકે છે.

સોફિયાએ ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે હું લોકોમાં પરસ્પર વિશ્વાસ વધે એ માટે કરીશ. હું સ્વયંને માનવ મૂલ્યના આધાર પર સંવેદનશીલ બનાવવાની કોશિશ કરીશ.

અરે એણે તો અમેરિકાના અબજોપતિ એલન મસ્કની મશ્કરી પણ કરી હતી. પત્રકારના એક સવાલના જવાબમાં સોફિયાએ એને ટોણો માર્યો હતો, તમે એલન મસ્ક વિશે વધુ પડતું વાંચતા લાગો છો. જો તમે મારી સાથે સારી રીતે પેશ આવશો તો હું પણ તમારી સાથે સારી રીતે પેશ આવીશ.

રિયાધની પરિષદમાં સોફિયા એક વક્તા તરીકે કામ કરી રહી છે.

સોફિયાની વિશેષતા એ છે કે એ કોઈની પણ સાથે નોર્મલ રીતે વાતચીત કરી શકે છે. હોંગ કોંગની હેન્સન કંપનીએ એનામાં માનવીની જેમ વિવિધ પ્રકારની લાગણી પણ ઈન્સ્ટોલ કરી છે. માનવીઓની આંખો તેજ પ્રકાશ અને ઝાંખા પ્રકાશમાં જેમ બદલાતી રહે એવી જ રીતે સોફિયાની આંખો પણ બદલાય છે. એ રોક, પેપર અને સીઝર જેવી ગેમ્સમાં જીતી પણ ચૂકી છે.

વાસ્તવમાં, આ પ્રકારનો હ્યુમનોઈડ રોબોટ બનાવવા પાછળ હેન્સન રોબોટિક્સ કંપનીનો હેતુ કૃત્રિમ ગુપ્તચર કામગીરીને પ્રોત્સાહન આપવાનો છે.

રોબોટ્સની વાત નીકળે ત્યારે સામાન્ય રીતે લોકોને હોલીવૂડની બ્લેડ રનર અને ટર્મિનેટર જેવી ફિલ્મોનાં દ્રશ્યો નજર સમક્ષ તરવરવા માંડે.

રોબોટ બનાવવાના મામલે જાપાન દુનિયામાં બધા દેશો કરતાં આગળ છે એવું સામાન્ય રીતે મનાય છે, પણ રોબોટને નાગરિકત્વ આપીને સાઉદી અરેબિયા મેદાન મારી ગયું છે. કટ્ટરવાદી ઈસ્લામિક દેશ તરીકે પ્રખ્યાત હોવા છતાં આ પગલું ભરીને સાઉદી અરેબિયાએ દુનિયાને ચોંકાવી દીધી છે. સાઉદીના પાટવીકુંવર મોહમ્મદ બિન સલમાને કહ્યું કે અમે અમારા દેશને આધુનિક બનાવવાની યોજના ઘડી છે અને તે અંતર્ગત અમે લિબરલ ઈસ્લામ કમબેક કરે એવું ઈચ્છીએ છીએ.

(માનવ મહિલા જેવી જ દેખાતી હોટ રોબોટ સોફિયા સાથે મુલાકાત)

httpss://www.youtube.com/watch?v=S5t6K9iwcdw