ફેસબૂકનો વિકલ્પ આવી ગયો છે

ત્રણેક વર્ષ પહેલાં બનાવાયેલી એક સૉશિઅલ મીડિયા એપ લોકપ્રિયતામાં અત્યારે ઊછાળો મારી રહી છે. કારણ? તેણે વચન આપ્યું છે કે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામે જે ભૂલો કરી છે તે તે નહીં કરે.‘વીરો’ (vero)આ એપનું નામ. તેની શરૂઆત  વર્ષ ૨૦૧૫માં કરાઈ હતી. લેબેનોનના ઉદ્યોગપતિ આયમાન હરીરીએ તેની સહ સ્થાપના કરી હતી. તેનો જે સંકલ્પ છે તે વપરાશકારોને આકર્ષી રહ્યો છે.  આ એપ હવે આઈફૉન અને એન્ડ્રૉઇડ ફૉન પર ઉપલબ્ધ છે. તાજેતરમાં તેને ખૂબ જ  ડાઉનલૉડ કરવામાં આવી રહી છે.  આ પ્રમાણ એટલું વધુ હતું કે તેના લીધે ટેક્નિકલ પ્રશ્નો સર્જાઈ ગયા હતા.  આ એપ વપરાશકારોને  મૂવી, સંગીત, લિન્ક, સ્થળો અને ફૉટાઓ મૂકવા દે છે અને વાસ્તવિક જીવનનું પ્રતિબિંબ પાડતા સાચા અર્થમાં સૉશિયલ અનુભવનું વચન  આપે છે.
આ એપનું નામ ‘વીરો’ કેમ?ના, એનો ગુજરાતી અર્થ ભાઈ  નથી. એનું અૉનલાઇન જે લખાણ છે તે કહે છે કે અમે એક એવું સૉશિયલ નેટવર્ક બનાવ્યું છે જે તમને તમારી જાત પ્રમાણે જ રહેવા દે છે, (બદલવા પ્રેરતું નથી). આથી નામ વીરો રાખ્યું  છે. તેનો અર્થ સત્ય થાય છે.
લોકો ઘણા સમયથી ફેસબુકથી દુ:ખી હતા જ અને કોઈ સારા વિકલ્પની રાહમાં હતા. માત્ર ફેસબુક જ નહીં પણ સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામથી પણ. તેનું મુખ્ય કારણ તેમાં કરાયેલા ફેરફારો છે. ફેસબુક પર ખોટા સમાચાર ઘણા સમયથી શિરોદર્દ બની ગયા છે. ન્યૂઝ ફીડમાં તાજેતરમાં કરાયેલા ફેરફારના લીધે લોકો હવે તેમા પર ઓછો સમય ગાળે છે. આ જ રીતે ઇન્સ્ટાગ્રામ પણ લોકોના રોષનો સામનો કરી રહ્યું છે.  તેણે પૉસ્ટને તારીખ અને સમયવાર બતાવવાનું બંધ કર્યું છે. લેટલીક પૉસ્ટ તો દેખાતી જ નથી. કેટલીક પૉસ્ટ કેટલાક દિવસો પછી દેખાય છે.
સ્નેપચેટ પર પણ ફેરફારથી આ વર્ષની શરૂઆતમાં લોકોમાં રોષ ફેલાયો હતો અને અૉનલાઇન અરજી પણ કરાઈ હતી. એપે તેનો દેખાવ ઘણો બધો બદલી નાખ્યો જેનાથી દુનિયાભરના વપરાશકારો ગૂંચવાઈ ગયા.
હવે  પ્રશ્ન એ થાય કે તે ફેસબુક વગેરે સૉશિયલ મિડિયાથી કઈ રીતે જુદું પડે છે? ‘વીરો’ ઘણાં બધાં વચનો આપે છે જે વપરાશકારો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આમાંનું સૌથી મોટું વચન છે કે તે જાહેરખબર મુક્ત રહેશે. તે વપરાશકારોની માહિતીની ખણખોદ નહોં કરે અને આલ્ગૉરિધમમાં સતત ફેરફારો કરીને ધરખમ બદલ નહીં કરે. એનો અર્થ કે પૉસ્ટ તારીખ અને સમયવાર બતાવાશે. કોઈ પૉસ્ટને બીજી કોઈ પૉસ્ટ કરતાં વધુ પ્રાથમિકતા નહીં મળે.
તેમાં મિત્રોની ટૂંકી યાદી આપે છે અને તેમાં મિત્રોની યાદી શ્રેણીવાર હોય છે જેમ કે ક્લૉઝ ફ્રેન્ડ્ઝ, ફ્રેન્ડ્ઝ, એક્વેન્ટન્સીસ,અને ફૉલૉઅર્સ-પાછા દરેકનાં સુરક્ષા સેટિંગ અલગ.એપમાં ‘કલેક્શન’ નામનું એક ફીચર પણ છે. તેમાં વપરાશકાર ભવિષ્ય માટે જે સામગ્રી સંગ્રહિત કરવા માગે છે તેની પર્સનલ લાઇબ્રેરી બનાવી શકે છે.
‘વીરો’માં અંગત સંદેશા માચે અલગ વ઼ભાગ બનાવવાના બદલે તેન એપના પર્સનલ ફીડમાં સંકલિત કરાય છે.
આજના જમાનામાં કોઈ ચીજ મફત નથી  મળતી ત્યારે પ્રશ્ન થાય કે  ‘વીરો’ કંપનીને આ બધી સુવિધા જાહેરખબર વગર આપવી કઈ રીતે પોષાશે? તેનો જવાબ છે – લવાજમ ફી. આમ તો એપમું ડાઉનલૉડિંગ મફત છે  પણ તેમામ જોડાયેલા રહેવા વાર્ષિક ફી ચુકવવી પડે છે. પહેલા દસ લાખ વપરાશકારો માટે અત્યારે ખાતાં મફત રહેશે.