બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોત્તર) આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે. જનનાયક (પબ્લીક હીરો) તરીકે લોકોમાં સન્નમાન મેળવનાર કર્પૂરી ઠાકુરની કહાણી પણ રસપ્રદ છે.
કોણ હતા કર્પૂરી ઠાકુર..?
કર્પૂરી ઠાકુરને બિહારના રાજકારણમાં સામાજિક ન્યાયની જ્યોત પ્રજ્વલિત કરનાર નેતા માનવામાં આવે છે. એમનો જન્મ 1924માં સમસ્તીપુર જિલ્લાના પિતુઝિયા ગામમાં એક સામાન્ય વાળંદ પરિવારમાં થયો હતો. એમણે 1940માં પટનામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. કર્પૂરી ઠાકોરે આર્ચાય નરેન્દ્ર દવેની સાથે રહેવાનું પસંદ કર્યુ. આ પછી એમણે સમાજવાદનો માર્ગ અપનાવ્યો. 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો. જેના કારણે એમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો. એવું કહેવાય છે કે કર્પૂરી ઠાકુર જીવનભર કોંગ્રેસ વિરોધી રાજનીતિ ચલાવી અને પોતાનું રાજકીય સ્થાન હાંસલ કર્યું. ઈમરજન્સી દરમિયાન પણ તમામ પ્રયાસો છતાં ઈન્દિરા ગાંધી એમની ધરપકડ કરી શક્યા ન હતા.
કર્પૂરી ઠાકુર 1970–1977માં મુખ્યમંત્રી
કર્પૂરી ઠાકુર 1970માં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 22 ડિસેમ્બર 1970 ના રોજ, એમણે પ્રથમ વખત રાજ્યનો હવાલો સંભાળ્યો. એમનો પ્રથમ કાર્યકાળ માત્ર 163 દિવસ ચાલ્યો હતો. 1977ની જનતા લહેરમાં જનતા પાર્ટીને જોરદાર જીત મળી ત્યારે પણ કર્પૂરી ઠાકુર બીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેઓ પોતાનો કાર્યકાળ પણ પૂરો કરી શક્યા નથી. આ પછી પણ એમના બે વર્ષથી ઓછા કાર્યકાળ દરમિયાન એમણે સમાજના દલિત લોકોના હિત માટે કામ કર્યું હતું.
..અને બની ગયા સમાજવાદીનો મોટો ચહેરો
1945માં જેલમાંથી બહાર આવ્યા બાદ કર્પૂરી ઠાકુર ધીમે-ધીમે સમાજવાદી ચળવળનો ચહેરો બની હયા. જેનો હેતુ અંગ્રેજોથી આઝાદીની સાથે સમાજમાં પ્રવર્તતા જાતિ અને સામાજિક ભેદભાવ દૂર કરવાનો હતો. જેના કારણે દલિત, પછાત વર્ગ અને વંચિતોને સન્નમાનજનક જીવન જીવવાનો અધિકાર મળી શકે. બિહારમાં મેટ્રિક સુધી શિક્ષણ મફત હતું. સાથે જ રાજ્યના તમામ વિભાગોમાં હિન્દીમાં કામ કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. એમના કાર્યકાળ દરમિયાન એમણે ગરીબો, પછાત અને અત્યંત પછાત લોકોના પક્ષમાં આવા ઘણા કામો કર્યા, જેનાથી બિહારની રાજનીતિમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ પછી, કર્પૂરી ઠાકુરની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને તેઓ બિહારની રાજનીતિમાં સમાજવાદનો મોટો ચહેરો બની ગયા.
અંગ્રેજીની આવશ્યકતા અને વિદ્યાર્થિઓની ફી કરી હતી નાબૂદ
કર્પૂરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી. જેના પરિણામે બિહારહમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી પક્ષની સરકાર બની. જ્યારે મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા ત્યારે કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યમંત્રી બનાયા. એમને શિક્ષણ મંત્રાલયનો હલાવો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુરે શિક્ષણ મંત્રી બન્યા અને એમને શિક્ષણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુર શિક્ષણ મંત્રી રહીને વિદ્યાર્થિઓની ફી નાબૂદ કરી હતી અને અંગ્રેજીની આવશ્યકતા પણ નાબૂદ કરી હતી.
આ લોકો રહ્યાં કર્પૂરી ઠાકુરના શિષ્યો
બિહારમાં સમાજવાદની રાજનીતિ કરી રહેલા લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર કર્પૂરી ઠાકુરના શિષ્યો છે. જનતા પાર્ટીના જમાનામાં લાલુ અને નીતીશે કર્પૂરી ઠાકુરની આંગળી પકડીને રાજકારણની યુક્તિઓ શીખી હતી. આવી સ્થિતિમાં બિહારમાં લાલુ યાદવ સત્તા પર આવ્યા ત્યારે તેમણે કર્પૂરી ઠાકુરના કામને આગળ વધાર્યું. તે જ સમયે, નીતિશ કુમારે અત્યંત પછાત સમુદાયના પક્ષમાં ઘણી વસ્તુઓ પણ કરી.
બિહારના રાજકારણમાં કર્પૂરી ઠાકુરનું મહત્ત્વ છે
ચૂંટણી વિશ્લેષકોના મતે બિહારના રાજકારણમાં કર્પૂરી ઠાકુરને અવગણી શકાય નહીં. કર્પૂરી ઠાકુરનું 1988માં અવસાન થયું, પરંતુ આટલા વર્ષો પછી પણ તેઓ બિહારના પછાત અને અત્યંત પછાત મતદારોમાં ખૂબ જ લોકપ્રિય છે. નોંધનીય છે કે બિહારમાં પછાત અને અત્યંત પછાત લોકોની વસ્તી લગભગ 52 ટકા છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો પ્રભાવ મેળવવાના હેતુથી કર્પૂરી ઠાકુરનું નામ લેતા રહે છે. આ જ કારણ છે કે 2020માં કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં ‘કર્પૂરી ઠાકુર સુવિધા કેન્દ્ર’ ખોલવાની જાહેરાત કરી હતી.
પોતાનું દરેક કાર્ય સ્વયંમ કરતા
કહેવાય છે કે કર્પૂરી ઠાકુર બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. ઠાકુર ડિસેમ્બર 1970થી જૂન 1971 સુધી મુખ્યમંત્ર હતા. મુથ્યમંત્રી બન્યા બાદ એમણે મુંગેરીલાલ કમિશન લાગુ કર્યુ અને ગરીબ અને પછાત લોકોને નોકરીમાં અનામત આપી. આ પછી તેઓ જૂન 1977થી એપ્રિલ 1979 સુધી ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ અવસાન થયું. જેટલા લોકપ્રિય એ રાજકારણમાં હતા. એટલી જ લોકપ્રિયતા એમની સાદગી પણ રહી છે. કર્પૂરી ઠાકુર પોતાનું દરેક કામ જાતે જ કરવામાં માનતા. મુખ્યમંત્રી જેવા હોદ્દા પર હતા છતા પોતાના કપડા પણ જાતે જ ધોતા. બિહારમાં પ્રથમ વખત દારૂબંધી લાદવાનો શ્રેય પણ એમના નામે જ છે. આજે એ હયાત નથી પરંતુ પોતાના સારા કાર્યો, માનવતા, અને દરેક જન માટે આદરભાવના કારણે સત્તા પક્ષની સાથે વિરોધ પક્ષ પણ એમનું સન્નમાન કરે છે.