આપણું નવું સંસદ ભવન જે શિવલિંગ આકારનું છે તે અતિ સુંદર અને મોહક વાસ્તુકળાનું પ્રતિક છે. આ ત્રિકોણાત્મક સંસદ ભવનનું માળખું કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નથી અને માટે જ તે વધુ પ્રભાવશાળી બની રહ્યું છે. આપણે ત્યાં જે પણ યંત્ર હોય છે તે ત્રિકોણાકાર જરૂર હોય છે, જેનું એક અલગ જ મહત્વ હોય છે. પરંતુ અહીં ધ્યાન આપવા બાબત એ છે કે, આ ભવનમાં બે ખૂણા એટલે કે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ નથી, જે સ્થિરતા અને શાંતિ માટે જરૂરી હોય છે. આનો અર્થ એ થાય કે, ભવિષ્યમાં શાસક પક્ષ બહુ મોટા અને અઘરા નિર્ણયો લેશે, જે સમજાવટથી નહીં પરંતુ દબાણપૂર્વક જ અમલમાં મૂકવું શક્ય બનશે, એક કુદરતી સંઘર્ષ કાયમ થતો રહેશે.
એટલે શાસક પક્ષનું સહુથી મોટું દાયિત્વ એ હોવું જોઈએ કે તેની સંખ્યા બહુમતમાં હોય. શાંતિ ભંગ અવારનવાર રહેશે. નામના મેળવાશે, પણ પરિશ્રમ પણ અથાગ રહેશે. દક્ષિણ-પશ્ચિમ (SW) અને ઉત્તર-પશ્ચિમનો (NW) ખૂણો એકદમ બરાબર છે એટલે વર્ચસ્વ જળવાઈ રહેશે.
આનું નિદાન કોઈ ખાસ પ્રકારના છોડના રોપા લગાડવાથી અને અરીસાને અમુક જરૂરી એન્ગલમાં લગાડવામાં આવે તો થઈ શકે છે. આવું જ એક સ્ટ્રક્ચર મેં ICICI VENTURE BENGALURU માં બેલેન્સ કર્યું હતું.
અહીં નવા ભવનમાં આધ્યાત્મિક માર્ગદર્શન તેમજ સકારાત્મક ઉર્જાના સ્ત્રોતમાં કમી રહેશે. કારણ કે, NE (ઉત્તર-પૂર્વ) શિવનું સ્થાન માનવામાં આવે છે, શિવ દરેક નકારાત્મક ઉર્જાને ખત્મ કરે છે. SE (દક્ષિણ-પૂર્વ) શુક્ર અને વાસ્તુ દેવતાનું સ્થાન છે, જે અગ્નિ દેવતાને શાંત રાખવાની શક્તિ ધરાવે છે. આથી આ વાસ્તુદોષનું નિવારણ થવું ખૂબ જ જરૂરી છે. NE મંત્ર માટે જરૂરી છે, જ્યારે SE તંત્ર માટે. અહીં બંને ખૂણાની ગેરહાજરીને લીધે સંસદનું કાર્ય સરળતાથી ચલાવવું મુશ્કેલ જણાય છે. આપણે ત્યાં મોટાં ગજાના સાધુ-સંતો બિરાજમાન છે. હું આશા રાખું છું કે, એમનું પણ આ વિષય પર ધ્યાન ગયું જ હશે અને જરૂરી જગ્યાએ યોગ્ય નિવારણ કરવાથી જો પ્રભાવ વધી જતો હોય તો શા માટે યોગ્ય પગલાં ન લેવા?
(નીતા સિન્હા, મુંબઇ)
(લેખિકા નીતા સિન્હા મુંબઇસ્થિત જાણીતા એસ્ટ્રો-આર્કિટેક્ટ છે. એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષવિદ્યા અને આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યકલાનો સમન્વય કરીને ઘરની ડિઝાઇન-સજાવટ કવાની એક નવી જ વિદ્યાશાખા એમણે વિકસાવી છે. આ ક્ષેત્રમાં પ્રેક્ટીસ કરનાર એ સૌ પ્રથમ અને એકમાત્ર ભારતીય છે.)