તાજેતરમાં યોજાયેલી રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપની નોંધપાત્ર વિજયને જોતાં એક સર્વેમાં ભારતના રાજકીય ક્ષેત્રમાં પ્રભાવની જાહેર ધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ રાજકીય પરિદ્રશ્ય પર પ્રતિબિંબ પાડતાં 60 ટકા ઉત્તરદાતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 2023ની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે પસંદગી કરી છે.
આ ધારણાને પ્રધાનમંત્રીના સક્રિય આંતરરાષ્ટ્રીય આયોજનો દ્વારા વધુ વેગ મળ્યો છે, જેમાં G20 સમિટમાં તેમની મુખ્ય ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની હાજરીને વધારવાની દિશામાં તેમના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ ઘટનાઓને કારણે ઘણા લોકોમાં ઉત્સાહમાં વધારો થયો છે, જે આ વર્ષે નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ પ્રભાવક તરીકેની સ્વીકૃતિમાં વધારામાં યોગદાન આપે છે.
પાંચ રાજ્યોની ચૂંટણીઓને 2024ની લોકસભાની ચૂંટણીની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, ત્યારે ડિસેમ્બરનો CSI રિપોર્ટ રાજકીય વલણોમાં લોકોના ઊંડા રસ તરફ નિર્દેશ કરે છે. 67 ટકા જેટલા નોંધપાત્ર પ્રમાણમાં ઉત્તરદાતાઓએ આ નિર્ણાયક ચૂંટણીઓના એગ્ઝિટ પોલ જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જે સંભવિત પરિણામો અને તેમની અસરો વિશે ઉચ્ચ સ્તરનું જોડાણ અને ઉત્સુકતા દર્શાવે છે. તેનાથી વિપરીત, સર્વેક્ષણમાં સામેલ 32 ટકા લોકો પોલ જોવા નથી માગતા, જે લોકોમાં રાજકીય બાબતોમાં રસ અને જોડાણના વિવિધ સ્તરો સૂચવે છે.
આ સર્વેક્ષણે ભારત સરકારની મુખ્ય આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત- જન આરોગ્ય યોજનામાં જનજાગૃતિ અને ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમાં સામે આવ્યું હતું કે 27 ટકા ઉત્તરદાતાઓ આ યોજનાથી વાકેફ છે, પરંતુ તેમણે યોજના સાથે જોડાવા માટેનાં પગલાં નથી ભર્યાં. જે આ યોજના વિશે જાગરુકતાનું નોંધપાત્ર સ્તર સૂચવે છે, તેમ છતાં જાગૃતિ અને કાર્યો વચ્ચેનો તફાવત દર્શાવે છે. બીજી બાજુ, 28 ટકા ઉત્તરદાતાઓ યોજનાથી માહિતગાર છે અને યોજનામાં સક્રિયપણે નોંધણી પણ કરાવી છે, જે તેમને પૂરા પાડવામાં આવેલા સ્વાસ્થ્ય લાભોને મેળવવા માટેનું સકારાત્મક વલણ દેખાડે છે.
આ સર્વેક્ષણે ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓના ડિજિટાઇઝેશનના મુખ્ય ઘટક એવા 14-આંકડાના આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ અંગે જનતાને સ્વીકૃતિ અને જાગરૂકતા પૂરા પાડ્યા છે. તેમાં સામે આવ્યું છે કે 84 ટકા ઉત્તરદાતાઓ, ABHA કાર્ડ વિશે અજાણ છે, જે આ મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલમાં જ્ઞાનના નોંધપાત્ર અંતરને દર્શાવે છે. બીજી તરફ નવ ટકા ઉત્તરદાતાઓએ સક્રિયપણે ABHA કાર્ડ મેળવ્યું છે, જે લોકોમાં એક સ્તર સુધીનું જોડાણ અને ઉત્સાહ દેખાડે છે. સાત ટકા ઉત્તરદાતાઓ એવા પણ છે, જેઓ ABHAથી વાકેફ તો છે, પણ તેમની પાસે કાર્ડ નથી.
આ સર્વે એવા વર્ષમાં ભારત માટે એક ટોચના સીમાચિહ્નરૂપ મિશનની ઓળખ કરે છે, જે ICC વર્લ્ડ કપ અને G20 સમિટ સહિતની નોંધપાત્ર ઈવેન્ટથી ભરપૂર છે. 54 ટકા જેટલી મોટી સંખ્યામાં ઉત્તરદાતાઓએ ચંદ્રયાન-3 ચંદ્ર મિશનને વર્ષનું સૌથી નિર્ણાયક સીમાચિહ્ન ગણાવ્યું હતું.
અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની- એક્સિસ માય ઇન્ડિયા, ઈન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)ની નવીનતમ બાબતો જાહેર કરી રહી છે. આ સર્વે પરિવારની આવક, ખર્ચ અને વપરાશની પદ્ધતિ અંગેનો ઉંડાણપૂર્વકનો ડેટા પૂરો પાડે છે, જે આ વર્ષે દેશની આર્થિક સ્થિતિ અંગેની સેન્ટિમેન્ટ્સને ઉજાગર કરે છે.
CSI રિપોર્ટ પર ટિપ્પણી કરતાં એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી રાજ્યોની ચૂંટણીઓએ ભારતના રાજકીય પરિદ્રશ્યમાં નવેસરથી રસ જગાડ્યો છે, જે લોકોમાં વધુ ઊંડી અને વધુ સૂક્ષ્મ સમજણને પ્રતિબિંબિત કરે છે. રાજકારણ ઉપરાંત પણ આપણા દેશના વૈજ્ઞાનિક પ્રયાસો પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે, જે ઈનોવેશન અને પ્રગતિ માટેની વ્યાપક કદરને દર્શાવે છે. આપણે જેમ લોકસભાની ચૂંટણીની નજીક જઈ રહ્યા છીએ, ત્યારે એ સ્પષ્ટ છે કે આ ઘટનાઓ આપણા રાષ્ટ્રીય સ્તરના વાર્તાલાપના મૂળ તત્વને આકાર આપી રહી છે. જે એક એવા સમાજનું પ્રતિબિંબ તૈયાર કરે છે.