રાષ્ટ્રીય પક્ષોની આવક, ખર્ચનું વિશ્લેષણઃ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨; ભાજપને મળ્યું સૌથી વધુ ભંડોળ

ADR એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, આ નવી દિલ્હીસ્થિત સંસ્થા દ્વારા રાષ્ટ્રીય રાજકીય પક્ષોને વર્ષ 2021-22 દરમિયાન થયેલી કુલ આવક અને થયેલા ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અહેવાલના મુખ્ય અંશો નીચે પ્રમાણે છેઃ

  • આ અહેવાલમાં BJP, INC, BSP, CPI, CPI (M), NCP, AITC, NPEP ના ચૂંટણી પંચને સબમિટ કરેલા ઓડિટેડ હિસાબોમાં દર્શાવેલ વિગતો ઉપરથી બનાવેલ છે. રાજકીય પક્ષોએ તેમના ઓડિટેડ હિસાબો ચૂંટણી પંચને 31 ઓક્ટોબર સુધીમાં સબમિટ કરવાના થાય છે.

  • BSP અને NPEP ને બાદ કરતાં અન્ય પક્ષોએ તેમના ઓડિટેડ હિસાબો વિલંબ કર્યો છે. તેમાં INC એ 55 દિવસનો વિલંબ કર્યો છે. જ્યારે BJP પક્ષે 53 દિવસ બાદ ઓડિટેડ હિસાબો સબમિટ કર્યા છે.
  • ઉપરોક્ત 8 રાષ્ટ્રીય પક્ષોની વર્ષ 2021-22 ની કુલ આવક Rs. 3289.34 કરોડ છે.
  • ભાજપને મળ્યું સૌથી વધુ ભંડોળઃ BJP પક્ષે સૌથી વધુ એટલે કે Rs 1917.12 કરોડ આવક દર્શાવી છે, જે કુલ આવકના 58.28% થાય છે. ત્યારબાદ AITC બીજા નંબરે છે, અને તેને Rs 545.745 કરોડની આવક થઈ છે, જે કુલ આવકના 16.59% છે. NPEP પક્ષને સૌથી ઓછી આવક Rs 47.20 લાખ થઈ છે, જે કુલ આવકના માત્ર 0.01% છે.
  • વર્ષ 2020-21 સાથે સરખામણી કરીએ તો, વર્ષ 2020-21 માં BJPની આવક Rs 752.337 કરોડ હતી, જે વર્ષ 2021-22માં 154.82% (Rs 1164.783 ) વધીને Rs 1917.12 કરોડ થઈ. તેવી જ રીતે AITC પક્ષની વર્ષ 2020-21 માં આવક માત્ર Rs 74.417 કરોડ હતી જેમાં 633.36% (એટલે 471.328 કરોડ) વધીને વર્ષ 2021-22માં Rs 545.745 થઈ. વર્ષ 2020-21માં INC ની આવક Rs 285.765 હતી તેમાં 89.41% (એટલે Rs 255.51)નો વધારો થઈને વર્ષ 2021-22માં Rs.541.275 કરોડ થઈ.
  • રાષ્ટ્રીય પક્ષોએ એમની આવકનું સૌથી મોટું સ્ત્રોત દાન અને તેમજ ફાળો દર્શાવેલ છે.

*****

ADRનું અવલોકનઃ

* રાજકીય પક્ષો ચૂંટણી પંચને નિયમાનુસાર તેમના ઓડિટેડ રિપોર્ટ સમયસર સબમિટ કરતાં નથી. આ વખતે 55 દિવસ સુધીનો વિલંબ થયેલ છે. ચૂંટણી પંચ દ્વારા આ વિલંબ માટે એમની સામે એક્શન લેવા જોઈએ.

* રાજકીય પક્ષોને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે પણ તેમાં શરત મૂકી છે કે જે પક્ષ નક્કી કરેલી સમયમર્યાદામાં રજૂ કરે. જે પણ પક્ષોએ IT રિટર્ન મોડા ભર્યા છે તેમને ઇન્કમ ટેક્સમાંથી મળેલ મુક્તિ રદ કરવી જોઈએ.

* ADR ને RTI માં મળેલા માહિતી અનુસાર 2021-22માં Rs 2673.0525 કરોડના ચૂંટણી બોન્ડ વટાવવામાં આવ્યા હતા. તેમાંથી 67.79% (Rs. 1811.9425 કરોડ) રાષ્ટ્રીય પક્ષોને મળેલા છે.

* ચાર રાષ્ટ્રીય પક્ષો – BJP, INC, NCP, AITCની કુલ આવકના 55.09% (Rs 1811.9425 કરોડ) ચૂંટણી બોન્ડ મારફતે આવ્યા છે. BJP પક્ષને સૌથી વધુ આવક, Rs 1033.70 કરોડ ચૂંટણી બોન્ડ દ્વારા થઈ છે, જ્યારે AITC ને Rs 528.143 કરોડ, INC ને Rs 236.0995 કરોડ અને NCP ને Rs 14.00 કરોડ ચૂંટણી બોન્ડ થકી મળ્યા છે. આ દાનનો સ્ત્રોત ગુપ્ત છે.

* કેટલાક દેશો જેવા કે, નેપાળ, ભૂટાન, જર્મની, ફ્રાંસ, ઈટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, અમેરિકા, જાપાનમાં પક્ષોને દાન આપતા દાતાઓની વિગતો RTI અંતર્ગત લોકોને મળી શકે છે. જ્યારે ભારતમાં પક્ષોને મળતાં મોટા ભાગના દાનનો સ્ત્રોત ગુપ્ત હોય છે. ADR ની માંગણી છે, કે રાજકીય પક્ષોને મળતા દાન વિશેની વિગતો નાગરિકોને મળવી જોઈએ.