રાજાને ગમી તે રાણી ને છાણાં વીણતી આણી

 

રાજાને ગમી તે રાણી ને છાણાં વીણતી આણી

 

રાજા સર્વસત્તાધીશ છે એને મનમાં આવે તે કરતાં કોઈ રોકી શકતું નથી. આમ તો રાજકુંવર કે રાજાના લગ્ન રાજઘરાનામાં જ થાય છે. પણ ઈતિહાસમાં એવા અનેક દાખલા છે જેમાં કોઈ રાજા અથવા રાજકુંવરને કોઈ સ્ત્રી ગમી ગઈ હોય એની સાથે અંતરના સ્નેહના તાણાવાણા જોડાઈ ચૂક્યા હોય ત્યારે એનું કુળ અથવા કૌટુંબિક દરજ્જો ગૌણ બની જાય છે.

ભલે એ સાવ સામાન્ય કુળની અને ગમાણમાંથી છાણ એકઠું કરી છાણાં થાપતી સ્ત્રી હોય રાજાને ગમે એટલે બધું જ બાજુ પર. એ રાજરાણી બની જાય છે. જ્યાં મન મળે છે અથવા મન માને છે ત્યાં નાત, જાત, કુળ કે દરજ્જો જોવાતા નથી. સામાન્ય રીતે આ કહેવત કોઈ મોટી વ્યક્તિ કોઈક સામાન્ય લાગતી ચીજ અથવા વ્યક્તિની પસંદગી કરે ત્યારે વપરાય છે.