વહુ તો વાઘને ય વ્હાલી હોય…

 

વહુ તો વાઘને ય વ્હાલી હોય…

 

પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં એક કુમાશ હોય છે. વાઘ ગમે તેટલો વિકરાળ દેખાય, પણ એની વાઘણ માટે તો એ પ્રેમાળ પતિ જ છે. એવી જ રીતે, માણસ ગમે એટલો દબંગ હોય, બરછટ હોય કે પછી કડપવાળો હોય, પણ એ બહારના માટે. એની પત્ની માટે નહીં. પત્ની માટે તો એ પ્રેમાળ પતિ જ હોય છે.

આ કહેવત પતિ-પત્ની વચ્ચેના સંબંધનો પણ અર્થ સમજાવે છે. સામાન્ય રીતે, છોકરી પરણીને સાસરે આવે છે ત્યારે પતિ સાથે જોડાયેલા બધા જ સંબંધો એની સાથે પણ જોડાય છે. એવી જ રીતે, પત્નીના બધા જ સંબંધો પતિ સાથે પણ જોડાય છે. પતિ બહાર બીજા સાથે કોઇપણ રીતે વર્તન કરે, પણ પત્ની સાથે તો એ પતિ જ હોય છે. એટલે જ કહે છે, વહુ તો વાઘ જેવા વાઘને ય વ્હાલી જ હોય!

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)