ગાજ્યા મેહ વરસે નહીં

 

ગાજ્યા મેહ વરસે નહીં

 

 

બરાબર બહુ ગગડાટ અને ગાજવીજ થતી હોય ત્યારે મોટાભાગે ખાસ વરસાદ પડ્યા વગર જ વાદળ વિખેરાઈ જાય છે.

આ જ રીતે ખોટો ડાકડમાળ કરનાર માણસ અથવા ખોટી ધાકધમકી આપનાર માણસ ઝાઝું કાંઈ જ ઉકાળતો નથી. બડાશો મારનાર વ્યક્તિ કાંઈ કરી શકતી નથી અર્થાત્ ખોટાંખોટાં વચનો આપીને એકે વચન પૂરું ન કરે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)