નવરો બેઠો શું કરે? ખાટલો ઉખેળી વાણ ભરે

 

નવરો બેઠો શું કરે? ખાટલો ઉખેળી વાણ ભરે

 

 

માણસને કંઈકને કંઈક કામ જોઈએ છે. સ્વાભાવિક રીતે એની આંતરિક ઉર્જા પ્રમાણે એ કાર્યરત રહેવા ચાહે છે. આવી ઉર્જા જેનામાં પડી છે તે વ્યક્તિ કામ વગરનો એટલે કે નવરો બેસી રહે તો એને ચટપટી થાય છે. એટલે કે છેવટે કરેલું કામ ફોક કરીને એનું એ જ કામ એ ફરી કરવા ચાહે છે.

આ અર્થમાં કહેવાયું છે “નવરો બેઠો શું કરે? ખાટલો ઉખેળી વાણ ભરે” એટલે કે વાણ (કાથીની દોરી) ભરેલા ખાટલામાંથી પહેલા આ દોરી ઉખેલી(ખોલી) નાખે અને વળી પાછી એ ભરે. આ જ મતલબથી કહેવત છે “ઢેફું ભાંગીને ધૂળ અને પછી ધૂળ ભેગી કરીને ઢેફું”.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)