|
ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે
|
સૌ કોઇ પોતાના ફાયદાને જ જુએ છે. માણસ છેવટે તો સ્વાર્થભરેલો જ નિર્ણય લે છે. સ્વાર્થી માણસ સર્વદા પોતાનો
સ્વાર્થ સિદ્ધ થાય એવું કામ કરે.
કોઈ પણ નિર્ણય માટે એવો લવાદ ન નિમાય કે જેનો પોતાનો પણ નિર્ણય આ તરફી આવે કે પેલી તરફી, કોઈ ફાયદો થતો હોય કે નુકસાન થતું હોય.

જો નુકસાન થતું હશે તો તે પોતાને ફાયદો થતો હશે તેવો નિર્ણય લેવાની જ વાત કરશે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




