ઘેર બોલે ડોકરાં તો બહાર બોલે છોકરાં |
આપણે માનીએ છીએ કે બાળક અબુધ છે. પણ બાળક કુતૂહલવૃત્તિનો ભંડાર છે. એ ભલે બોલતું ન હોય પણ ઘરમાં વડીલો વચ્ચે જે વાતચીત થતી હોય એ ધ્યાનથી સાંભળે છે અને મનમાં પણ ઉતારે છે.
બાળકના કૂમળા માનસ પર આની એક ઊંડી છાપ પડે છે અને ક્યારેક વખત આવે જે વાત વડીલો ઘરના ખૂણે બેસી ચર્ચાતા હોય તે બાળક સરેઆમ બોલતું થઈ જાય છે. આમ બાળકની હાજરીમાં કોઈ પણ વાત કરતા હોવ ત્યારે એમ સમજીને ચાલો કે એની નિર્દોષતામાં એ વાત એ બહાર પણ કરી શકે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)