ડાહ્યો દીકરો દેશાવર ભોગવે, ને ડાહી વહુ ચૂલામાં પેસે |
ગુજરાતીઓ મૂળભૂત રીતે વેપારી પ્રજા છે. દેશનો ત્રીજા ભાગનો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત અત્યંત પ્રાચીન સમયથી દરિયાપારના દેશો સાથે વેપાર કરે છે અને એ કારણે ગુજરાતીઓ સાગરખેડુ અને હવે તો વિશ્વપ્રવાસી ગણાય છે. આ સંદર્ભમાં ડાહ્યો દીકરો દેશાવર ભોગવે એવી કહેવત પડી હશે.
આ જ રીતે એક કુશળ ગૃહિણી ઘરની વ્યવસ્થાથી ઓળખાય છે. આ ઘરની વ્યવસ્થાનું હાર્દ રસોડુ છે. અને એટલે જ સ્ત્રીને અન્નપૂર્ણા કહેવાય છે. એટલે કે વહુ ડાહી હોય તો બાકીની ઘરની બધી વ્યવસ્થાઓની સાથો સાથ આખું કુટુંબ સ્વસ્થ રહે તે માટે રસોડું સંભાળી લે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)