મૂરખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો

 

મૂરખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો

 

મૂરખ એટલે જેની અક્કલને તાળા વાગી ગયા હોય અને સારાસારનો વિચાર કરવાની ક્ષમતા જેણે ગુમાવી દીધી હોય. ડાહ્યો એટલે સારાસારની ક્ષમતા જેનામાં છે તે. એ દુશ્મન હશે તો પણ સો વાર વિચાર કરીને પગલું ભરશે અથવા નુકસાન કરશે.

આથી ઊલટું સારાસારના વિચારનું જેને ભાન નથી તેવો મિત્ર ક્યારેક એની જાણ બહાર મોટું નુકસાન કરી બેસે છે.

કઈ વાત ક્યાં થાય અને ક્યાં ન થાય એની જેને સમજ નથી તે ક્યારેક ખોટી જગ્યાએ અને ખોટા સમયે ક્યાંક એવો ભાંગરો વાટે કે કાં તો આર્થિક નુકસાન થાય અથવા ઇજ્જત આબરૂના ધજાગરા ઊડી જાય. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)