અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તદ્દન નવી લિમુઝીન કેડિલેક કાર મેળવી છે.
આ કાર આ અઠવાડિયે આરંભમાં પહેલી જ વાર જાહેર રસ્તા પર જોવા મળી હતી.
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખની સલામતીનું રક્ષણ કરનાર યુએસ સીક્રેટ સર્વિસ સંસ્થાએ ટ્રમ્પ માટે કાર રીપ્લેસ કરાવી છે.
નવી લિમુઝીન કાર વધારે સુરક્ષિત, વધારે આરામદાયક અને વધારે લક્ઝરિયસ પ્રકારની છે.
નવી કેડિલેક બનાવવામાં જનરલ મોટર્સના એન્જિનીયરોએ ઘણી મહેનત કરી છે.
ન્યુ યોર્ક સિટીમાં સંયુક્ત રાષ્ટ્રો (UN) મહાસમિતિના સ્થળે જતા સત્તાવાર કાફલાનો એક ભાગ હતી ટ્રમ્પની નવી લિમુઝીન.
આ કાર એક કરોડ 58 લાખ ડોલરની છે, એટલે કે આશરે 119 કરોડ રૂપિયા.
આ કાર કેડિલેક CT6 V-સ્પોર્ટ જેવી જ છે. કારનું વજન 9500 કિલોગ્રામ છે અને તેમાં ડિઝલ એન્જિન છે.