Courtesy: Nykaa.com
સાડી પર પિન ફિક્સ કરવાનું કામ બહુ જ અઘરું હોય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારે દરરોજ સવારે તમારા છૂટા વાળને બાંધવાના પણ હોય છે અને ઉતાવળે ઘરની બહાર પડવાનું હોય છે. તો, સારી વાત એ છે કે બોલીવૂડની અમુક જાણીતી અભિનેત્રીઓ ઘણી વાર આપણને દેશી સ્ટાઈલ વિશે પણ ઘણું શિખડાવી જતી હોય છે.
કેટલીક સેલિબ્રિટીઓએ અપનાવેલી લગ્નસરાની મોસમની હેરસ્ટાઈલ્સ અહીં દર્શાવવામાં આવી છે, જે તમે પણ તમારા પ્રસંગોએ અજમાવી શકો છો.
અભિનેત્રીઃ આલિયા ભટ્ટ
શું તમારા વાળ અંબોડો બાંધી ન શકાય એટલા બધા ટૂંકા છે? અને લહેરાઈને ચહેરા પર આવ્યા કરે એટલા લાંબા પણ છે? ઓહ, આ ખરેખર તકલીફ આપનારું હોય છે. પણ ચિંતા ન કરો, અમારી પાસે આનો ઉપાય છે.
પહેલાં તમારા વાળને ડ્રાયર વડે સૂકા કરી નાખો, ખાસ કરીને જો તમારા વાળ બરછટ હોય તો. હવે તમારા વાળને વચ્ચેથી બે ભાગમાં વહેંચી દો. (સ્વાભાવિક રીતે જ, માંગટીકા દેખાડવા માટે). આગળના ભાગના વાળને ભેગા કરો અને એને પિનથી બાંધીને માથાની પાછળના ભાગે મૂકી દો. વાળની થોડીક લટને ધીમેથી આગળ ખેંચો, એનાથી ચહેરો બહુ સુંદર દેખાશે અને તમે પાર્ટી/પ્રસંગમાં છવાઈ જશો.
આવો લુક આનાથી મેળવોઃ Philips HP8120/00 Essential Care Hair Dryer, Joker & Witch Gold Plated Metal Leaves Hair Clip
સ્ટાઈલઃ મેસ્સી બન
અભિનેત્રીઃ કૃતિ સેનન
અંબોડાની વિશિષ્ટતા એ છે કે એને કોઈ સમયની મર્યાદા નડતી નથી અને વર્ષભર તમે એને ગમે ત્યારે બનાવી શકો છો.
ગરદનની પાછળના ભાગે નીચી પોનીટેલમાં તમારા બધા વાળને ભેગા કરો. લાંબા વાળને મૂળના ભાગેથી ઘૂમાવો અને શક્ય એટલા એને ફેલાયેલા રાખો, કારણ કે એની ખૂબી એમાં જ છે. ઘણી બધી બોબી પિન્સ સાથે એને બાંધી દો અને તમારી પસંદનું સેટિંગ સ્પ્રે ખૂબ છાંટીને કામ પૂરું કરો, જેથી રાત પૂરી થાય તો પણ અંબોડાનો આકાર બદલાય નહીં અને તમારી મહેનત પાણીમાં જાય નહીં.
આવો લુક આનાથી મેળવોઃ Franck Provost Xpert Pro XXL Black U Hair Bobby Pins, Wella Professionals EIMI Perfect Setting Light Setting Lotion Spray
સ્ટાઈલઃ ફિશટેલ બ્રેડ (વેણી)
અભિનેત્રીઃ શ્રદ્ધા કપૂર
તમારે તમારા વાળને બાંધી રાખવા હોય અને સાથોસાથ એની સુંદર લંબાઈને પણ દેખાડવી હોય તો એનો શ્રેષ્ઠ રસ્તો છે સંભાળની ઓછી ઝંઝટવાળી વેણી. ખરી વાતને?
વાળને એક બાજુએ પાડી દીધા બાદ ગરદનની પાછળના ભાગે તમારા વાળને ગૂંથવાનું શરૂ કરો. ફિશટેલ બનાવવામાં જો બહુ તકલીફ પડતી હોય તો સાદી ફ્રેન્ચ કે ડચ બ્રેડ પણ બનાવી શકો છો. વાળના છેક છેડા સુધી ગૂંથતા રહો અને પછી હેર ટાઈ વડે એને બાંધી દો. તમારી બ્રેડના છેવાડાના વાળને ખેંચીને છૂટા રહેવા દો, કારણ કે મેસ્સી સ્ટાઈલ આજકાલ નવી શૈલીની છે, ડિયર.
આવો લુક આનાથી મેળવોઃ Elite Models Fashion Hair Elastic Bands
અભિનેત્રીઃ સોનમ કપૂર
આને બધા ઉત્સવોની હેરસ્ટાઈલની રાણી કહી શકાય. ગજરાથી નારીનું જે કોમળત્વ અને શાહી લુક આવે એ બીજા કોઈથી ન આવે. તમારા અંબોડાની ફરતે આને વીંટવા માટે એક મિનિટનો સમય માંડ લાગે, પણ એનાથી તમારો લુક ખૂબ જ આકર્ષક બની જાય.
તમારા વાળને વ્યવસ્થિત રીતે ભેગા કરો અને એનો અંબોડો વાળી દો. અંબોડાને બહુ નીચો રાખવો નહીં, કારણ કે ગજરાનાં ફૂલો માટે નીચેના ભાગમાં પૂરતી જગ્યા હોવી જરૂરી છે. ક્રાઉન-બ્રેડ અથવા ટ્વિસ્ટીઝ કરશો તો તમારી હેરસ્ટાઈલ વધારે સરસ લાગશે (જેવી રીતે સોનમ કપૂર-આહુજા બનાવે છે તેમ). વ્યવસ્થિત અને આકર્ષક લુક માટે કોઈ અસરકારક શાઈન સ્પ્રેનો ઉપયોગ કરો. છેલ્લું કામઃ ગજરાને તમારા અંબોડાની ફરતે વીંટી દો, બને તો બે રાઉન્ડ લેવા અને એને પિન્સ વડે બાંધી દેવું. એકદમ અપ્સરા જેવા દેખાશો તમે.
આવો લુક આનાથી મેળવોઃ Schwarzkopf Professional Osis+ Sparkler Shine Spray