મોન્સૂનમાં કેર કરશે આ સ્ટાઇલિશ ફૂટવેર

સ્તીથી પડતા વરસાદની મજા ત્યારે જ માણી શકાય જ્યારે વરસાદમાં તમે આરામથી લપસી પડવાની બીક વિના ચાલી શકો. વરસાદમાં આરામથી ટહેલવાની મજા લેવી હોય તો વરસાદી ફૂટવેર તો જોઈએ જ ને વળી? હવે આપી વરસાદ નથી આવતોવાળી ફરિયાદ દૂર થઈ ગઈ છે ત્યારે તમે ઓફિસ કે આઉટિંગમાં જતાં મોન્સૂન ફૂટવેર જ પહેરી શકો છો. કારણ કે તે પહેરવાથી લપસી પડવાની બીક નથી રહેતી.  વળી હવે તો મોન્સૂન ફૂટવેરમાં પણ અઠળક વૈવિધ્ય તમને મળી શકે છે.યુવતીઓ માટે હવે વરસાદી ફૂટવેરનું પણ વિશાળ ક્લેક્શન જોવા મળે છે. જેમાં તમે ફેન્સી સેન્ડલ કે ચંપલ જેવી જ ડિઝાઇન મેળવી શકો છો.  અત્યારે માર્કેટમાં મોન્સૂન ફ્લિપ ફ્લોપથી માંડીને મોન્સૂન મોજડી, સેન્ડલ, ગમબૂટ જેવા કેટલાય પ્રકારના ફૂટવેરની વરાયટી મળી આવે છે.ફ્લિપફ્લોપ

કોલેજ કે જોબ કરતી યુવતીઓ અથવા તો ત્રીસીની આસપાસની સ્ત્રીઓને ચાલવામાં એકદમ સરળ રહે તેવા વરસાદી ફ્લિપ ફ્લોપ બધા જ ડાર્ક રંગોમાં ઉપલબ્ધ છે

ફ્લાવર પાવર

મોન્સૂન મટિરિયલના ચંપલ કે સેન્ડલ પર મોટા મોટા પ્લાસ્ટિકના આકર્ષક ફૂલ અને બ્રોચ લગાવીને એકદમ ફન્કી મોન્સ,ન સેન્ડલ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપરન્ટ સ્લિપર્સ પર ફક્ત એક મોટું ફૂલ લગાવીને પ્લાસ્ટિકના ફૂટવેરને એકદમ મોન્સૂન લૂક આપવામાં આવે છે.

આ પ્રકારના ફૂટવેર ટીનેજર્સને વધારે ગમશે.

મોજડી

વરસાદમાં કોઈ પ્રસંગે હેવી ડ્રેસીસની સાથે ફ્લિપ ફ્લોપ ન પહેરવા હોય તો અલગ અલગ રંગની વરસાદી મોજડી પહેરી શકાય.આ મોજડીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પહેરવામાં પણ સ્ટાઇલિશ લાગે અને તેમાં પાણી પણ ભરાઈ ન રહે અને સરળતાથી નીકળી જાય.

સ્ટ્રિંગ ફૂટવેર

તમારે જો ફન્કી અને સ્ટાઇલિશ લુક જોઈતો હોય તો તમે મોન્સૂન સ્ટ્રિંગફૂટવેર પણ ટ્રાય કરીશકો છો. રૂટિનમાં તમે દોરીવાળા ચંપલ કે સેન્ડલ ન પહેરતા હો તો ચોમાસામાં તેનો અખતરો કરી શકાય.

દોરી પર રબર કે પ્લાસ્ટિક કવર કરેલા ચંપલ પહેરીને તમે પગ પર દોરી બાંધી દેશો તો ચોમાસામાં કેપ્રી કે શોર્ટસ પર આ એકદમ હટકે લુક લાગશે.

ગમ બૂટ

સામાન્ય વધારે કાદવ કીચડ કે પાણી વાળી જગ્યાએ ગમ બૂટનો ઉપયોગ થતો હોય છે. પરંતુ તમારે થોડો મર્દાના અને ટફ લુક જોઈતો હોય તો ડેનિમ પર ગમ બૂટ પહેરાવ યોગ્ય રહેશે.