ફિગરને ધ્યાનમાં રાખીને પહેરો ફ્લાવર પ્રિન્ટ

ફેશનની કોલમમાં બ્લોઝમ કે ફ્લાવર પ્રિન્ટવાળા વસ્ત્રોની માહિતી અચૂક આવે જ છે. અને મહિલાઓ તે પહેરવાનું પસંદ પણ કરે છે પરંતુ આપણે એક ડગલું આગળ વધીને એ વાત કરવી છે કે ફ્લાવર પ્રિન્ટ કેવી દેહયષ્ટિ પર શોભે છેઅને તેનો ફાયદો શું છે.

હાલમાં મિક્સ સિઝન ચાલી રહીછે ત્યારે જોકે એકદમ પ્લેન રંગો કરતાં  ડીઝાઇન કે પ્રિન્ટવાળા કાપડ વધારે રાહત આપે છે આમ તો  સિન્થેટિક સાડીઓ અને ડ્રેસીસમાં ફ્લાવર પ્રિન્ટ આવતી હોય છે પરંતુ તે બીબાઢાળ ન લાગે તે માટે તમે તમારી દેહયષ્ટિ પ્રમાણે ફ્લાવર પ્રિન્ટની પસંદગી કરો.

જો તમે હેવી બોડી ધરાવતા હશો અને મોટા ફૂલોની ડિઝાઇનવાળા આઉટફિટ્સ પહેરેશો તો એ તમારા પર સૂટ નહી થાય. તે જ રીતે  પાતળી યુવતી ઝીણા ફૂલ વાળી ડિઝાઇનના આઉટફિટ્સ પહેરેશો તો એ પાતળી જ લાગશે.

જો તમે હેવી બોડ઼ી ધરાવતા હો તો ઝીણા ફૂલવેલની પ્રિન્ટેડ ડિઝાઇન વધારે સારી લાગશે અને તમે જો પાતળા તો શિફોન કે કોટન અને લિનન જેવા મટિરિયલમાં મોટા ફૂલોની જરબેરા પ્રિન્ટ કે બ્લોઝમ પ્રિન્ટ વધારે સારી રહેશે. ઉનાળો એવી સિઝન છે જેમાં સ્ટાઇલ કરતાં શરીરને રાહતરૂપ બનતા કાપડ અને પ્રિન્ટનું મહત્વ વધી જાય છે.  કારણ કે શહેરોમાં જે રીતે  તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તે જોતા દરેક વ્યક્તિ ફેશનની સાથે સાથે એક કમ્ફર્ટ ઝોન પણ શોધે છે. તમે ફ્લાવર પ્રિન્ટમાં તમારા બાંધા અનુસાર  પલાઝો, કેપ્રી, બરમૂડા કે ટી શર્ટ , ડ્રેસીસ જેવા ઘણા વિકલ્પ મેળવી શકો છો.

આ પ્રિન્ટમાં ફાયદો એ રહે કે તે મોટાભાગે તમને  કોટન ફેબ્રિકમાં મળશે. ઉપરાંત શિફોનમાં પણ તમે ફ્લોરલ પ્રિન્ટ પહેરશો તેનો ગેટઅપ સરસ આવશે. સામાન્ય રીતે તહેવાર બાદના સામાજિક મેળાવડા કે  ગેટ ટુ ગેધરમાં લોકો વધારે હેવી કપડાં નથી પહેરતા. વળી સાંજના ફંકશન હોવાને કારણે લોકો પાર્ટી વેર પહેરવાનું પસંદ કરતા હોય છે. તેથી જો વધારે પ્રયોગો ન કરવા હોય તેો ફેશન ડિઝાઇનર્સના મતે તમે ફ્લોરલ પ્રિન્ટ ઉપર જ પસંદગી ઉતારી શકો છો.

સાથે સાથે તમે જો એક્સેસરીઝ મેચ કરવા માંગતા હો તો ફ્લોરલ એક્સસરીઝનો પણ ઉપયોગ કરી શકો છો. ફલોરલ પ્રિન્ટ ગાઉન,  ફ્રોક, અનારકલી, બહુ સહેલાઇથી તમને ફ્રેશ લુક આપશે.  ફ્લોરલ તેમજ બ્રાઇટ રંગોનું કોમ્બિનએશન પારંપરિકની સાથે  સ્ટાઇલિશ લુક આપશે. તમે તહેવારમાં ટ્રેડિશનલ કપડાં પહેરીને કંટાળ યા હો તો થોડા ચેન્જ માટે ફ્લોરલ પ્રિનટવાળા ડ્રેસીસ ખૂબ મજાના બની રહેશે . આકપડા હળવાશનો અનુભવ કરાવે છે. અહીં યલો, ફ્લોરોસન્ટ, પેરોટ ગ્રીન, લાઇટ ડાર્ક કોમ્બિનેનશવાળો લીબું પીળો, કેસરી, લીલો,  લાલ તેમજ લાઇટ ડાર્ક કોમ્બિનેશનના તમામ રંગો ટ્રાય કરી શકો છો.   આ સિઝનમાં ડેનિમને બદલે હેરમ,પલાઝો, પાઇજામા વધારે સારો લુક આપશે.