ફેશન એટલે માત્ર તેમાં કઈ સ્ત્રીઓનો જ વિષય નથી, હવે તો પુરુષો પણ પોતાની પર્સનાલિટી અને લેટેસ્ટ ફેશન અંગે ઘણા જાગૃત થઈ ગયા છે. તેથી જ કદાચ લેક્મે સહિતના ફેશનવીકમાં પુરુષ મોડલ અને પુરુષોની ફેશન પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. સામાન્ય રીતે લોકો એવું માની લે છે કે પુરુષોને અને ફેશનને કંઈ લાગતુંવળગતું નથી પરંતુ હાલના સમયમાં આ બાબત બિલકુલ યોગ્ય નથી. હાલના યુવાનો પોતાના ડ્રેસિંગ તથા ગેટઅપ માટે ઘણા જાગૃત છે. નવી ફેશન અપનાવવાની સાથે સાથે પુરુષોએ કેટલીક ટિપ્સ યાદ રાખવી જોઈએ. જેથી રોજિંદા જીવનમાં પણ તેમની એક યોગ્ય પર્સનાલિટી જળવાઈ રહે.જયારે પણ કામ માટે નીકળો ત્યારે સારું સ્પ્રે કે ડીઓ હંમેશાં વાપરો. અને સ્પ્રે વાપરવું એટલે એમ નહીં કે ફક્ત આડેધડ ફુવારા કરી લીધાં પરંતુ પુરુષોએ કાનની પાછળ, બંને કાંડા પર પરફ્યૂમ કરવું જોઈએ.
હંમેશાં શેવિંગ કરવું જોઈએ. ઘણા પુરુષોને દાઢી રાખવાનો શોખ હોય છે પરતુ દાઢીના વાળ નિયમિત રીતે ટ્રીમ કરવા જરૂરી છે.
જે પુરુષો સિગરેટ કે મસાલાના શોખીન હોય તેઓએ મિટિંગ પહેલા કે કલીગ સાથેની વાતચીત પહેલા માઉથ ફ્રેશનરનો ઉપયોગ જરૂર કરવો.
કારણ કે ડ્રેસિંગ સ્ટાઇલમાં જો બેદરકારી હશે તો તે ગમે તેવી ફેશન ફોલો કરી હશે તો પણ યોગ્ય નહીં લાગે.
રૂટિન માટે પુરુષોના વોર્ડરોબમાં કેટલીક વસ્તુઓ હોવી જોઈએ. જેમ કે સારી રિસ્ટ વોચ, પેન, હાથરૂમાલ, બેલ્ટ, બ્લેઝર અને ફોર્મલ શૂઝ તથા સ્પોર્ટસ શૂઝ.ડેનિમ સાથે પહેરવા તમારા વોર્ડરોબમાં સારા બ્લેઝર તથા કોટી હોવા જ જોઈએ.
બ્લેક, બ્રાઉન, મરૂન જેવા રંગોના લેધર શૂઝનો ઉપયોગ તમારા ડ્રેસિંગને સંપૂર્ણ બનાવશે. એક સર્વે અનુસાર મહિલાઓ પુરુષોના ડ્રેસિંગમાં સૌ પ્રથમ તેમના પગરખાંને જ નોંધે છે.
પુરુષોએ હંમેશાં લુકને બેલેન્સ કરવાનો પ્રય્તન કરવો જોઇએ. પોતે પહેરેલા શર્ટ , પેન્ટના કલર ટેક્સચર અને મટિરિયલનું પણ ધ્યાન રાખવું જોઈએ.અનુસરણ કરતાં પહેલા ધ્યાન રાખવું કે તે પોશાક તમારા પર સૂટ થાય છે કે નહીં, જરૂરી નથી કે તમારા સપ્રમાણ બાંધો ધરાવતા મિત્રએ વેસ્ટ કોટ પહેર્યો હોય તો તે વેસ્ટ કોટ તમારા સ્થૂળ શરીર પર પણ શોભે.
આવી કેટલીક બેઝિક ફેશન ટિપ્સનું તમારે રોજિંદા જીવનમાં અનુસરણ કરવું જોઈએ જેથી તમે ફેશન બ્લેડન્ડર એટલે કે ભૂલ કરવાથી બચી જાવ અને હાંસીપાત્ર ન ઠરો.