વારે તહેવારે આપણે હેરસ્ટાઇલ બદલવાનું વિચારતાં હોઇએ છીએ. અને ઘણીવાર કર્લી અને સ્ટ્રેઇટ વાળ કરાવીને એ સપનું પુરું પણ કરીએ છીએ. જેને માટે કેટલીય હેર ટ્રીટમેન્ટ અત્યારે અવેઇલેબલ પણ છે. હેરસ્ટાઇલિંગ ટ્રેંડમાં સ્મૂધનિંગ, સ્ટ્રેટનિંગ વધુ ઇન ફેશન છે. અને કેમ નહીં, આખરે સીધા સીલ્કી હેર કોને ન ગમે. ક્યારેક સવાલ થાય કે આપણે તો કેમિકલ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ પણ પહેલાંના સમયમાં તો કોઇ આવી ટ્રીટમેન્ટ ન હતી. તો ત્યારે હેર સ્ટ્રેઇટ કરવા માટે લોકો શું કરતાં હશે.આ સવાલનો જવાબ છે તો ખરો જ કારણ કે કેટલીય એવા ઘરેલુ ઉપચાર છે જેનાથી વાળ સીધા કરી શકાય છે. સ્ટ્રેઇટનિંગની ટ્રીટમેન્ટ હોય કે સ્મૂધનીંગ. આ બધી ટ્રીટમેન્ટ માટે આપણે જે કેમિકલ વાપરીએ છીએ તે હાનિકારક હોય છે. એટલે અફકોર્સ વાળને નુકસાન થવાનુ જોખમ તો માથે લટકતી તલવારની જેમ ઉભુ જ હોય છે. પણ બીજી તરફ ઘરેલુ નુસ્ખા વાપરીએ તો તેનાથી ફાયદો થાય કે નહીં, પણ કોઇ નુકસાન તો નથી જ થતું. દરેકના વાળનું સ્ટ્રક્ચર અલગ હોય છે. એટલે કયા પદાર્થની તમારા વાળ પર સૌથી વધુ અસર થઇ એ જોવું પડે છે. પણ એ બધામાં પણ કેટલાક એવા કીમીયા તો છે જ બધા પ્રકારના વાળ પર અસર કરે છે.
તો આવો જાણીએ વાળને સીધા કરવાના કેટલાક ઘરેલુ અને આસાન નુસખા
પહેલા વાત કરીએ સૌથી ઇઝી મળી રહેતા પદાર્થ એવા દહીં અને મધની. આ બંને ઇઝીલી અવેઇલેબલ છે અને આ બંને એવા પદાર્થ છે જેનાથી વાળ નેચરલી સીધા કરી શકાય છે.
કેવી રીતે કરશો દહીંથી વાળ સ્ટ્રેઇટ
આપને જોઇશે દહીં, મધ અને કેળા. સૌથી પહેલા એક કટોરીમાં 2 કેળા લઇને તે એકદમ નરમ થઇ જાય ત્યાં સુધી મસળી લો. એકદમ પાકા કેળા જે આપણે ફેંકી દઇએ છીએ તે આના માટે સૌથી સારા રહેશે. એટલે વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ પણ થઇ જશે. આ પેસ્ટમાં એક કપ દહીં અને 2 ટીસ્પુન મધ બરાબર મિક્ષ કરી લો. આ તમારુ હેર પેક તૈયાર. આ પેકને વાળ પર લગાવીને શાવર કેપ પહેરી લો. અને એક કલાક જેટલુ રાખીને પછી તેને હુંફાળા પાણીએ ધોઇ દો. આ ઉપાયથી બાય નેચર કર્લી હેર હોય તો એટલો ફર્ક નહી દેખાય. પણ જો તમારા વાળ રુષ્ક હોય અને એ રુષ્કતાને કારણે સીધા ન દેખાતા હોય તો તેમાં જરુર ફરક દેખાશે.જો કે તમારા વાળ જો બાય નેચર કર્લી હોય તો તમારા માટે મધ એ અક્સીર ઉપાય બની શકે. મધની સ્નિગ્ધ પેસ્ટ તમારા વાળની એક-એક લટ પર લગાવીને તેને સિલ્વર ફોઇલથી પેક કરી લેવી. જેવી રીતે હાઇલાઇટ કરીએ છીએ એવી જ રીતે. પણ આપણે દરેક લટ લેવી. આ રીતે એક એક લટ લઇને બધા વાળને મધ લગાવીને તેને પેક કર્યા બાદ અડધો કલાક રહેવા દેવુ. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઇને શેમ્પુ અને કંડીશનર કરી લેવુ. આ ઉપાય તમે મહિનામાં 4થી 5 વાર કરશો તો તમને તમારા વાળના સ્ટ્રક્ચરમાં ફેરફાર દેખાશે. આ ઉપાયમાં માત્ર મધ સિવાય તમે દૂધ અને મધ બંનેનો ઉપયોગ પણ કરી શકો. પણ ધ્યાન એ રાખવુ કે દૂધને કારણે જે પેસ્ટ છે એ વધુ પ્રવાહી ન બને. કે જેથી તમારા વાળમાંથી એ નીતરી જાય. આ ઉપાયથી વાંકડીયા કર્લી હેર પણ સીધા થઇ જશે. જો કે નેચરલ ટીપ્સ જેટલી આસાન હોય છે તેટલી જ તેમાં ધીરજની પણ જરૂર પડે છે. તો ધીરજ રાખજો, પરિણામ મળશે.