KBCને અમિતાભની ગુડબાય…

હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય ટેલિવિઝન પર સૌથી મોટા બની રહેલા અને ખૂબ લોકપ્રિય નિવડેલા ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ને અલવિદા કરી દીધી છે. એમણે આ શો ‘કેબીસી’ની 10મી સીઝનનું હાલમાં જ સમાપન કરી દીધું છે. ગયા બુધવારે એમણે આ શોનો આખરી શો શૂટ કર્યો હતો.

76-વર્ષના અમિતાભ બચ્ચન સોની ટીવી પરથી પ્રસારિત કરાયેલા આ ટેલિવિઝન રિયાલિટી શોની 10માંથી 9 સીઝનનાં સંચાલક રહ્યાં છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની માત્ર એક જ, ત્રીજી સીઝન અમિતાભ સંચાલિત કરી શક્યા નહોતા. એ શોને શાહરૂખ ખાને હોસ્ટ કર્યો હતો. અમિતાભ બચ્ચન બીમાર પડી ગયા હોવાથી કેબીસી-3 શોનાં સંચાલક એ રહી શક્યા નહોતા. એ શોનું સંચાલન શાહરૂખ ખાને કર્યું હતું. શો 2007ની 22 જુલાઈથી શરૂ થયો હતો, પણ એમાં કોઈ વિજેતા જાહેર કરાયો નહોતો.

અમિતાભે એમના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ મૂકીને જણાવ્યું છે કે આ શોની આખરી સીઝનનું સમાપન કરતા એમને કેવી લાગણી થાય છે.

httpss://twitter.com/SrBachchan/status/1064392401135919104

એમણે લખ્યું છે કે 2000ની સાલથી શરૂ થયેલો KBC શોની 10 મોસમ થઈ અને શો 18 વર્ષ સુધી ચાલ્યો.

અમિતાભે પોતે ‘કેબીસી’ના કુલ 716 એપિસોડ કર્યા. 9 સીઝન માટે એમણે કુલ 855 કલાકો ફાળવ્યાં હતાં.

‘કેબીસી-10’ના આખરી એપિસોડમાં કોમેડી કિંગ કપિલ શર્મા જોવા મળશે.

ક્વીઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’નો આરંભ 2000ની સાલમાં થયો હતો અને એની સાથે જ અમિતાભે ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું.

આ શોએ સમાજના તમામ વર્ગનાં ઘણાં લોકોને ટીવી પર ચમકવા અને એમનાં જ્ઞાન તથા ડહાપણનું કરોડો દર્શકો સમક્ષ પ્રદર્શન કરવાનો મોકો આપ્યો હતો.

‘કેબીસી-10’નો આખરી એપિસોડ 23 નવેમ્બરે ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.

‘કેબીસી-10’નો પહેલો એપિસોડ ગઈ 3 સપ્ટેંબરે પ્રસારિત કરવામાં આવ્યો હતો.

‘કૌન બનેગા કરોડપતિ’ શો ભારતીય ટેલિવિઝન પર અત્યાર સુધીનો સૌથી મોટો ક્વિઝ શો બન્યો છે.
આ શો બ્રિટનના ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર’ને આધારિત હતો.

આ છે, ‘કૌન બનેગા કરોડપતિ’ના અમિતાભ સંચાલિત શોનાં કરોડપતિ વિજેતાઓ…

કેબીસી-1નાં વિજેતા હર્ષવર્ધન નવાઠેકેબીસી-2નાં વિજેતા બ્રિજેશ દ્વિવેદીકેબીસી-4નાં વિજેતા રાહત તસલીમકેબીસી-5નાં વિજેતા સુશીલ કુમારકેબીસી-6નાં બે સંયુક્ત વિજેતા મનોજકુમાર રૈના, સનમીત કૌર સાહનીકેબીસી-7નાં બે સંયુક્ત વિજેતા તાજ મોહમ્મદ રંગરેઝ અને ફિરોઝ ફાતીમાકેબીસી-8નાં વિજેતા નરુલા ભાઈઓ – અચીન અને સાર્થકકેબીસી-9નાં વિજેતા અનામિકા મઝુમદાર

કેબીસી-10નાં પ્રથમ કરોડપતિ વિજેતા બિનીતા જૈન