કાચી કેરીનું શરબત

ગરમીમાં ઠંડક આપતું સ્વાસ્થ્યપ્રદ પીણું કાચી કેરીનું શરબત મગજને પણ તાજગી આપે તેવું છે!

સામગ્રીઃ

  • કાચી કેરી 1 (તોતાપુરી)
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • જીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • ખડી સાકર 2 ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 2 ટી.સ્પૂન
  • ફુદીનો 1 કપ

રીતઃ કાચી કેરીને ધોઈને છોલીને સમારી લો. કેરીના ટુકડાને એક વાસણમાં પાણી સાથે બાફવા મૂકો. કેરી બફાઈ જાય એટલે તેમાંથી પાણી નિતારીને મિક્સીમાં તેનો પલ્પ તૈયાર કરી લો.

એ જ વાસણમાં ફુદીનો પીસી લો.

ખડીસાકરના ટુકડાને ખાંડણિયામાં ખાંડીને બારીક પીસી લો.

એક તપેલીમાં કેરીનો પલ્પ, ફુદીનાની પેસ્ટ 1 ટી.સ્પૂન, કાળા મરી પાઉડર, કાળું મીઠું, સ્વાદ મુજબ સાદું મીઠું, ચાટ મસાલો, ખડીસાકરનો પાઉડર તેમજ લીંબુનો રસ ઉમેરીને થોડું પાણી તેમજ થોડા બરફના ટુકડા મેળવીને એક ચમચી વડે હલાવીને મિક્સ કરી લો.

એક કાચના ગ્લાસમાં થોડા બરફના નાના ટુકડા કરીને નાખો. ત્યારબાદ કેરીનો તૈયાર કરેલો રસ તેમાં રેડીને લીંબુની પાતળી સ્લાઈસ અથવા ફુદીનાના પાન વડે ગ્લાસ સજાવીને પીરસો.