દિલ્હીની પ્રખ્યાત ચાટ ‘રામ લડ્ડુ’ ખાવા માટે દિલ્હી જો દૂર હોય તો ઘરે જ બનાવી લો ‘રામ લડ્ડુ’!
સામગ્રીઃ
- મોગર (મગની ફોતરા વગરની દાળ) – 2 કપ
- ચણા દાળ ½ કપ
- મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી હીંગ
- 1 ઈંચ આદુનો ટુકડો
- 2-3 લીલાં મરચાં
- 1 ટી.સ્પૂન મરચાં પાવડર
- 3 ટે.સ્પૂન ખમણેલો મૂળો (optional) (મૂળાને બદલે કાકડી લઈ શકો છો.)
- ½ કપ ઝીણી સમારેલી કોથમીર
- તળવા માટે તેલ
- કોથમીરની તીખી ચટણી
- ખજુરની મીઠી ચટણી (optional)
રીતઃ મોગર તેમજ ચણા દાળને 2-3 પાણીએથી ધોઈને 3-4 કલાક માટે પલાળી દો. ત્યારબાદ દાળમાંથી પાણી નિતારીને મિક્સીમાં દાળ તેમજ આદુ-મરચાં નાખીને પીસી લો. ખીરૂં બહુ જાડું પણ નહિં અને પાતળું પણ ના હોવું જોઈએ. એમાં મીઠું સ્વાદ પ્રમાણે તેમજ હીંગ તેમજ મરચાં પાવડર ઉમેરી દો.
એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ખીરામાંથી ડબકાં મૂકીને વડા તળી લો. ચમચી વડે પણ ડબકાં મૂકી શકો છો. આ વડા ગોલ્ડન બ્રાઉન તળી લો.
એક ડીશમાં વડા ગોઠવી લો. એની ઉપર ખમણેલો મૂળો નાખો. તેમજ તીખી તેમજ મીઠી ચટણી નાખીને દિલ્હી રામ લડ્ડુ ચાટ પિરસો.