ગણપતિ બાપા પધાર્યા છે. તો બાપાને ધરાવવા માટે ઈન્સ્ટન્ટ બરફી બનાવી લો. સહેલાઈથી બની જતી આ બરફી દેખાવ અને સ્વાદમાં પણ લાજવાબ છે!
સામગ્રીઃ
- કાજુ 15-20
- નાળિયેરનું ખમણ 1 કપ
- દૂધ પાઉડર ½ કપ
- ખાંડ 6 ટી.સ્પૂન
- દૂધ 1 કપ
- ડ્રાય ફ્રુટની કતરણ 2 ટે.સ્પૂન
રીતઃ કાજુ, નાળિયેરનું ખમણ, દૂધ પાઉડર તેમજ ખાંડને મિક્સીમાં પીસીને મુલાયમ પાઉડર બનાવી લો. દૂધને ગરમ કરીને ઠંડું કરી લો. આ ઠંડું દૂધ થોડું થોડું કરીને આ પાઉડરમાં ઉમેરીને પાઉડરને મિક્સ કરતાં જાવ જ્યાં સુધી તે લોટ જેવું બંધાવા આવે.
હવે એક એક થાળીમાં ઘી લગાડીને આ લોટને તેમાં મૂકીને હાથેથી થાપીને ચોરસ આકારમાં સેટ કરી લો. ઉપરથી તવેથા વડે લીસું કરી લો. હવે તેની ઉપર ડ્રાય ફ્રુટની કતરણ ભભરાવી દો. હવે તેને ફ્રીઝમાં 1 કલાક માટે મૂકી દો. ત્યારબાદ તેના પીસ કરી લો.
આ બરફી ફ્રીઝમાં એક અઠવાડીયા સુધી સારી રહે છે.