NRI માટે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટના વિવિધ વિકલ્પો

મોટા ભાગના એનઆરઆઇ (NRI) ભારતમાં કયાંક ને કયાંક ન્વેસ્ટમેન્ટ કરતા જ હોય છે. જોકે ઘણી વાર તેમને મૂંઝવણો હોય છે, કરવેરા વિશે પૂર્ણ માહિતી હોતી નથી, કયા સાધન તેમની માટે બહેતર ગણાય એવો સ્પષ્ટ ખ્યાલ હોતો નથી. આ લેખ કંઈક અંશે તેમને માર્ગદર્શનની ઝલક આપશે.

મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના એક રિપોર્ટ પ્રમાણે ભારતની બહાર વસતા NRI (Non Resident Indian) અને OCI (Overseas Citizen Of India) લોકોની સંખ્યા ૩.૨ કરોડની છે. પોતાના દેશની બહાર વસતા નાગરિકોની આ સંખ્યા દુનિયાની સૌથી વધુ મોટી સંખ્યા છે, જે દુનિયાના લગભગ બધા જ દેશોમાં ફેલાયેલા છે. આ બધા ભારતીયો જુદી-જુદી પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ કાં તો સામાન્ય નોકરિયાતો છે અથવા વ્યાવસાયિકો છે અથવા મોટી-મોટી કોર્પોરેટ કંપનીઓના ઉપરીઓ . આ NRIs પાસે ભારતમાં નિવેશ કરવા માટેના કયા વિકલ્પો ઉપલબ્ધ છે, એ આજે જોઈએ…

બધા જ NRIs, ભારતીય બેન્કોમાં NRO (NON RESIDENT ORDINARY) અથવા NRE (NON-RESIDENTIAL EXTERNAL) ખાતાઓ મારફતે ભારતમાં નિવેશ કરી શકે છે. જે ભારતીય નાગરિક પાસે, NRI  બનતા પહેલાં મિલકત હોય, તેઓ માટે NRO એકાઉન્ટ છે અને આ એકાઉન્ટ પર ભારતમાં રહેતા નાગરિકને લાગુ પડતો ટેક્સ લાગુ પડે છે.

ફિક્સ્ડ ડિપોઝિટો : લાભો

૧) NRIs, રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા અપાતી ફિક્સ્ડ ડિપોઝિટમાં નિવેશ કરી શકે છે; તેથી તેઓ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવું સુરક્ષિત છે.

૨) બે પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ NRIs માટે ટેક્સમાંથી બાકાત રાખવામાં આવી છે, જે નીચે આપેલા કોઠામાં દર્શાવવામાં આવી છે. જે ફિક્સ્ડ ડિપોઝિટ NRO અને RFC (Resident Foreign Currency) ખાતાઓ દ્વારા કરવામાં આવી હોય, તેમના પર TDS (Tax Deduction At Source) લાગુ પડે છે.

૩) ફિક્સ્ડ ડિપોઝિટ પર લોન અને ઓવરડ્રાફ્ટની સુવિધા મળી શકે છે.

૪) નોમિનેશનની સુવિધા મળી શકે છે.

૫) જે NRI ભારત પાછા ફરે ત્યારે તેમને તેમનાં વિદેશી બેન્ક ખાતાંમાંનાં; વિદેશી નાણાં ભારત પાછા લાવવા હોય તો, તેમના માટે RFC (Resident Foreign Currency) એકાઉન્ટ ઉપયોગી થાય છે.

Type/criteria NRO FD FCNR NRO Tax Saver NRE FD RFC
Currency Indian rupee USD, GBP, JPY, Euro, CAD, SGP, AUD Indian rupee Indian rupee USD, JPY, Euro, GBP
Repatriability Not fully repatriable Fully repatriable (Interest and principal) Not fully repatriable Not fully repatriable Repatriable on bonafide reasons
Eligibility PIO/NRI PIO/NRI PIO/NRI PIO/NRI PIO/NRI
Tax Interest might be subjected to tax No tax Interest might be subjected to tax No tax Exempted tax can be claimed
Tenure 1 year to 10 years 1 year to 5 years Minimum of 5 years 1 year to 10 years 1     year to 10

*PIO – Person of Indian Origin

ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ, (PMS) અને ઓલટરનેટિવ ન્વેસ્ટમેન્ટ ફંડ (AIF)

PIS (Portfolio Investment Scheme) એકાઉન્ટ દ્વારા એક NRI, ભારતીય શેરોમાં નિવેશ કરી શકે છે. વિદેશી નાણાં રોકીને નિવેશ કરવામાં આવે અને આ વિદેશી નાણું પરત કરી શકાય એવી સુવિધા જોઈતી હોય (on repatriable basis), ત્યારે PIS એકાઉન્ટ દ્વારા શેરોમાં રોકાણ કરવું જરૂરી બને છે. NRO એકાઉન્ટ દ્વારા પોતાનું ભારતીય નાણું પણ ભારતીય શેરો ખરીદવા માટે એક NRI વાપરી શકે છે.

ભારતીય મ્યુચ્યુઅલ ફંડ અને PMSમાં પણ NRI નિવેશ કરી શકે છે, પરંતુ એણે એ માટે નિયમનકારી બોર્ડની બધી શરતોનું પાલન કરવું આવશ્યક છે. અમેરિકા અને કેનેડા સ્થિત NRIs માટે કેટલીક એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) દ્વારા કેટલીક પાબંદીઓ રાખવામાં આવી છે. કેટલીક PMS કંપનીઓ અમેરિકા અને કેનેડા સ્થિત NRIsનાં મૂડીરોકાણનો સ્વીકાર કરે છે.

કેટલાક અગત્યના દસ્તાવેજ જેમ કે પાસપોર્ટ, એડ્રેસપ્રુફ, ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર (PAN)ની સ્વ-પ્રમાણિત નકલ, FATCA (Foreign Account Tax Compliance Act) – (A Us Federal Law Compliance) ડિક્લેરેશન અને બીજા અગત્યના દસ્તાવેજોની, NRI ઇનવેસ્ટમેન્ટ એકાઉન્ટ ખોલાવતી વખતે જરૂર પડે છે.

IPV (In-Person-Verification), એટલે કે વ્યક્તિગત ચકાસણીની પ્રક્રિયા, પોતે જે દેશમાં રહેતા હોય ત્યાંનાં ભારતીય દૂતાવાસમાં જઈને પૂરી કરી શકાય છે.

હાઇ નેટવર્થ ઓલ્ટરનેટિવ નવેસ્ટમેન્ટસ :

ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIF) દ્વારા શેરોમાં NRI નિવેશ કરી શકે છે. આ એક સંચાલિત ખાતું છે. આ માટે નેટવર્થનું પરિબળ પણ અગત્યનું છે. AIF નિવેશ માટે કેટેગરી-૧માં ઓછામાં ઓછું શરૂઆતી ભંડોળ રૂ. ૨૫ લાખ જરૂરી ગણાય છે, જ્યારે બીજી કેટેગરીઓમાં રૂ. ૧ કરોડ જરૂરી છે. PMSથી વિપરીત, AIFમાં આ નિવેશ, પૂલ એકાઉન્ટ દ્વારા કરવામાં આવે છે.

ટેક્સેશન :

ભારતની બહારથી કમાયેલ આવક NRE ખાતામાં જમા થાય છે અને ભારતમાંથી કમાયેલી આવક NRO ખાતામાં જમા થાય છે. ઇન્કમટેક્સ એક્ટ, ૧૯૬૧, પ્રમાણે NRE ખાતા ટેક્સમાંથી બાકાત છે પણ NRO ખાતા પર ટેક્સ લાગુ પડે છે.

ભારતમાં વસતા નાગરિકને લાગુ પડતાં ઈક્વિટી અને ડેટના ટેક્સના કાયદાઓ NRO ખાતાને પણ લાગુ પડે છે. પરંતુ NRI ભારતમાં ન રહેતા હોવાથી DTAA (Double Taxation Avoidance Agreement) ને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે, કે જેથી એમને ભારતમાં ભરેલા ટેક્સની ક્રેડિટ મળી શકે.

NPS – નેશનલ પેન્શન સિસ્ટમ :

૧૮ વર્ષથી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમરના NRIs; NPS એકાઉન્ટ; POP (Point Of Presence) સાથે ભારતમાં ખોલાવી શકે છે. જો તેઓ પાસે PAN કાર્ડ અથવા આધાર કાર્ડ હોય; તો તેઓ eNPS ખાતું પણ ખોલાવી શકે છે. NRO અથવા NRE ખાતા દ્વારા NPS માં નિવેશ કરી શકાય છે. NPS માંથી મળતા પેન્શનની ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવામાં આવે છે.

 PPF – પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ):

NRI બન્યા પહેલાં ભારતમાં રહેતા હતાં એ દરમ્યાન જો તેમણે PPF ખાતું ખોલાવ્યું હોય; તો એ PPF ખાતું એની ૧૫ વર્ષની મુદત સુધી ચાલુ રાખી શકાય છે; પરંતુ એ ખાતાને ૧૫ વર્ષની મુદત પછી વધારે સમયાવધિ માટે લંબાવી શકાતું નથી. NRI બન્યા પછી તેઓ નવેસરથી PPF ખાતું ખોલાવી શકતા નથી.

રિયલ એસ્ટેટ :

FEMA (Foreign Exchange Management Act)ના નિયમાનુસાર; NRI ભારતમાં અચલ સંપત્તિ ધરાવી શકે છે અથવા ખરીદી પણ શકે છે. NRIs અને OCIs બંનેને ભારતમાં રિયલ એસ્ટેટના નિવેશ બાબતે સરખા કાયદા લાગુ પડે છે. RBI (Reserve Bank Of India); કોઈ પણ આવાસીય કે બિન-આવાસીય મિલ્કત ભારતમાં ખરીદવાની છૂટ NRIsને આપે છે.

પરંતુ NRIs; ભારતમાં ખેતી લાયક અથવા વાવણી લાયક જમીન ખરીદી શકતા નથી. જો તેમણે આવી જમીન ખરીદવી હોય તો એમણે RBI પાસેથી અમુક મંજૂરીઓ લેવી પડે છે. RBI; આ મંજૂરી વ્યક્તિગત રીતે તપાસણીઓ કરીને આપી શકે છે.

ભારતમાં આવેલી અચલ મિલકત પર NRIsને ઇન્ડેકસેશનનો લાભ મળી શકે છે. દા. ત. NRI અચલ મિલકત ૨૪ મહિનાથી વધારે સમય સુધી ધરાવતા હોય; તો એને લોંગ ટર્મ કેપિટલ એસેટ ગણી શકાય અને એને ઇન્ડેકસેશનનો લાભ મળી શકે છે; અને ૨૦ ટકાનો ટેક્સનો લાભ મેળવી શકે છે. ભારતીય ઇન્કમ ટેક્સના સેકશન ૮૦ C અને ૮૦ TTA હેઠળ NRIને ટેક્સમાં અમુક છૂટ મળી શકે છે.

(લેખક– રાજેન્દ્ર ભાટિયા)

 (લેખક- ફાઇનાન્સિયલ પ્લાનર અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર છે)