BSE પ્લેટફોર્મ પર વિશ્વમાં સૌપ્રથમ બદામ વાયદાના કોન્ટ્રાક્ટસનો પ્રારંભ

સમીર પાટિલ – ચીફ બિઝનેસ ઓફિસર, BSE

ફેન્સી દિવાળી ગિફ્ટ બોક્સ હોય કે ગુણકાર નાસ્તો હોય કે શાકાહારી દૂધ (વેગન મિલ્ક) હોય. આ તમામમાં એક બાબત સામાન્ય છે અને તે છે બદામ! વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે, બદામ હૃદય, વજન અને ડાયાબીટિસને નિયંત્રણમાં રાખવા જેવા આરોગ્યની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ફાયદા ધરાવે છે. દેશમાં મોટા ભાગના લોકોને જાણ નથી કે, દુનિયામાં ભારત બદામનો સૌથી મોટો વપરાશકાર અને આયાતકાર દેશ છે.

બદામનું ઉત્પાદન અને વપરાશ

ગયા વર્ષે ભારતે 131K ટન બદામની આયાત કરી હતી, જે મૂલ્યની દ્રષ્ટિએ 666 મિલિયન ડોલરની હતી. ભારત વિશ્વમાં 48 ટકા આયાત હિસ્સા સાથે સૌથી મોટું બજાર છે. સામાન્ય રીતે, ભારતમાં સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન તહેવારની સિઝનમાં બદામની સૌથી વધુ માગ રહે છે. જેમ જેમ બદામના પોષક અને સ્વાસ્થ્ય માટે ગુણકારક ફાયદાથી લોકો પરિચિત થતા જાય છે, તેમ તેમ તહેવારની સિઝન ઉપરાંત પણ બદામની માગમાં વધારો થઈ રહ્યો છે. આંકડા દર્શાવે છે કે, ભારતીય બદામની આયાતમાં વર્ષ 2007થી વર્ષ 2018 વચ્ચે 9.8 ટકાના સરેરાશ વાર્ષિક દરથી વૃદ્ધિ થઈ હતી. આ વૃદ્ધિનો સીધો સંબંધ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ સાથે છે. જેમ જેમ આવકના સ્તર અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતામાં વધારો થઈ રહ્યો છે, તેમ તેમ બદામની માગમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે. પુરવઠાની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયામાં સૌથી વધુ બદામનું ઉત્પાદન અમેરિકામાં થાય છે અને તેના પછી સ્પેન અને ઓસ્ટ્રેલિયા સ્થાન ધરાવે છે. અમેરિકામાં એકમાત્ર કેલિફોર્નિયા રાજ્યમાં બદામનું વાવેતર થાય છે! એટલે અમેરિકાની 100 ટકા બદામ કેલિફોર્નિયન બદામ છે. કેલિફોર્નિયાની  બદામ 75 ટકાથી વધારે જાગતિક બજારહિસ્સો ધરાવે છે, જ્યારે, 18 ટકા બજારહિસ્સો ઓસ્ટ્રેલિયાની બદામનો છે. અમેરિકન કૃષિ ખાતા અને કેલિફોર્નિયાના ખાદ્ય અને કૃષિ વિભાગના જણાવ્યા મુજબ, ભારત ખાતે આશરે 650 મિલિયન ડોલરની કેલિફોર્નિયન બદામની નિકાસ થાય છે. ભારતનું સ્થાનિક ઉત્પાદન મર્યાદિત છે, જે જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલપ્રદેશના પર્વતીય રાજ્યોમાં થાય છે.

ઉત્પાદન/ પાકનું ચક્ર

બદામનું વાવેતર હળવા સમશીતોષ્ણ પ્રકારનાં હવામાન, ઠંડા વરસાદી શિયાળા અને સૂકા ઉનાળામાં, કેલિફોર્નિયાની ઘાટી જેવી ફળદ્રુપ માટીમાં થાય છે. સામાન્ય રીતે બદામનું વાવેતર ફેબ્રુઆરી/માર્ચમાં થાય છે. જ્યારે ફળ બહાર આવે, ત્યારે જુલાઈમાં લણણી શરૂ થાય છે. ઓગસ્ટની મધ્યથી એના અંત સુધીમાં ફળ વધારે ખુલીનો કોટલા સાથે બહાર આવે છે, જેથી બદામ સૂકાઈ શકે છે. જ્યારે સંગ્રહ કરવાની વાત આવે છે, ત્યારે કોટલા વિનાની બદામનો સંગ્રહ સામાન્ય રીતે રૂમના તાપમાન પર 2થી 4 અઠવાડિયા માટે શ્રેષ્ઠ ગુણવત્તા પર થાય છે તથા નિયંત્રિત સ્થિતિસંજોગો (ફ્રીઝર)માં 12 મહિના માટે થાય છે.

બદામની જાત

બદામનો વિકાસ કોટલામાં થાય છે, જેની આસપાસ છોતરું હોય છે (આલુનું પાતળું સ્તર હોય છે). ઉનાળામાં બદામ પાકે છે, આલુનું સ્તર સૂકાઈ જાય છે અને ખુલ્લી જાય છે, જેમાંથી કોટલું બહાર નીકળે છે, જેની અંદર બદામ હોય છે. લણણી થાય એ અગાઉ આ કોટલાની અંદર કુદરતી રીતે બદામ સૂકાઈ જાય છે. એટલે કોટલાની અંદર (ઇન-શેલ) અને કોટલાયુક્ત (વપરાશ માટે) એમ 2 પ્રકારની બદામની જાત હોય છે. ભારત દુનિયામાં ઇન-શેલ બદામનો સૌથી મોટો આયાતકાર દેશ છે, પણ કોટલાયુક્ત બદામની આયાત બહુ ઓછી થાય છે. એનું કારણ સીધું ને સ્પષ્ટ છે – ઇન-શેલ બદામની કિંમત વાજબી છે. મજૂરીનો ખર્ચ અને રોજગારીનાં સર્જનનો વિચાર કરવામાં આવે તો ઇન-શેલ બદામની આયાત કરવી અને પછી ભારતમાં એનું વેચાણ કરવું વધારે તર્કબદ્ધ છે.

બદામની કિંમતમાં વધારા સામે હેજિંગ

વર્ષ 2007થી વર્ષ 2018ના 11 વર્ષના ગાળામાં બદામની કિંમતમાં 4.4 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બદામના હાજર ભાવમાં વાર્ષિક સ્તરે વધઘટ 13.23 ટકા થાય છે. અમેરિકાએ ભારતનો પ્રેફરેન્શિયલ ટ્રેડનો દરજ્જો રદ કર્યા પછી જૂન, 2019માં ભારતે બદામ અને અન્ય 27 અમેરિકન ઉત્પાદનો પર આયાત વેરો લાગુ કર્યો છે. અહેવાલો મુજબ, વેરામાં વધારાથી શેલ આલ્મન્ડમાં પાઉન્ડ દીઠ 12 સેન્ટનો એટલે કે 20 ટકાનો વધારો થયો છે અને હજુ પણ કોટલામાં હોય એ આલ્મન્ડ માટે પાઉન્ડ દીઠ આશરે 4 સેન્ટ એટલે કે 17 ટકાનો વધારો થયો છે. એ જ રીતે જ્યારે છેલ્લાં 25 વર્ષમાં માસિક ધોરણે ટકાવારીમાં ફેરફારની વાર્ષિક ધોરણે વધઘટ ગણવામાં આવે, તો રૂપિયાનાં મૂલ્યમાં વાર્ષિક ધોરણે અંદાજે 8.3 ટકાની વધઘટ થઈ છે. વર્ષ 2012-13માં ટેપર ટેન્ટ્રુમ અને હાલ કોરોના વાયરસ જેવા બાહ્ય પરિબળોને કારણે પણ રૂપિયાના મૂલ્યમાં વધઘટ થઈ છે. બદામ અને ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધઘટને ધ્યાનમાં રાખીને વેલ્યુ ચેઇનમાં સંકળાયેલા દરેક માટે બદામની કિંમતના જોખમનું હેજિંગ કરવું આવશ્યક છે.

બીએસઈ આલ્મન્ડ કોન્ટ્રાક્ટનો પ્રારંભ

કિંમતના જોખમ અને એમાં વધઘટને ધ્યાનમાં રાખીને બીએસઈએ 22 જૂનના રોજ બદામના માસિક વાયદાના કોન્ટ્રાક્ટ શરૂ કર્યા છે, જે ભારતની સાથે દુનિયામાં આવા પ્રકારનાં સૌપ્રથમ કોન્ટ્રાક્ટ છે. કોન્ટ્રાક્ટ ટ્રેડિંગ યુનિટ 1,000 કિલોગ્રામ છે. મહત્તમ ઓર્ડર સાઇઝ 20,000 કિલોગ્રામ છે, ડિલિવરીપાત્ર જથ્થો 1000 કિલોગ્રામ અને મુખ્ય ડિલિવરી કેન્દ્ર નવી મુંબઈ છે. બદામના કોન્ટ્રાક્ટ નવી મુંબઈ એપીએમસીના રેફરન્સ રેટ લેશે. ગુણવત્તાના ધોરણોમાં FSSAIના ધારાધોરણોનું પાલન કરવું પડશે, જેમાં સર્ટિફાઇડ ક્રેકઆઉટ ચોખ્ખી ખાદ્ય ઉપજને આધારે 70 ટકા રહેશે, જેમાં 68 ટકા ક્રેકઆઉટની મંજૂરી છે. ક્રેકઆઉટની ગણતરી ચોખ્ખી ખાદ્ય ઉપજદીઠ થશે. આ પ્રમાણભૂત કોન્ટ્રાક્ટ ઉત્પાદકો અને મોટા આયાતકારો માટે અતિ અનુકૂળ છે, જેઓ તેમના ભાવ જોખમનું હેજિંગ કરી શકે છે. અન્ય કોમોડિટીઓની સરખામણીમાં બદામનું બજાર નાનું હોવા છતાં ભારત ઉપરાંત દુનિયાભરમાંથી વેપારીઓ, આયાતકારો અને ઉપભોક્તાઓ પાસેથી પુષ્કળ પૂછપરછો પ્રાપ્ત થઈ છે, કારણ કે દુનિયામાં આ પ્રથમ પ્રકારનો કોન્ટ્રાક્ટ છે. બીએસઈને ખાતરી છે કે, એના પ્લેટફોર્મ પર બદામના ભાવના બહોળા પ્રસારનો ઉપયોગ ફિઝિકલ માર્કેટમાં નાણાકીય વ્યવહારો માટે રેફરન્સ પ્રાઇસ તરીકે થશે. બીએસઈ ગોદામોની ક્ષમતા અને અન્ય સંલગ્ન માળખું ઊભું કરવા ફિઝિકલ બજારના વિવિધ ભાગીદારો સાથે જોડાણ પણ કરી રહ્યું છે, જે ગ્રેડિંગ, સોર્ટિંગ અને ક્વોલિટી સર્ટિફિકેશન વગેરે માટે આવશ્યક છે. હજુ 3 એક્સચેન્જ સહભાગીઓ સુધી પહોંચ્યા છે અને આ ઉત્પાદનોના લાભ વિશે જાગૃતિ લાવી રહ્યાં છે તથા ભવિષ્યમાં બહોળી ભાગીદારી માટે આતુર છે.

ભવિષ્યની યોજના

બીએસઈ કોમોડિટી બજારને વધારે વાઇબ્રન્ટ અને સર્વસમાવેશક બનાવવા આતુર છે, જેનાથી બજારના તમામ ભાગીદારો એટલે ઉત્પાદકોથી લઈને વેપારીઓ અને અંતિમ વપરાશકર્તાઓને લાભ થાય. ભાવમાં વધારાના જોખમ સામે હેજિંગની સુવિધા આપવા કોમોડિટી બજારોના ભાગીદારો માટે પોતાનું પ્લેટફોર્મ પૂરું પાડવા ઉપરાંત એક્સચેન્જે તમામ ભાગીદારોને આ સુવિધા વાજબી ખર્ચ અને શ્રેષ્ઠ ટેકનોલોજી સોલ્યુશન સાથે પૂરી પાડી છે. બીએસઈએ વધારે વિશિષ્ટ અને ઇનોવેટિવ ઉત્પાદનો પ્રારંભ કરીને, બજારના ભાગીદારોને પ્રોડક્ટની વિસ્તૃત રેન્જ પ્રદાન કરવા જાગૃતિ અને સંશોધન સાથે કોમોડિટી બજાર વ્યવસ્થિત રીતે વિકસાવવાની યોજના બનાવી છે.