નજીક થી વાઘ-સિંહના ફોટો લેવાની ઘેલછા કયારેક અકસ્માત નોતરી શકે છે…

જંગલમાં મોબાઈલ થી નજીક થી વાઘ-સિંહના ફોટો લેવાની ઘેલછા કયારેક અકસ્માત નોતરી શકે છે.

આજકાલ સેલ્ફી અને રીલ્સ પર વધુ લાઈક લેવાની ઘેલછામાં લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. લોકો જંગલ સફારીમાં જાય તો ત્યાં પણ તેમની નજીક થી સેલ્ફી અને રીલ્સ બનાવવાની વૃતિના કારણે સફારીની જીપ્સી ડ્રાઈવર અને ગાઈડ પર અકારણ દબાણ લાવતા હોય છે. વાઘ-સિંહની વધુને વધુ નજીક જીપ લઈ જવા માટેના આવા દબાણના કારણે કયારેક વાઘ-સિંહ હુમલો કરી દેવાના અકસ્માત બનવાનો ભય રહેલો હોય છે.

જંગલમાં સફારી કરતા સમયે નજીક થી ફોટો લેવાની ઘેલછા છોડીને વન્યપ્રાણી-પક્ષી થી સલામત અંતર રાખવુ ખૂબ જરૂરી છે.