ગીધની વાત આવે એટલે કેટલાંક ફિલ્મી સીન અને ડાયલોગ લોકોને યાદ આવે પણ ખરેખર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે ગીધ ઘણું મહત્વનું છે. ગીધની વસ્તી ઘટવાના વિવિધ કારણોમાં એક મહત્વનું કારણ ગાય-ભેંસને આપવામાં આવતી દવા ડાયક્લોફેનાક પણ છે.
ગીધના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર સ્તરે થી પ્રયત્નો થાય છે પણ ગીધના સંરક્ષણ સંવર્ધન માટે સરકારના પ્રયત્નો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ પશુ પાલકોમાં ડાયક્લોફેનાક જેવી દવા ન વાપરવા તથા અન્ય મુદ્દાઓમાં જાગૃતિ આવે તે માટે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ તે ખુબ જરૂરી છે.
ગુજરાતમાં લગભગ 8 પ્રકારના ગીધ દેખાવાની નોંધ છે. તેમાંથી લગભગ 4 જાતોના ગીધ રેસીડન્ટ (નિવાસી) પ્રકારના છે.