જંગલનો નકલ ખોર રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો

મધ્યભારતના જંગલો અને ગુજરાતના વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળતુ સુંદર પક્ષી રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો જેને ગુજરાતીમાં ભિમરાજ પણ કહે છે. ચમકતા કાળા રંગનું રેકેટ આકારની બે પૂંછડી અને માથા પર કલગી વાળુ આ પક્ષી ખુબજ સુંદર દેખાય. ખુબ ચપળ આ પક્ષી સતત અહીં તહીં ઉડયા જ કરે. જંગલમાં પોતાના અવાજ થી એ તરત જ ઓળખાય જાય.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગોની એક ખાસ વિશેષતા એ કે તે આસપાસના પક્ષીના અવાજની એવી સરસ નકલ કરે કે એ પક્ષી પણ ન ઓળખી શકે.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો અલગ અલગ પક્ષી સાથે ટીમ બનાવી શિકાર કરે. પોતાના માળાને બચાવવા અને કયારેક માદા પક્ષીને આકર્ષવા પણ આવા બીજા પક્ષીના અવાજો કરે છે.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો એ લક્કડ ખોદ થી લઈ કાગડા સુધી અનેકવિધ પક્ષીના અવાજની આબેહુબ નકલ કરી શકે છે. મધ્યભારતના જંગલોમાં રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો ભિમરાજની ફોટોગ્રાફી કરવાની અઘરી પણ ફોટો મળે પછી ખૂબ મજા આવે.