દુધરાજ “ઈન્ડિયન પેરેડાઈઝ ફ્લાય કેચર” એ ભારતના જંગલોમાં આંતરીક માઈગ્રેશન સ્થળાંતર કરે છે. બ્રીડીંગ સીઝનમાં પુખ્ત નરનો સફેદ રંગ અને લાંબી પુંછડી ને કારણે વૃક્ષોની વચ્ચે પણ દુરથી નજરે પડે.
માદા સામાન્ય રીતે કત્થ્થઈ કલરની હોય છે પણ એમની પુંછડી પુખ્ત નરની સરખામણીએ ટુંકી હોય છે. ઉનાળાના સમયે ગીરના જંગલમાં પાણી પાસે ખૂબ ઝડપથી આમતેમ ઉડીને જીવાત પકડતા નર દુધરાજને જોવો એ એક લ્હાવો છે. દુધરાજ સામાન્ય રીતે કાળીયો કોશી “ડ્રોંગો” પક્ષીના માળાની આસપાસ કપ જેવો માળો બનાવીને બચ્ચા ઉછેરે છે.
