જયપુર શહેરની નજીકના ઔદ્યોગિક વિસ્તાર-કારખાનાની વચ્ચે થઈ એક રસ્તો નિકળે અને સીધો ઝાલાના અભ્યારણ્યનો ગેટ આવે. આ અભ્યારણ્ય દિપડા માટે વિખ્યાત છે. કોઈ વિચારી જ ન શકે કે શહેરની વચ્ચે આ રીતે એક જંગલ હોય અને તેમાં આટલા મોટા પ્રમાણમાં દિપડા, ઝરખ અને જંગલ કેટ જેવા પ્રાણીઓ રહેતા હોય. કાંટાવાળા વૃક્ષોનું જંગલ, પહાડ વચ્ચે વચ્ચે વોટર બોડી અને ઉબડ ખાબડ વાળી સીધી જમીન જેના પર પણ કાંટાળા વૃક્ષો અને ઘાસ બંને હોય.
ઝાલાનામાં જયપુર શહેરમાં રહીને જ સફારી કરવાની એક અલગ જ મજા છે. ચોમાસા પછી અને શિયાળામાં સવારે અને સાંજે ઝાલાના સફારીમાં ખૂબ જ મજા આવે. ચોમાસામાં પણ ઝાલાનામાં સફારી થઈ શકે છે. ઉનાળામાં સફારીમાં ગરમી હોય પણ પાણીના પોઈન્ટ પર દિપડા જોવા મળવાના ચાન્સ વધી જાય.
ઝાલાના દિપડા જોવા જવા માટે ખાસ એડવાન્સ સફારી બુકિંગ યોગ્ય જગ્યાએ કરાવીને જવુ હિતાવહ છે. જયપુર શહેરની વચ્ચે ઝાલાનાના દિપડા જોવાની મજા કઈક અલગ જ છે.