મન મોટું રાખીને આ જાળીનો ઉપયોગ ટાળો

આપણે ઘણી વાર નેશનલ પાર્ક કે અભયારણ્યની આસપાસના ખેતીના વિસ્તારોમાં સિંહ, વાઘ, કે દિપડા દ્વારા માનવો પર હુમલાના બનાવો બનતા હોય છે. ક્યારેક અભયારણ્ય આસપાસના ખેડૂતોને જંગલી સુવર, નીલગાય કે હરણના કારણે પાકમાં મોટુ નુકશાન થયાની ફરિયાદો પણ થતી હોય છે. આવા કારણોને લીધે કયારેક પાકને બચાવવા ખેડૂતો તારની વાડની સાથે પ્લાસ્ટીકની જાળી “ફીશીંગ નેટ” નો પણ ઉપયોગ કરે છે. હવે તો સોલર પાવર થી ચાલતા વિવિધ યંત્રો છે જે જંગલી પ્રાણીઓને દુર રાખે છે. છતાં પણ આવી ફીશીંગ નેટ જાળીનો વ્યાપક ઉપયોગ ચાલુ જ છે. રાજ્ય સરકાર પણ તારની જાળીની વાડ બનાવવા ખેડૂતોને સહાયની યોજના ચલાવે છે.

માનવી જો મન મોટું રાખીને આવી “ફીશીંગ નેટ” કે પ્લાસ્ટીકની જાળીનો ઉપયોગ ટાળે તો તેમાં ફસાઈને ઘાયલ થતાં વન્યપ્રાણીઓની સંખ્યા ઘટે તેવુ લાગે છે.