ગુજરાતીમાં “મધિયો બાજ” અને અંગ્રેજીમાં “ઓરીએન્ટલ હની બઝર્ડ” (Oriental Honey-buzzard) તરીકે ઓળખાય છે. જંગલમાં ભમરી, તમરા, કયારેક દેડકા, નાના પક્ષી અને સરીસૃપો મારીને પોતોનો ખોરાક બનાવતું આ બાજ કુળનું પક્ષી મધપુડા પરથી મધમાખીના લારવા, મધ અને કયારેક મધપુડાનો ટુકડો તોડીને પણ ખાય છે.
સામાન્ય રીતે ભારતના જંગલોમાં જોવા મળતું આ નિવાસી પક્ષી વૃક્ષઆચ્છાદીત ક્ષેત્રોમાં પોતાનો માળો બનાવે છે અને નર-માદા મળીને બચ્ચાને મોટા કરે છે. મધિયા બાજની ઉડવાની ચોક્કસ પ્રકારની સ્ટાઈલના કારણે તેને આકાશમાં ઉડતો પણ ઓળખી શકાય છે.