નવી દિલ્હી: શંભુ બોર્ડર પર છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન મળતી માહિતી મુજબ, કિસાન મજૂર સંઘર્ષ સમિતિના સભ્ય રેશમ સિંહે શંભુ બોર્ડર પર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમની હાલત ગંભીર બન્યા બાદ, તેમને રાજપુરા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખેડૂત રેશમ સિંહ તરનતારન જિલ્લાના રહેવાસી છે અને છેલ્લા ઘણા દિવસોથી શંભુ બોર્ડર પર ખેડૂત આંદોલનમાં સામેલ હતા. આજે સવારે તેમણે સલ્ફાસની ગોળીઓ ખાધી, જેના પછી તેમની હાલત ગંભીર બની ગઈ.ફેબ્રુઆરીથી ખેડૂતોનો શંભુ અને ખાનૌરી બોર્ડર પર કેમ્પ
ગયા વર્ષે 13 ફેબ્રુઆરીથી સુરક્ષા દળોએ દિલ્હી તરફની ખેડૂતોની કૂચ અટકાવ્યા બાદ આ લોકો પંજાબ અને હરિયાણા વચ્ચેના શંભુ અને ખાનૌરી બોર્ડર પર પડાવ નાખીને આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોએ અગાઉ 13 ફેબ્રુઆરી અને ૨૧ ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સરહદી સ્થળોએ તૈનાત સુરક્ષા દળોએ તેમને અટકાવ્યા હતા.
આ પછી, સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર મોરચાના બેનર હેઠળ 101 ખેડૂતોના જૂથે 6 અને 8 ડિસેમ્બરના રોજ પગપાળા દિલ્હી જવાના બે પ્રયાસો કર્યા, પરંતુ હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ જવા દીધા નહીં. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. ત્યાર બાદ ખેડૂતોને પાછા ધકેલવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા હતા.
किसान रेशम सिंह ने आज 11 महीने से चल रहे शंभू किसान मोर्चे पर BJP सरकार की नीतियों से आहत हो कर, सलफास खाकर आत्महत्या कर ली ! #FarmersProtest2024 pic.twitter.com/Ub1PGOl769
— Ramandeep Singh Mann (@ramanmann1974) January 9, 2025
ખેડૂતોની માંગણીઓ શું છે?
પોતાના પાક માટે MSP(મિનિમમ સેલિંગ પ્રાઈઝ)ની કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતો લોન માફી, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, પોલીસ કેસ પાછા ખેંચવા અને 2021 લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ‘ન્યાય’ની માંગ કરી રહ્યા છે. જમીન સંપાદન કાયદો, 2013 પુનઃસ્થાપિત કરવો અને 2020-21 માં અગાઉના આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાની પણ તેઓ માંગણી કરી રહ્યા છે.