મુંબઈઃ યુવા સંમેલનમાં નિરુપમ, હાર્દિક પટેલ, ઉર્મિલા માતોંડકર

લોકસભા ચૂંટણી માટે ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંજય નિરુપમે યોજેલા યુવા સંમેલનમાં જાણીતા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ઉત્તર-મુંબઈ લોકસભા બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે પણ હાજરી આપી હતી. ગુરપ્રીત કૌર ચઢ્ઢાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. મુંબઈના યુવા મતદારોને કોંગ્રેસ માટે મતદાન કરવા માટે આકર્ષિત કરવાના પ્રયાસરૂપે આ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતી જનતા પાર્ટીએ દેશના યુવાઓને કેવી રીતે છેતર્યા છે એ વિશે નિરુપમ, માતોંડકર અને હાર્દિક પટેલે ભાષણ કર્યું હતું.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]