2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને CMની પસંદગી થશે

ગાંધીનગર– ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોણ વિજય હાંસલ કરશે તે મહત્વની બાબત બની રહેશે. રાજ્યમાં મુખ્યત્વે બે મહત્વના પક્ષો છે. ભાજપ અને કોંગ્રેસ છે, આ બંને પક્ષોમાં  જેની બહુમતી આવશે તેના ધારાસભ્યોની મીટિંગ મળશે અને તેમાં નવા વિધાનસભા નવા પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવશે અને તે નેતા પક્ષની સૂચના મુજબ મુખ્યપ્રધાન બનશે.
કોઈપણ પાર્ટી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા અથવા વર્તમાન મુખ્યપ્રધાનના નેતૃત્વમાં ચૂંટણી લડે તે સ્વાભાવિક છે. પરંતુ કોઈ વ્યક્તિના નેતૃત્વમાં ચૂંટણી લડવી તે અગાઉ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા તે બાબતો વચ્ચે જમીન આસમાન જેટલો ફેર હોવાનું રાજકીય વર્તુળો માને છે. કોંગ્રેસ ભૂતકાળમાં બહુ ઓછા રાજ્યોમાં મુખ્યપ્રધાન  પદના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની દિશામાં ખૂબ જ કુશળતાપૂર્વક નિર્ણય કરે છે. છેલ્લી સ્થિતિ મુજબ હિમાચલમાં બંને પક્ષે મુખ્યપ્રધાનના ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ત્યારે હવે ગુજરાતમાં બે મુખ્ય પક્ષ કોઈ એક ચહેરાને આગળ કર્યા વગર ચૂંટણી લડવા માંગે છે.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત કર્યા બાદ મુખ્યપ્રધાન નક્કી થશે તે પહેલાં કોઈ સત્તાવાર જાહેર થઇ શકતી નથી. આમાં  કોઈપણ એક વ્યક્તિનું નામ જાહેર થાય તો આ નામ કઈ જ્ઞાતિનું છે. તેના પર દરેક સમાજની નજર હોય છે. આમ રાજકીય વર્તુળો આ બાબતને મુખ્ય ગણે છે. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈએ તો રસપ્રદ વાત એ છે કે કોઈપણ રાજકીય પક્ષ જે ઉમેદવારને મુખ્યપ્રધાન તરીકે જાહેર કરવા માંગતી હોય તો તે ઉમેદવાર પ્રજામાં કેટલા સ્વીકાર્ય છે અથવા તેના નામે પ્રજાનો કેટલો સહકાર મળે છે તેના નામે કેટલા મત મળે છે તેવી અનેક બાબતો ધ્યાને લઇ નિર્ણય કરવામાં આવતો હોય છે. અને આ બાબતની ચકાસણી રાજકીય પક્ષ માટે મહત્વની કડીરૂપ બની રહે છે.
આગામી વિધાનસભાની ચૂંટણી માટે એક મહત્વની બાબત એ છે કે રાજ્યના મુખ્યપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કરતા પહેલાં રાજકીય પક્ષે ગંભીતાથી વિચારવું પડે છે. કારણ એ છે કે જે ચહેરો જાહેર કરવામાં આવે તો તેના નામે પ્રજામાંથી કેટલો સાથ અને સહકાર મળે તે બાબત પણ મહત્વનું હોય છે. આમ આગામી ચૂંટણીમાં પરિણામો બાદ નવો ચહેરો નક્કી કરવામાં આવશે. જેમાં જ્ઞાતિ એ અગત્યનો મુદ્દો બની રહેશે.  આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવા મુખ્યપ્રધાન પસંદ કરતા પહેલા લોકસભાની 2019ની ચૂંટણીને પણ ધ્યાને લઇ પસંદગી કરવામાં આવશે.