પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ, ચકાસણી આવતીકાલે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા જોરશોરથી શરુ થઇ ગઈ છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની આજે અંતિમ તારીખ છે. આજે બપોરે 3:30 વાગે પ્રથમ તબક્કાની ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી પૂરી થઇ. આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને આગામી 24મી ના રોજ જે ઉમેદવારોને ફોર્મ ભર્યા પછી ચૂંટણી લડવાની અનિચ્છા હોય તો પરત ખેંચવાની આ અંતિમ તારીખ છે.બીજા તબક્કામાં રાજ્યમાં 14 જિલ્લાઓના ઉમેદવારીપત્રો ભરવાની ગઈકાલથી શરૂઆત કરી દેવામાં આવી છે. આ બીજા તબક્કામાં ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 27 નવેમ્બર છે. અને 14 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. આ માટે બંને રાજકીય મુખ્ય પક્ષો સંપૂર્ણ રીતે તૈયારી કરી રહ્યા છે. અને પ્રથમ તબક્કામાં ક્યાંક ઉમેદવારોની પસંદગીમાં ભૂલ હોય તો તે બીજા તબક્કામાં સુધારવા કમર કસવામાં આવી રહી છે.

બીજા તબક્કામાં જે 14 જિલ્લામાં ચૂંટણી યોજાનાર છે તેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. આ 14 જિલ્લાના મતદારોની સંખ્યા તરફ ધ્યાન કરીએ તો આ મુજબ છે.

કુલ મતદારો

અમદાવાદ 52,15,259
બનાસકાંઠા 21,36,139
પાટણ 10,26,463
મહેસાણા 15,78,691
સાબરકાંઠા 98,0762
અમરેલી 11,73,384
ગાંધીનગર 11,69,447
આણંદ 16,023,03
મહીસાગર 72,5960
પંચમહાલ 11,59,581
દાહોદ 13,085,09
વડોદરા 23,40,882
છોટા ઉદેપુર 73,85,41
ખેડા 11,59,581

આમ કુલ મળી 2,21,15,502 મતદારો મતદાન કરશે આમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે મતદારો છે. જયારે સૌથી ઓછા મહીસાગર જિલ્લામાં છે. આમ બંને તબક્કામાં યોજાનાર આ ચૂંટણીમાં 2,25,66,269 પુરુષ અને 20,77,0535 મળી કુલ 4,33,37,492 મતદારો મતદાનનો ઉપયોગ કરશે આમ બીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર મતદાન થશે.