EVMમાં ચેડાંની ફરિયાદનો ઉકેલ લાવવા ચૂંટણીપંચે નક્કી કરી એક રીત

ગાંધીનગર– ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન-ઇવીએમમાં ચેડાં કરવાના આરોપો સામે ચૂંટણી પંચે નિર્ણય લઇને ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ કાઉન્ટ અને વીવીપેટ સ્લીપની ગણતરી કરશે. રાજ્યની કુલ 182 વિધાનસભા વિસ્તારમાંથી કોઇ પણ એક બૂથ પર અચાનક-રેન્ડમ ધોરણે આ ગણતરી કરવામાં આવશે. આ નિર્ણયની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર એ કે જોતિએ કરી હતી.યુપી નગરનિગમ ચૂંટણીઓમાં પરિણામો પછી ઇવીએમ ગરબડના આરોપો પછી ફરિયાદ ચૂંટણી પંચ વધુ સતર્કતા વરતી રહ્યું છે. ભાજપના પક્ષમાં ઇવીએમ ગરબડના વાઇરલ વિડીયોના સંદર્ભમાં તેમણે કહ્યું કે ‘નગરનિગમ ચૂંટણી રાજ્ય ચૂંટણીપંચ દ્વારા યોજાય છે યુપી ચૂંટણીમાં એમવન ટાઇપ ઇવીએમનો ઉપયોગ થયો છે. જ્યારે અમે જે ઇવીએમ ઉપયોગમાં લઇએ છીએ તે એમટુ ટાઇપ ઇવીએમ મશીન ઘણાં એડવાન્સ મશીન ઉપયોગમાં લઇએ છીએ.’

જોતિએ એમ પણ જણાવ્યું કે ‘રાજકીય પક્ષો દ્વારા ખોટો વોટ જવાની ફરિયાદ કરવા પર દંડ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પાછો ખેંચવાની માગણી કરી છે.આયોગ તે વિશે બાદમાં કોઇ નિર્ણય લેશે. આ ઉપરાંત એક રાજકીય પક્ષે પોલિંગ બૂથ બહાર જામર લગાવવાની અને બૂથ પર મોબાઇલ ફોન પ્રતિબંધિત કરવાની માગણી કરી છે. તેમના સૂચનો પર વિચાર કરાશે અને તે મુજબ નિર્ણય લઇશું.’

ગુજરાત આવેલાં મુખ્ય ચૂંટણી કમિશનર અને તેમના સહયોગીઓએ બે દિવસ સુધી રાજ્યના બધાં ચૂંટણી અધિકારીઓ, પોલિસ અધિકારીઓ સહિત મુખ્ય સચિવ, ડીજીપી સાથે ચર્ચા કરી ચૂંટણીની તૈયારીઓનો અંદાજ મેળવ્યો હતો. સાથે જ રાજનીતિક પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી તેમના સૂચનો મેળવ્યાં હતાં.