ભાજપમાં આગામી સીએમ કોણ હોઇ શકે તેનું મનોમંથન શરુ

અમદાવાદ– હિમાચલમાં થયેલી ચૂંટણીની તરાહ પર ગુજરાતમાં પણ ભાજપ દ્વારા વોટિંગ પહેલાંના સમીકરણ ધ્યાને રાખતાં પટેલ સીએમ ઉમેદવારની ઘોષણા કરી શકે છે તેવું રાજકીય વર્તુળોનું માનવું છે.આ માટે નિતીન પટેલને આ પદ માટે આગળ કરવામાં આવી શકે છે. પહેલા તબક્કાનું મતદાન 9 ડીસેમ્બરે થવાનું છે જેનું પ્રચારકાર્ય 7મીએ પૂરું થશે. અત્યાર સુધીના પ્રચાર દરમિયાન ભાજપની રેલીઓ સામાન્ય રહી છે. પીએમ મોદીની રેલીમાં ભીડ તો દેખાય છે પણ ઉત્સાહમાં ઓછપ વર્તાઇ રહી છે. તો એમ પણ માનવામાં આવે છે કે પટેલોની નારાજગીને ખાળવા પટેલ નેતાઓને સાઇડ લાઇન નહીં કરી આગળ કરી પટેલોને તેમની સરકારનું આશ્વાસન આપવામાં આ શકે છે.

સૂત્રોના હવાલે મળતી વાતો પ્રમાણે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી ભાજપમાં વિચારમંથન ચાલી રહ્યું છે કે જે પટેલો ભાજપ સાથે છે તેમના ઉત્સાહ માટે કે જે પટેલો અન્યત્ર ફંટાવાની સંભાવાના છે તેમને એકજૂથ રાખવા એ સંકેત આપવામાં આવી શકે છે કે ચૂંટણી જીત્યા પછી સત્તાની દોર પટેલોના હાથમાં રહેશે