ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચારઃ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરશે

અમદાવાદ– ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર હાથ ધરાનારા “કાર્પેટ બોમ્બીંગ” પ્રચાર સોમવારથી શરૂ થશે, તારીખ ૨૬, ૨૭ નવેમ્બર બે દિવસ ભાજપ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ કરશે, અને તમામ ૮૯ બેઠકો પર જાહેરસભાઓ યોજશે. ભાજપના કેન્દ્રિય નેતાઓ, રાજ્યના નેતાઓ, ભાજપ શાસીત વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો રાજ્યના જુદા જુદાં જિલ્લાઓમાં જાહેરસભાને સંબોધન કરવાં જશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનિલ જૈને માહિતી આપી હતી.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સુરત મહાનગરમાં લીંબાયત અને ચોર્યાસી વિધાનસભામાં જાહેરસભા યોજશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્રભાઇ ફડણવીશ વ્યારા અને નીઝર વિધાનસભામાં જાહેરસભા સંબોધશે. છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહ રાજકોટમાં જાહેરસભાને સંબોધશે.મનોજ તિવારી ૨૬ નવેમ્બરે વલસાડ અને ૨૭ નવેમ્બરે ભાવનગર ખાતે જાહેરસભા સંબોધશે. જુએલ ઓરામ ૨૬ નવેમ્બરે ડેડીયાપાડા અને નાંદોદ, ૨૭ નવેમ્બરે ડાંગ ખાતે પ્રચાર કાર્ય કરશે. રેલ્વેપ્રધાન પિયુષ ગોયેલ ૨૬ નવેમ્બરે પોરબંદર, ૨૭ નવેમ્બરે રાજકોટ, ધર્મેન્દ્રપ્રધાન ૨૬ નવેમ્બરે ઓલપાડ અને સુરત પૂર્વ. અર્જુન મુંડા ૨૭ નવેમ્બરે ધરમપુર, કપરાડા, ઉમરગામ, પરેશ રાવલ ૨૬ નવેમ્બરે રાજકોટ, ૨૭ નવેમ્બરે જંબુસર વિધાનસભા ક્ષેત્રોમાં જાહેરસભા સંબોધશે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ૨૭ નવેમ્બરના રોજ વ્યારા અને નિઝર, નિર્મલા સીતારામન જામનગર ખાતે ૨૭ નવેમ્બરના રોજ ત્રણ સભાઓ કરશે. જે. પી. નડ્ડા ૨૭ નવેમ્બરના રોજ ખંભાળીયા, દ્વારકા, રૂપા ગાંગુલી ૨૬ નવેમ્બરના રોજ ગઢડા, તળાજા, શિહોર, ૨૭ નવેમ્બરના રોજ  જામજોધપુર ખાતે સભાને સંબોધશે.

કેન્દ્ર માહિતી પ્રસારણપ્રધાન સ્મૃતિ ઇરાની ૨૬ નવેમ્બરના રોજ જેતપુર, કેન્દ્રિય કૃષિપ્રધાન પરસોત્તમભાઇ રૂપાલા ૨૬ નવેમ્બરના રોજ લીંબડી, વઢવાણ, રાજકોટ દક્ષિણ, ઉમાભારતીજી ૨૬ નવેમ્બરે અંકલેશ્વર વિધાનસભામાં, રાધામોહનસીંગ ૨૭ નવેમ્બરના રોજ બોટાદ, મહુવા, ગારિયાધાર, હુકમનારાયણ યાદવ ૨૭ નવેમ્બરના રોજ દસાડા, ધ્રાંગધ્રા ખાતે, હંસરાજ આહિર ૨૭ નવેમ્બરના રોજ માણાવદર, માંગરોલ અને કેશોદ ખાતે જાહેર સભાને સંબોધશે. ભાજપા પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર બે દિવસમાં “કાર્પેટ બોમ્બીંગ” કરી ચૂંટણી પ્રચારને વેગવંતો પ્રારંભ કરશે.