Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratવડોદરા દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો, અશ્લીલ વીડિયોથી ભરેલા મોબાઈલ મળ્યા

વડોદરા દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો, અશ્લીલ વીડિયોથી ભરેલા મોબાઈલ મળ્યા

વડોદરા: નવરાત્રિ દરમિયાન વડોદરામાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. અવાવરુ જગ્યા પર પોતાના મિત્રને મળવા ગયેલી સગીરાને પાંચ નરાધમોએ પીંખી નાખી હતી. જે બાદ તંત્ર એક્સન મોડમાં આવી ગયું હતું. ભાયલી ગેંગરેપ કેસમાં ઝડપાયેલા પાંચ નરાધમોના કબજે કરવામાં આવેલા પાંચ મોબાઇલમાં અનેક અશ્લિલ વીડિયો મળ્યા  હતાં. આ વીડિયો જોઇને જ ગેંગરેપ વખતે વિકૃતિની તમામ હદો વટાવી હોવાનું પોલીસ માની રહી છે.

ગેંગરેપના પાંચ આરોપીઓ મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, શાહરૃખ કિસ્મતઅલી બનજારા, સૈફઅલી મહેંદી હશન બનજારા અને અજમલ સત્તાર બનજારાની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. જે બાદ પોલીસે તેમના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત પાંચેયના મોબાઇલ પણ પોલીસે કબજે કર્યા હતાં. પોલીસે પાંચેયના મોબાઇલનો અભ્યાસ કરતાં મોટી સંખ્યામાં અશ્લિલ વીડિયો તેમજ સાહિત્ય મળ્યું હતું. પાંચેય નરાધમો ખૂબ વિકૃત હોવાનું પોલીસને પ્રથમ દ્રષ્ટિએ જ જણાયું હતું. આ ઉપરાંત કેટલાંક વીડિયો પાંચેય નરાધમોએ પોતાના મોબાઇલમાંથી ડીલિટ કરી દીધા હોવાનું મનાતા પાંચેય મોબાઇલને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવશે. પોલીસે ઝડપી પાડેલા પાંચેય નરાધમો મૂળ ઉત્તર પ્રદેશના છે, પરંતુ લાંબા સમયથી તેઓ કામ ધંધા માટે વડોદરા આવીને સ્થાયી થયા છે. ગુનાઇત પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલા હોવાની આશંકા સાથે જિલ્લા પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસને પણ તેમના મૂળ વતનના નામ-સરનામા સાથે એક પત્ર લખ્યો છે અને તેમના કોઇ ગુના હોય તો વિગતો માંગી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular