દિલ્હી: ગુજરાતી સમાજની નાટ્યોત્સવ સમિતિ દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી. રવિવારની સાંજે આ ઉજવણી શાહ ઓડિટરિયમના નરસિંહ મહેતા હોલ ખાતે કરવામાં આવી. અતિથિ વિશેષ તરીકે લેખક અને ફિલ્મકાર ડો. રાજીવ શ્રીવાસ્તવે રંગભૂમિ દિવસની માહિતી આપી હતી. પીઢ કળા-પ્રોત્સાહક અને સંસ્થાનાં પ્રમુખ કુસમબહેન શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.નવસારીના પારસી વિદ્વાન કેરસી દેબુએ પારસી રંગભૂમિ વિષે ખ્યાલ આપ્યો હતો. વિખ્યાત નૃત્યાંગના મીનુ ઠાકુરે નૃત્યકલાની તલસ્પર્શી માહિતી આપતાં વાક્અભિનય અને અંગઅભિનય-નૃત્ય વિષે લાક્ષણિક છણાવટ કરી હતી. રેડિયો સિલોનના શ્રોતા સંગઠક ચંદર નવાની, આકાશવાણી સંગીતકાર પ્રભાત અને અભિનેતા કેપ્ટન ગોપાલ સિંહે પ્રેરક પ્રવચન કર્યું હતું.