બંધારણ અને રાષ્ટ્રગીતનું તામિલનાડુ વિધાનસભામાં અપમાનઃ રાજ્યપાલ  

ચેન્નઈઃ તામિલનાડુમાં રાજ્યપાલ અને સ્ટાલિન સરકારની વચ્ચે ફરીથી વિવાદ શરૂ થયો છે. રાજ્યપાલ આરએન રવિએ સોમવારે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. વિધાનસભામાં તેમનું ભાષણ શરૂ થવાનું હતું, પણ રાષ્ટ્રગીત નહીં વગાડવામાં આવ્યું. ત્યાર બાદ રાજ્યપાલે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. રાજ્યપાલે ગૃહને બંધારણના કર્તવ્યની યાદ અપાવી હતી.

રાજ્યપાલ ઓફિસથી એક સોશિયલ મિડિયા X પર પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રગીત અને ભારતનું અપમાન તામિલનાડુ વિધાનસભામાં કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે એક નિવેદનમાં કહ્યું હતું કે દેશના બંધારણ અને રાષ્ટ્રગીતનું સન્માન બંધારણના મૌલિક કર્તવ્યમાંનું એક છે. એને બધાં રાજ્યોની વિધાનસભામાં ગાવામાં આવે છે.

રાજ્યપાલની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું હતું કે આજે ગૃહમાં રાજ્યપાલના આગમન વખતે તમિળ થાઈ વાજ્થુ ગાવામાં આવ્યું હતું. રાજ્યપાલે ગૃહને સન્માનપૂર્વ કર્તવ્યની યાદ અપાવી હતી. બંધારણ અને રાષ્ટ્રગીત પ્રતિ આ પ્રકારના નિર્લજ્જ અનાદરને કારણે રાજ્યપાલે સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો.

આ પહેલાં પણ રાજ્યપાલ અને સરકારની વચ્ચે વિવાદ થયો છે. આની પહેલાં રાજ્યપાલે પાછલા સંબોધનમાં વિધાનસભામાં કેટલીક લાઇનો વાંચવાનો ઇનકાર કરી દીધો હતો. એના પર ખૂબ વિવાદ થયો છે. વિધાનસભા સત્ર દરમ્યાન તામિલનાડુમાં અન્ના યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો છવાયેલો હતો. રાજ્યના વિરોધ પક્ષો સત્તા પક્ષ પર આકરો હુમલો કર્યો હતો. આવામાં તામિલનાડુ વિધાનસભા સેશન હંગામેદાર રહેવાની સંભાવના છે.

બીજી બાજુ તામિલનાડુ ગૃહમાંથી બહાર નીકળતા કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે રાજ્યપાલ તામિલનાડુના લોકોની અને પોલીસની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.