દિલ્હીમાં ભાજપ મત કૌભાંડ આચરી રહ્યાનો CM આતિશીનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીનાં CM આતિશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ભાજપ મત કૌભાંડ કરી રહ્યો છે. નવી દિલ્હી વિધાનસભા સીટમાં મતોનું કૌભાંડ થઈ રહ્યું છે. નવી દિલ્હી વિધાનસભામાં 10 ટકા નવા મતો ઉમેરવામાં આવી રહ્યા છે. નવી મતદાર યાદીથી પરિણામોને બદલવામાં આવશે.

જ્યારે બૂથ સ્તરના અધિકારી ઘેરેઘેર જઈને યાદીમાં સંશોધન કરી રહ્યા હતા, ત્યારે કેમ મતદારોને બદલવાનું કામ નહોતું કર્યુ નહીં. એ સ્પષ્ટ છે કે ખોટી રીતે મત કાપવાના પ્રયાસ ચાલી રહ્યા છે. એ પણ સ્પષ્ટ છે કે એક કાવતરા હેઠળ મત કાપવા અને જોડવાનાં કામ થઈ રહ્યાં છે. રાજ્યની ચૂંટણી પહેલાં 10 ટકા મતો જોડવાના અને પાંચ મતોને દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ખોટી રહી થઈ રહી છે.

બીજી બાજુ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 1.55 કરોડ મતદારો મતદાન કરવા યોગ્ય હશે, એમાંથી પુરુષ મતદાતાઓની સંખ્યા 84,49,645 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. દિલ્હીમાં 70 ચૂંટણી ક્ષેત્રો માટે વિધાનસભા ચૂંટણીનું આયોજન વર્ષ 2025ના ફેબ્રુઆરીમાં થયા એવી વકી છે. રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી,2025એ પૂરો થવાનો છે.